________________
ગાથા - ૮૫
•
અધ્યાત્મમત પરીક્ષા
- ૪O૯
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
હૃપાનંવUT' માં પંચમીના અર્થમાં ષષ્ઠી વિભક્તિ પ્રાકૃતના કારણે છે.
ભાવાર્થ - મધ્યસ્થ પરિણતિવાળા મુનિઓ હંમેશાં વસ્તુના સ્વભાવનું ચિંતન કરનારા હોય છે, અને પોતાને જ્યારે સુધાદિ લાગે છે ત્યારે તેઓ જાણે છે કે કર્મના પરિણામથી જનિત આ સુધાદિ છે, માટે ઉદયમાન કર્મ પ્રમાણે પોતાના ચિત્તના પરિણામને કરવા તે વિવેકીને ઉચિત નથી તેમ વિચારી સુધાને પણ તેઓ સમ્યગુ રીતે સહન કરે છે, પરંતુ સુધા લાગવા માત્રથી આહારમાં પ્રવૃત્તિ કરતા નથી. અને જયારે સંયમવૃદ્ધિ અર્થે આહાર ગ્રહણ કરવો તેઓને જરૂરી જણાય ત્યારે નિર્દોષ ભિક્ષા માટે યત્ન કરે છે, અને વિચારે છે કે આહારની પ્રાપ્તિ થશે તો સંયમની વૃદ્ધિ થશે અને નિર્દોષ આહાર નહિ મળે તો તપની વૃદ્ધિ થશે એ પ્રકારનો પરિણામ તપ-સંયમના પ્રતિકારરૂપ છે; અર્થાત્ તપસંયમના પરિણામપૂર્વક તેઓ સુધાનો પ્રતિકાર કરે છે. અને જ્યારે નિર્દોષ ભિક્ષા ન મળવાને કારણે સંયમની વૃદ્ધિ થઈ શકે તેમ નથી અને બાહ્ય તપ કરવાથી અધ્યવસાયની વિશુદ્ધિ થઈ શકે તેમ નથી ત્યારે પ્રશસ્ત આલંબનથી તેઓ અલ્પ સાવદ્ય પ્રતિકાર કરે છે, અર્થાતુ પંચકહાનિપૂર્વક દોષિત ભિક્ષામાં યત્ન કરીને સુધાનો પ્રતિકાર કરે છે અને અનિદાન ધર્મને સેવે છે. અર્થાત્ સુધાના શમનના અભિલાષરૂપ ઇચ્છા વગર સંયમધર્મને સેવે છે.
હત્યાન ગાથા-૮૫ની ટીકામાં પૂર્વે સ્થાપન કર્યું કે રાગાદિવશવર્તીને આર્તધ્યાન થાય છે અને મધ્યસ્થને થતું નથી, તેનાથી શું જણાય છે તે બતાવતાં કહે છે -
Ast:- एवमपि ज्ञायते प्रशस्तचेतोवृत्त्या भोजनादौ प्रवर्त्तमानानामप्यार्त्तध्यानाभावान्नाहारसंज्ञेति सत्ता तु तस्या आर्तध्यानस्येव रागादिपारवश्यदशायां यतीनामुपयुज्यत इति॥८५॥
ટીકાર્ય - પ્રવ'=આ પ્રમાણે વક્ષ્યમાણ કથન પણ જણાય છે. પ્રશસ્ત ચિત્તવૃત્તિથી ભોજનાદિમાં પ્રવર્તમાન સાધુઓને આર્તધ્યાનનો અભાવ હોવાથી આહારજ્ઞા નથી. એથી કરીને વળી આર્તધ્યાનની જેમ તેની આહારસંજ્ઞાની, સત્તા=વિદ્યમાનતા, રાગાદિ પરવશપણાની દશામાં યતિઓને હોય છે.l૮૫ ક પવ િમાં “પિથી એ કહેવું છે પૂર્વની ગાથાઓમાં સિદ્ધ કર્યું કે મુનિઓને આહાર સંજ્ઞા વગર પણ આહાર સંભવિત છે. કેમ કે આહારસંજ્ઞા અતિચારરૂપ છે અને નિરતિચાર મુનિ પણ આહારમાં પ્રવૃત્તિ કરે છે એ પ્રમાણે તો જણાય છે, પણ આમ પણ જણાય છે કે પ્રશસ્ત ચિત્તવૃત્તિથી ભોજનાદિમાં પ્રવર્તમાનને આહારસંજ્ઞા નથી.
ભાવાર્થ - “સત્તા તુ' તાત્પર્ય એ છે કે સાતિચાર ભૂમિકાવાળા યતિઓ જ્યારે પ્રશસ્ત ચિત્તવૃત્તિથી આહારમાં પ્રવર્તે છે ત્યારે તેઓને આહારસંજ્ઞા નથી; પરંતુ જે યતિઓ ગુણસ્થાનકમાં વર્તતા હોવા છતાં ભોજનમાં પ્રવર્તતા વિષયોના સંનિકર્ષથી રાગાદિને પરવશ થાય છે, તે યતિઓને આર્તધ્યાનની જેમ આહાર સંજ્ઞાની વિદ્યમાનતા હોય છે.પ૮પા