________________
૪૧૩ ગાથા : ૮. . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા તેમ કહી શકાય નહિ; પરંતુ પરિપૂર્ણ મોહના ક્ષયથી ચેતના નિરાકુળ બને છે, અને નિરાકુળ ચેતના સુખરૂપ છે, માટે ક્ષાયિક ચારિત્રમાં જ ક્ષાયિક સુખ છે એમ કહી શકાય. તેથી બીજો હેતુ કહે છેઅપ્રામાણિક પરિભાષાનું અનાદરણીયપણું છે.
કે તનુશ્રવૃત્ય ક્ષય સુર' અહીં ક્ષાયિસુષ' પ્રથમાંત પદ અને ક્ષાયવસુર’ પછી ‘રૂતિ શબ્દ અધ્યાહારથી ગ્રહણ કરવો.
ભાવાર્થ -“તથા ત્રથી સિદ્ધાંતકારે પૂર્વપક્ષીને જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, ક્ષાયિક સુખ વેદનીયના ક્ષયજન્ય છે. તેથી વેદનીયના અપગમથી થાય તે ક્ષાયિક સુખ કહેવાય. આમ છતાં, મોહનો ક્ષય થઈ જવાના કારણે હવે અવશ્ય અલ્પકાળમાં વેદનયનો પણ સર્વથા ક્ષય થવાનો જ છે, તેથી કેવલીમાં ઉપચારથી ક્ષાયિક સુખનું કથન કરી શકાય; પરંતુ મુખ્યવૃત્તિથી ક્ષાયિક સુખનું કથન સિદ્ધમાં જ થઈ શકે. આમ છતાં, પૂર્વપક્ષી કેવલીમાં મોહના લયથી પેદા થયેલા સુખમાં ક્ષાયિક સુખની પરિભાષા કરે તો ગ્રંથકાર કહે છે કે તે યુક્ત નથી, કેમ કે ક્ષાયિક સમ્યક્તમાં પણ ક્ષાયિક સુખ છે તે પ્રમાણે પરિભાષા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, જે પૂર્વપક્ષીને પણ માન્ય નથી. તેથી જેમ ક્ષાયિક સમ્યક્તમાં ક્ષાયિક સુખની પરિભાષા થઈ ન શકે તેમ સાયિક ચારિત્રમાં પણ મુખ્યવૃત્તિથી સાયિક સુખની પરિભાષા થઈ ન શકે.
અપ્રામાણિક પરિભાષાનું અનાદરણીયપણું છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, શાસ્ત્રોમાં તે તે કર્મના ક્ષયથી તે તે ગુણનું કથન કરેલ છે અને તે પ્રમાણે મોહના ક્ષયથી ક્ષાયિક દર્શન અને ક્ષાયિક ચારિત્રનું કથન છે, તે શાસ્ત્રીય પરિભાષાને છોડીને કેવલીમાં મુખ્યવૃત્તિથી ક્ષાયિક સુખની પરિભાષા કરવી તે અપ્રામાણિક હોવાથી અનાદરણીય છે.
ઉત્થાન - યદ્યપિ પૂર્વના કથન પ્રમાણે મોહના ક્ષયથી થનારા સુખમાં ક્ષાયિક સુખની પરિભાષા થઈ ન શકે છતાં પણ ગ્રંથકાર કહે છે
05 :- परिभाष्यतां वा तथा, तथापि न तेन क्षुत्तृष्णादिविरोधो, न हि नामान्यकर्मोपक्षयादन्यकर्मजन्यभावप्रतिरोधोऽन्यथा मोहाभावाज्जिनानां मनुष्यगत्यादेरप्यनुदयप्रसङ्गात्॥८७॥
ટીકાર્ય “રિમાણ' - અથવા તે પ્રકારે પરિભાષા કરો, તો પણ તે પારિભાષિક ક્ષાયિક સુખના કથનથી કેવલીમાં સુધાતૃષાનો વિરોધ નથી અને તેની જ પુષ્ટિ કરતાં કહે છે- જે કારણથી અન્ય કર્મના ઉપક્ષયથી અન્ય કર્મજન્ય ભાવનો પ્રતિરોધ થતો નથી. અન્યથા'=એવું ન માનો અને અન્ય કર્મના ઉપક્ષયથી અન્ય કર્મજન્ય ભાવનો પ્રતિરોધ થાય છે એવું માનો તો, મોતનો અભાવ હોવાથી જિનોને મનુષ્યગત્યાદિના પણ અનુદયનો પ્રસંગ પ્રાપ્ત થાય.ll૮ણા
, દિલ્મ “દિ છે તે “ય
અર્થક છે.