________________
ગાથા - ૮૩-૮૪
- - - - •
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
... અધ્યાત્મમત પરીક્ષા ......
૪૦૫ ભાવાર્થ - અહીં આહારની સાથે આહાર સંજ્ઞાની અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ આ રીતે કરી શકાય કે, જ્યાં જ્યાં આહારની પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં આહારસંજ્ઞા છે, અને જ્યાં જ્યાં આહારસંજ્ઞાનો અભાવ છે ત્યાં ત્યાં આહારની પ્રવૃત્તિનો અભાવ છે. આ પ્રકારની આહારસંજ્ઞા સાથે આહારના અન્વયે અને વ્યતિરેકની પ્રાપ્તિ થાય, તો કહી શકાય કે આહારસંજ્ઞાથી જ આહારમાં પ્રવૃત્તિ છે. પરંતુ સંયમવૃદ્ધિના પ્રશસ્ત અભિલાષને કારણે આહાર સંજ્ઞા વગર પણ યતિઓ આહાર ગ્રહણ કરતા દેખાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે આહારની આહારસંજ્ઞા સાથે વ્યતિરેક વ્યાપ્તિ નથી. તેથી પૂર્વપક્ષીએ મૈથુનસંજ્ઞાના દષ્ટાંતથી સિદ્ધ કર્યું કે કેવલીમાં આહાર સંજ્ઞા નહિ હોવાને કારણે આહાર નથી એ વચન નિરસ્ત જાણવું. કેમ કે મૈથુનસંજ્ઞાની અબ્રહ્મ પ્રત્યે અન્વય-વ્યતિરેક વ્યાપ્તિ છે અને આહારસંજ્ઞાની આહાર સાથે અન્વય-વ્યતિરેક વ્યાપ્તિ નથી. તેથી દષ્ટાંતનું વિષમપણું છે.
અહીં આહારસંજ્ઞાવ્યતિરેકપ્રયુક્ત વ્યતિરેકશાલિત્વનો અભાવ કહ્યો ત્યાં વ્યતિરેકનો અર્થ અભાવ ગ્રહણ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે, આહાર સંજ્ઞાના અભાવપ્રયુક્ત અભાવશાલિપણું આહારમાં નથી, પરંતુ આહારસંજ્ઞાના અભાવપ્રયુક્ત અભાવના અભાવરૂપ મહાત્માઓની આહારમાં પ્રવૃત્તિ છે.ll૮૩
અવતરણિકા -પતિદેવ વ્યnિ
અવતરણિકાર્ય - આ જ=જે દષ્ટાંતવૈષમ્ય બતાવ્યું આ જ, વ્યક્ત કરે છે.
માથા -
ण हु सा उचियपवित्ती व य सुपसत्थझाणहेउत्ति ।
आहारो व्व अबंभं अण्णह तुह होइ णिहोसं ॥८४॥ (न हि सा उचितप्रवृत्तिनैव च सुप्रशस्तध्यानहेतुरिति । आहार इवाब्रह्म अन्यथा तव भवति निर्दोषम् ॥८४॥ )
ગાથાર્થ સા'ઋતે, મૈથુનની પ્રવૃત્તિ ઉચિત પ્રવૃત્તિ નથી જ અને સુપ્રશસ્ત ધ્યાનનો હેતુ પણ નથી જ, એથી કરીને (દષ્યતનું વૈષમ્ય છે) અન્યથા આહારની જેમ અબ્રહ્મ પણ તને=પૂર્વપક્ષીને, નિર્દોષ થશે.
ગાથામાં દુ છે તે પ્રાર્થના છે.
As :- केवलिनां हि कैवल्यस्वाभाव्यादेवोचिता प्रवृत्तिर्भवति, न चाब्रह्मप्रवृत्तिरुचिता, बाह्यानामपि गर्हणीयत्वात्। तथा चाहार इवाब्रह्मणि प्रवृत्तिर्न समाना, न चाहारस्येवाऽब्रह्मणः प्रशस्तध्यानालम्बनत्वं, प्रत्युत दुर्ध्याननिबन्धनत्वमेव, इत्यनयोर्महदन्तरमेव। तथा च परेषामपि न तत्र प्रवृत्तिरुचिता। ‘સાહાર રૂવ' અહીં 'સાહાર' સપ્તમી વિભક્તિ છે.
ટીકાર્ય - વિનિન - કેવલીઓને કેવલ્યસ્વભાવથી જ ઉચિત પ્રવૃત્તિ થાય છે અને અબ્રહ્મની પ્રવૃત્તિ ઉચિત નથી. તેમાં હેતુ કહે છે