________________
૪૧૩................. અધ્યાત્મમત પરીક્ષા............... ગાથા-૮૭
(૧) જ્ઞાનાવરણીયના ઉદયથી ઉત્પન્ન થનારું જે દુઃખ છે તેના પ્રતિપક્ષભૂત એવું જે સુખ, તે કેવલજ્ઞાનાવરણીયના ક્ષયથી જેમ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમ તે સુખ પણ ઉત્પન્ન થાય છે. તેથી તે સુખ કેવળજ્ઞાનમાં જ અંતર્ભાવ પામે છે પણ કેવળજ્ઞાનથી જુદું નથી.
(૨) દર્શનાવરણીયના ક્ષયથી જેમ કેવલદર્શન ઉત્પન્ન થાય છે, તેમ દર્શનાવરણીયના ઉદયથી ઉત્પન્ન થનારું જે દુઃખ છે, તેના પ્રતિપક્ષભૂત એવું સુખ તે દર્શનમાં અંતભૂત છે.
(૩) મોહનીયના ઉદયથી વ્યાકુળતારૂપ દુઃખ છે અને મોહનીયના ક્ષયથી અનંતચારિત્ર ઉત્પન્ન થાય છે. આ મોહનીયના ક્ષયથી ઉત્પન્ન થયેલા અનંત ચારિત્રની અંતર્ભત વ્યાકુળતારૂપ દુઃખના પ્રતિપક્ષ સ્વરૂપ નિરાકુલત્વભાવરૂપ સુખ પણ ઉત્પન્ન થાય છે.
(૪) અંતરાયના ઉદયથી દુઃખ ઉત્પન્ન થાય છે, અને અંતરાયકર્મના ક્ષયથી અનંત દાનાદિ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક દાનાદિ લબ્ધિની અંતર્ભત અંતરાયના ઉદયથી ઉત્પન્ન થયેલા દુઃખના પ્રતિપક્ષભૂત સુખ પણ ઉત્પન્ન થાય છે.
વળી અવ્યાબાધ નામનું સંપૂર્ણ સુખ સકલકર્મના ક્ષયમાં અથવા વેદનીયકર્મના ક્ષયમાં થાય છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, તે તે કર્મના ક્ષયથી તે તે ગુણો પ્રાપ્ત થાય છે અને સર્વકર્મક્ષયથી સર્વ ગુણો પ્રાપ્ત થાય છે; તેથી સર્વગુણના અનુભવરૂપ સુખ સર્વકર્મક્ષયથી થાય છે. અને બીજા વિકલ્પરૂપે વેદનીયકર્મના ક્ષયથી કહ્યું, તેનાથી એ કહેવું છે કે, અવ્યાબાધ સુખનો બાધક=વ્યાબાધા કરનાર, વેદનીયકર્મ છે, તેથી વેદનીયકર્મના ક્ષયથી સંપૂર્ણ સુખ થાય છે તેમ કહ્યું.
આ બે વિકલ્પો પાડવા પાછળ નયભેદની દૃષ્ટિ છે. અર્થાત એક નય સર્વકર્મના ક્ષયથી પૂર્ણ સુખ સ્વીકારે છે, જ્યારે બીજો નય વેદનીયકર્મના ક્ષયથી પૂર્ણ સુખ સ્વીકારે છે.
ટીકા- તથા મોરોપક્ષીવિદૂત ક્ષયિત્રિવિવિવાવિરબ્રિાઉનલૈમૂર્તિ નિત્ય,ઉમાख्यायतां, न वयमत्र विप्रतिपद्यामहे न तु तन्मुख्यवृत्त्या क्षायिकं सुखं परिभाषितुं सांप्रतं, क्षायिकसम्यक्त्वादावपि तथापरिभाषाप्रसङ्गात्, अप्रामाणिकपरिभाषाया अनादरणीयत्वाच्च,
ટીકાર્ય -‘તથા - અને તે પ્રમાણે=પૂર્વમાં કહ્યું કે જે જે પાપપ્રકૃતિજન્ય દુઃખ છે તે તે પાપપ્રકૃતિનો ક્ષય થયે છતે તે તે પાપપ્રકૃતિના ક્ષયથી જન્ય જે ગુણ છે તેમાં અંતભૂત તક્ષયજન્ય સુખ પણ પેદા થાય છે તે પ્રમાણે, વિકલ્પનો વિરહ હોવાને કારણે મોહના ઉપક્ષયથી આવિર્ભત થયેલ ક્ષાયિક ચારિત્રને જ નિરાકુલપણાની એકમૂર્તિસ્વરૂપ નિત્યસુખ કહો એમાં અમારે કોઈ વિવાદ નથી, આ પ્રમાણે સિદ્ધાંતકાર પૂર્વપક્ષીને કહે છે. અને વળી તેત્રક્ષાયિક ચારિત્ર મુખ્યવૃત્તિથી ક્ષાયિક સુખ છે એ પ્રમાણે પરિભાષા કરવા માટે યુક્ત નથી. તેમાં હેતુ કહે છે- ક્ષાયિક સજ્વાદિમાં પણ તથા પ્રકારની પરિભાષા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. ; અહીં ક્ષાયિક સમ્યક્વાદિમાં આદિપદથી ક્ષાયિક જ્ઞાન આદિનું ગ્રહણ કરવું.
ઉત્થાન - અહીં શંકા થાય કે ક્ષાયિક સમજ્યકાળમાં ચેતનામાં નિરાકુળતા હોતી નથી, તેથી ક્ષાયિક સુખ છે