________________
૪૦૬ . . . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા .......... ગાથા-૮૪
વાહાનામ'-બાહ્ય =સ્વદર્શનથી ભિન્ન પરદર્શનવાળાઓને પણ ગહણીયપણું છે, અને તે રીતે અર્થાત્ બાહ્યોને પણ અબ્રહ્મની પ્રવૃત્તિ ગણીય હોવાને કારણે અબ્રહ્મની પ્રવૃત્તિ ઉચિત નથી તે રીતે, આહારમાં પ્રવૃત્તિની જેમ અબ્રહ્મમાં પ્રવૃત્તિ સમાન નથી અને આહારની જેમ અબ્રહ્મનું પ્રશસ્ત ધ્યાનનું આલંબનપણું પણ નથી, ઊલટું, દુર્ગાનનું કારણ પણું જ છે. એથી કરીને આ બેનું આહારક્રિયા અને મૈથુનક્રિયા આ બેનું, મોટું અંતર છે, અને તે રીતે, પરને પણ=કેવલીથી પર બીજા મુનિઓને પણ ત્યાં=અબ્રહ્મમાં, પ્રવૃત્તિ ઉચિત નથી.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે કે મુનિઓને આહારનિબંધનકર્મ છે તેથી જ તેમાં પ્રવૃત્તિનું ઔચિત્ય પ્રાપ્ત થાય છે; પરંતુ કેવલીમાં જેમ અબ્રહ્મનિબંધનકર્મ નથી તેમ આહારનિબંધનકર્મ પણ નથી, માટે કેવલીને આહાર અને અબ્રહ્મ બંને પ્રવૃત્તિ અનુચિત જ છે, તેથી દષ્ટાંતનું વિષમપણું નથી. અર્થાત્ સુસાધુમાં આહારસંજ્ઞા અને મૈથુનસંજ્ઞામાં વિષમપણું હોવા છતાં કેવલીમાં મોહ નહિ હોવાને કારણે બંને સંજ્ઞા નથી, તેથી તે બંનેમાં કેવલીને આશ્રયીને કોઈ વિષમપણું નથી; એ પ્રકારની પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને કહે છે. " . "
ટીકા - ર ર તત્રિવન્યનક્ષત્ત્વ વ તવોરિ નામ, પર્વ સતિ સામાન્યયતીના મધ્યાહાર સંજ્ઞા વ્ર मैथुनसंज्ञाया अपि सत्त्वादाहार इवाब्रह्माद्युचितं स्यात्। न चेदमुन्मत्तं विना कोऽपि समर्थयति चक्षुष्मान्।
ટીકાર્ય - ૧ ૨ ' - તત્રિબન્ધનકર્મ હોતે છતે જ=આહારનિબંધનકર્મ હોતે છતે જ, આહારનું ઉચિતપણું છે. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે એ પ્રમાણે હોતે છતે સામાન્ય યતિઓને કેવલી સિવાયના બીજા યતિઓને, પણ આહારસંશાની જેમ મૈથુનસંજ્ઞાનું પણ સત્ત્વ હોવાથી આહારની જેમ અબ્રહ્મ આદિ ઉચિત થશે. ર ચે' - અને ઉન્મત્તને છોડીને કોઇપણ બુદ્ધિમાન આને=જો મુનિને આહાર ઉચિત છે તો અબ્રહ્મ પણ ઉચિત છે આને, સમર્થન કરે નહિ.
ભાવાર્થ - “તત્તિવન - તાત્પર્ય એ છે કે આહારનિબંધનકર્મના સત્ત્વના કારણે જ આહારની પ્રવૃત્તિ ઉચિત નથી, પરંતુ સંયમને પુષ્ટ કરવાના ઉપાયભૂત હોવાથી મુનિને આહારમાં પ્રવૃત્તિ ઉચિત છે. અને એમ ન માનીએ તો યતિને આહાર સંજ્ઞા છે તેમ મૈથુનસંજ્ઞા પણ છે, માટે અવશ્ય મૈથુનસંજ્ઞાનિબંધનકર્મ પણ છે; તેથી અબ્રહ્મની પ્રવૃત્તિને પણ ઉચિત માનવી પડે. પરંતુ અબ્રહ્મની પ્રવૃત્તિ સંયમની વૃદ્ધિનું કારણ નથી તેથી ઉચિત નથી, અને આહારની પ્રવૃત્તિ સંયમની વૃદ્ધિનું કારણ છે તે અપેક્ષાએ મુનિને ઉચિત છે.
ઉત્થાન -પૂર્વપક્ષીને યદ્યપિ મૈથુનસંજ્ઞા વગર અબ્રહ્મ નથી એ વસ્તુ માન્ય જ છે તો પણ તેને સ્થાપન કરવું છે કે, જેમ મૈથુનસંજ્ઞા વગર અબ્રહ્મની પ્રવૃત્તિ નથી તેમ આહારસંજ્ઞા વગર આહારગ્રહણની પ્રવૃત્તિ નથી. પરંતુ જયારે સિદ્ધાંતકારે સ્થાપન કર્યું કે મુનિઓને આહાર સંજ્ઞા વગર પણ આહારમાં પ્રવૃત્તિ છે, તેથી પૂર્વપક્ષી પ્રશ્ન કરે છે -