________________
ગાથા ૮૭. . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા...........
૪૧૧
અવતરણિકાર્ય - જે વળી જીવોને સકલ=સંપૂર્ણ, મોહનીયના ઉપક્ષયથી=ક્ષયથી, જ સાક્ષાત્ આત્મસાક્ષાત્કાર સ્ફરે છે, તેમને તદુપક્ષયથી=મોહનીયના ઉપક્ષયથી, એકાંતે સુંદર, અત્યંત વિકલ્પ કલ્લોલની જાલથી ઉપરત=મુક્ત, એવું સાતસંવેદન=સુખનું સંવેદન, હુરે જ છે; પરંતુ વેદનીયના ઉદયથી થયેલ ક્ષુધાદિક પણ વિરામ પામતા નથી એ પ્રમાણે કહે છે – દીફ અહીં સાતસંવેદન શાતાવેદનીયનું સંવેદન ગ્રહણ કરવાનું નથી પરંતુ ઉપશમસુખનું સંવેદન ગ્રહણ કરવાનું
ગાથા - તો મોહબ્બરથમ તન્મવલ્લીવિંથવિહેvi |
लहइ सुहं सव्वण्णू चएइ णो पुण छुहं चइउं ॥८७॥ ( तन्मोहनीयक्षेयतस्तद्भवदुःखानुबंधविरहेण । लभते सुखं सर्वज्ञः शक्नोति न पुनः क्षुधां त्यक्तुम् ।।८७॥ )
ગાથાર્થ - તે કારણથી=ગાથા-૮૫/૮૬ માં કહ્યું કે મોહનીયના ઉદયથી આહાર સંજ્ઞાનો પ્રાદુર્ભાવ થવાથી આર્તધ્યાનની વૃદ્ધિ થાય છે અને આર્તધ્યાનની વૃદ્ધિ થવાથી દુઃખની પ્રાપ્તિ થાય છે તે કારણથી, મોહનીય ક્ષયથી તદ્ભવ=તજ્જન્ય મોહનીયજન્ય, દુઃખના અનુબંધનો વિરહથવાથી સર્વજ્ઞ સુખને પામે છે, પરંતુ ક્ષુધાનો ત્યાગ કરવા માટે સમર્થ નથી. 6 અહીં સુખથી પારમાર્થિક સુખ=ઉપશમભાવના સુખને ગ્રહણ કરવાનું છે.
ast:- दुःखप्रतिपक्षभूतः परिणामो हि सुखं, दुःखं च यद्यत्पापप्रकृतिजन्यं तत्तदुपक्षये तत्तद्गुणान्तर्भविष्णु सुखमुत्पद्यते। निःशेषसुखं पुनरव्याबाधाख्यं सकलकर्मक्षये वेदनीयक्षये वा।।
ચકાર્થ પુણ' - દુઃખના પ્રતિપક્ષભૂત પરિણામ જ સુખ છે, અને દુ:ખ જે જે પાપપ્રકૃતિથી જન્ય છે તે તે પાપપ્રકૃતિનો ઉપક્ષય થયે છતે તે તે ગુણમાં અંતભૂત એવું સુખ ઉત્પન્ન થાય છે. વળી અવ્યાબાધ નામનું નિઃશેષ સુખ સંપૂર્ણ સુખ, સકલકર્મના ક્ષયમાં અથવા વેદનીયના ક્ષયમાં ઉત્પન્ન થાય છે.
રાખો' પછી ટીકામાં દિ છે તે વિકારાર્થક છે.
ભાવાર્થ તાત્પર્ય એ છે કે જીવની અંદર સુખ અને દુઃખ બે પરિણામો વર્તે છે, અને સુખનો પરિણામ તે દુઃખના પ્રતિપક્ષભૂત છે સુખનો પરિણામ હોય ત્યારે દુઃખ ન હોઈ શકે અને દુઃખનો પરિણામ હોય ત્યારે સુખ ન હોઈ શકે. અને ચાર ઘાતકર્મરૂપ જે પાપપ્રકૃતિઓ છે, તે પાપપ્રકૃતિથી જન્ય એવું દુઃખ ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે નાશ પામે છે, અને તે દુઃખનો નાશ થયે છતે તે તે ઘાતકર્મના ક્ષયથી પેદા થનારા જ્ઞાન-દર્શનાદિ ગુણો અંતર્ગત સુખ પેદા થાય છે, તે આ પ્રમાણે