________________
* . . . ૪૦૭
ગાથા : ૮૪-૮૫. . . . . . . . . * *
અધ્યાત્મમત પરીક્ષા ટીકા થુનસંગ્રામના 'ચત્રવિત્તિતાનં? રૂતિ વે?તી હિંતસ્વૈન તીવ્રતાWશસ્લામિનાप्रभवत्वादिति तत्त्वम्॥८४॥
હિંતન
ટીકાર્ય - મૈથુન' - (જો આહારસંજ્ઞા વગર આહારમાં પ્રવૃત્તિ સંભવે છે તો તમારા શ્વેતાંબરના સિદ્ધાંત પ્રમાણે) મૈથુનસંજ્ઞા વગર અબ્રહ્મ નથી એ પ્રકારના કથનમાં શું કારણ છે? ગ્રંથકાર તેમાં હેતુ કહે છે‘તય' - તેનું અબ્રહ્મનું, ગર્ષિતપણું હોવાના કારણે તીવ્રતા અપ્રશસ્ત અભિલાષપ્રભવપણું છે, એ પ્રમાણે તત્ત્વ છે.ll૮૪ના
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે મૈથુનપ્રવૃત્તિ મુનિને માટે ગહિત=નિંદિત છે; આમ છતાં, તેમાં પ્રવૃત્તિ ત્યારે જ સંભવે કે મૈથુનવિષયક તીવ્રતા અપ્રશસ્ત અભિલાષ પ્રાદુર્ભાવ થાય; જ્યારે આહાર તો સંયમના ઉપકારરૂપે બનતો હોય છે તેથી સંયમના પ્રશસ્તભાવથી તેમાં પ્રવૃત્તિ થઈ શકે છે. તેથી મૈથુનસંજ્ઞા વગર અબ્રહ્મની પ્રવૃત્તિ નથી.
પતિ તત્ત્વમ્' કહીને ગ્રંથકારને એ કહેવું છે કે અપ્રશસ્ત અભિલાષથી જ મૈથુનની પ્રવૃત્તિ છે, માટે મૈથુનસંજ્ઞા વગર અબ્રહ્મ નથી; અને આહારની પ્રવૃત્તિ અપ્રશસ્ત અભિલાષથી પણ થઈ શકે છે અને પ્રશસ્ત અભિલાષથી પણ થઈ શકે છે, તેથી પ્રશસ્ત અભિલાષવાળા મુનિને આહારસંજ્ઞા વગર પણ આહારની પ્રવૃત્તિ છે, અને મૈથુનની પ્રવૃત્તિ નથી. એ પ્રકારનું તત્ત્વ છે. II૮૪ા -
આવતરણિકા પર્વાહાર સંવપ્રવર્ષપ્રાન ખેતિ વ્યવસ્થિતમાં કથાવાર્તધ્યાન હેતુત્વમુદ્દોષતિ
અવતરણિકાર્ય અને આ રીતે ગાથા-૮૧ થી ૮૪ સુધીમાં બતાવ્યું કે આહાર સંજ્ઞા વગર પણ મુનિને આહારમાં પ્રવૃત્તિ છે, એથી તૃષ્ણા વગર પણ આહારગ્રહણની ક્રિયા છે એ રીતે, પ્રકર્ષપ્રાપ્ત આહારસંજ્ઞા જ તૃષ્ણારૂપ છે એ પ્રમાણે વ્યવસ્થિત છે. હવે આનું જ=આહારસંજ્ઞાનું જ, આર્તધ્યાનહેતુપણું ઉદ્ઘોષ કરે છે
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે પૂર્વપક્ષીને જયાં જ્યાં આહારની પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં તૃષ્ણા અભિમત છે, અને તે તૃષ્ણાને આહારસંશારૂપ જ કહે છે, અને આહારસંશાથી જ આહારમાં પ્રવૃત્તિ થઈ શકે છે તેમ કહે છે; જયારે ગ્રંથકારે ગાથા-૮૧ થી ૮૪ સુધીમાં એ સિદ્ધ કર્યું કે, પ્રશસ્ત અભિલાષથી જ્યારે મહાત્માઓ આહારમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે આહારસંશા પણ નથી, અને તૃષ્ણા પણ નથી. અને સંસારીજીવો આહારમાં પ્રવૃત્તિ કરે છે તે આહારસંજ્ઞાથી કરે છે, અને તે આહારસંજ્ઞા જ જ્યારે પ્રકર્ષને પામે છે ત્યારે તૃષ્ણા બને છે. એ પ્રકારનો પદાર્થ ગાથા-૮૧થી ૮૪ સુધીના કથનની વ્યવસ્થિત છે. અને ગાથા-૮૧ની ટીકામાં અંતે બતાવેલ કે, તૃષ્ણાથી આર્તધ્યાન પેદા થાય છે. અને તે આર્તધ્યાન પ્રકૃષ્ટ દુઃખનું કારણ બને છે તે બતાવવા અર્થે ગાથા-૮૫માં તૃષ્ણાનું આર્તધ્યાનહેતુપણું બતાવે છે, અને ગાથા-૮૬માં તે તૃષ્ણા પ્રકૃષ્ટ દુઃખનું કારણ કઈ રીતે બને છે તે બતાવશે.