________________
૪૦૮
ગાથા :
અધ્યાત્મમતપરીક્ષા
आहारचितणुब्भवमेयं आहारसण्णमासज्ज 1 वड्ढइ अट्टज्झाणं इट्ठालाभेण मूढाणं ॥ ८५ ॥
( आहारचिन्तनोद्भवामेतामाहारसंज्ञामासाद्य । वर्द्धत आर्त्तध्यानं इष्टाऽलाभेन मूढानाम् ॥८५॥ )
ગાથા - ૮૫
ગાથાર્થ :- આહારચિંતનથી ઉદ્ભવેલી એવી આ આહારસંશાને=ગાથા-૮૧માં જેનું વર્ણન કર્યું છે અને બુદ્ધિમાં ઉપસ્થિત એવી આ આહારસંજ્ઞાને, પામીને, મૂઢોને ઈષ્ટના અલાભથી આર્તધ્યાન વધે છે.
टी51 :- निरन्तराहारचिन्तनप्रसूतया खल्वाहारसंज्ञयेष्टाभिलाषरूपमार्त्तध्यानं वर्द्धते, तदप्राप्तौ च दुःखवेगमसहमानानामरतिमोहोदयपारवश्याद्वेदनावियोगप्रणिधानरूपं तत्प्रवर्धत इति । इदं च रागादिवशवर्त्तिन વ, ન તુ મધ્યસ્થય, યાયામ:
'मज्झत्थस्स उ मुणिणो कम्मपरिणामजणियमेयंति । वत्थुस्सहावचिंतणपरस्स सम्मं सहंतस्स ।। कुणउपसत्थालं बणस्स पडिआरमप्पसावज्जं ।
तवसंजमपडिआरं च सेवउ धम्ममनिआणं । ति [ ध्यानशतक - ११-१२]
ટીકાર્ય :- ‘નિરન્તર’ - નિરંતર આહારચિંતનથી પ્રસૂત એવી આહા૨સંજ્ઞાથી ઇષ્ટના અભિલાષરૂપ આર્ત્તધ્યાન વધે છે, અને તેની અપ્રાપ્તિમાં=આહારની અપ્રાપ્તિમાં, દુઃખના વેગને સહન નહિ કરતા એવા જીવોને અતિમોહોદયના પા૨વશ્યથી વેદનાવિયોગપ્રણિધાનરૂપ=વેદનાવિયોગચિંતનરૂપ, તે=આર્તધ્યાન, વધે છે. અર્થાત્ આહારપ્રાપ્તિની સંભાવનામાં ઈષ્ટના અભિલાષરૂપ આર્તધ્યાન વૃદ્ધિ પામે છે અને આહારની અપ્રાપ્તિમાં ક્ષુધાવેદનાના વિયોગના ચિંતનરૂપ આર્તધ્યાન વૃદ્ધિ પામે છે. અને આ=આર્ત્તધ્યાન, રાગાદિ વશવર્તીને જ હોય છે પરંતુ મધ્યસ્થને હોતું નથી.
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે જે જીવોને આહારાદિ પ્રત્યે રાગ છે અને ક્ષુદ્વેદના પ્રત્યે દ્વેષ છે તેવા જીવોને જ પ્રસ્તુત આર્ત્તધ્યાન પ્રાપ્ત થાય છે, પણ જે લોકોને આહારાદિ પુદ્ગલો પ્રત્યે લેશ પણ રાગ નથી અને કેવલ સંયમમાં જ અભ્યસ્થિત હોવાથી ક્ષુધાની પીડા પ્રત્યે દ્વેષ પણ નથી, પરંતુ સંયમમાં વ્યાઘાતક ક્ષુધા બને ત્યારે સંયમના ઉપકારાર્થે જ આહારમાં પ્રવૃત્તિ છે, તેવા મધ્યસ્થ મુનિઓને આર્તધ્યાન હોતું નથી.
જે કારણથી આગમ છે
‘માત્થરૂ’ - વસ્તુસ્વભાવના ચિંતનમાં તત્પર અને આ=આવી પડેલાં દુઃખાદિ, કર્મપરિણામજનિત છે એ હેતુથી સમ્યગ્ સહન કરતા એવા મધ્યસ્થ મહાત્માઓને (આર્દ્રધ્યાન થતું નથી.)
‘ળડ’- પ્રશસ્ત આલંબનથી અલ્પસાવઘવાળો પ્રતિકાર કરે અને તપ-સંયમની વૃદ્ધિ થાય તે રીતે ક્ષુધાનો પ્રતિકાર કરે અને અનિદાન એવા ધર્મને સેવે.
१. मध्यस्थस्य तु मुने: कर्मपरिणामजनितमेतदिति । वस्तुस्वभावचिन्तनपरस्य सम्यक्सहमानस्य ॥
२. करोतु प्रशस्तालंबनस्य प्रतिकारमल्पसावद्यम् । तपःसंयमप्रतिकारं च सेवतां धर्ममनिदानम् ॥