________________
ગાથા - ૮૨ અધ્યાત્મમતપરીક
४०३ તેની સામે પૂર્વપક્ષી કહે છે કે આહારનું ગ્રહણ આહારસંજ્ઞાથી જ થાય છે; અને અપ્રશસ્ત એવી આહારસંજ્ઞા જ અતિચારરૂપ છે, જેમ અપ્રશસ્ત એવા રાગાદિ જ અતિચારરૂપ છે; પરંતુ પ્રશસ્ત રાગાદિ અતિચારરૂપ નથી તેમ પ્રશસ્ત આહાર સંજ્ઞા પણ અતિચારરૂપ નથી, માટે પ્રશસ્ત આહારસંજ્ઞાવાળા મુનિઓને અતિચાર હોતા નથી; પરંતુ તે આહારસંજ્ઞા મોહથી જન્ય હોવાને કારણે કેવલીઓમાં હોતી નથી. અર્થાત્ કેવલીમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગાદિનો જેમ અભાવ છે તેમ પ્રશસ્ત અને અપ્રશસ્ત આહારસંજ્ઞાનો પણ અભાવ છે, માટે કેવલીને કવલાહાર નથી. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે કે જેમ રાગાદિનું પ્રશસ્ત-અપ્રશસ્તરૂપ વૈવિધ્ય છે, તેમ આહારસંજ્ઞાનું પ્રશસ્ત-અપ્રશસ્તરૂપ વૈવિધ્ય શાસ્ત્રમાં ક્યાંય કહેલ નથી.
આહારસંજ્ઞાત્વાવચ્છેદન ઉક્ત કારણજન્યત્વની અનુપત્તિ છે, એ પ્રમાણે બીજો હેતુ કહ્યો તેનું તાત્પર્ય એછેકે, ગાથા-૮૧માં સ્થાનાંગસૂત્રની સાક્ષીથી એ બતાવ્યું કે અવમકોષ્ઠતાદિસમુદિત ચાર કારણો વડે આહારસંજ્ઞા થાય છે, જયારે આહારસંજ્ઞાના પ્રશસ્ત-અપ્રશસ્ત એવા બે વિભાગ કરીએ તો બધી આહારસંજ્ઞા ઉક્ત ચાર કારણજન્ય માની શકાય નહિ, તેથી સ્થાનાંગસૂત્રના કથનનો વિરોધ પ્રાપ્ત થાય, માટે આહાર સંજ્ઞાનાવિધ્યનો વિભાગ કરવો તે શાસ્ત્રવિરુદ્ધ છે. તેથી એ જ માનવું ઉચિત ગણાય કે નિરતિચારવાળા મુનિ આહારસંજ્ઞા વગર આહાર ગ્રહણ કરે છે. તેથી કેવલીને પણ મોહ નહિ હોવા છતાં આહાર ગ્રહણ માનવામાં કોઈ દોષ નથી.
ઉત્થાન -જે કાંઈ આહાર ગ્રહણ થાય છે તે સર્વ પ્રત્યે આહારસંશા હેતુ નથી એ વાતની પુષ્ટિ કરતાં કહે છે
ટીકા -
વિહિપસંસાહારમાત્રતિ હેતુ: વનાણામતિ વા? નાદ , તો વિનાનો માહરિभवणात्, न द्वितीयः, लोमाहारस्येव कवलाहारस्यापि तां विनैव संभवात्तस्यास्तदहेतुत्वात्॥८२॥
ટીકાર્થ “વિલ - વળી આ આહારસંજ્ઞા આહારમાત્ર પ્રતિ હેતુ છે કે કવલાહારમાત્ર પ્રતિ હેતુ છે? ‘નાદર'- પ્રથમ વિકલ્પ યુક્ત નથી, કેમ કે તેના વિના પણ=આહારસંજ્ઞા વિના પણ, લોમાહારાદિનું શ્રવણ છે. “ર દિતી:'- બીજો વિકલ્પ પણ યુક્ત નથી, કેમ કે લોમાહારની જેમ કવલાહારનો પણ તેના વિના જ=આહાર સંજ્ઞા વિના જ, સંભવ હોવાથી તે આહારસંજ્ઞા, તેનો=કવલાહારનો, અહેતુ છે.ll૮શા
ભાવાર્થ - આહારસંજ્ઞા વગર પણ કવલાહારનો સંભવ છે, માટે આહારસંશા કવલાહારનો અહેતુ છે એમ ગ્રંથકારે કહ્યું, ત્યાં શંકા થાય કે હેતુ ઉભયપક્ષને સંમત હોવો જોઇએ અને પૂર્વપક્ષી આહારસંજ્ઞા વગર કવલાહાર સંભવ છે તેમ માનતો નથી, કેમ કે પૂર્વપક્ષી એમ જ માને છે કે આહારસંશા વિના કવલાહાર થઇ જ શકે નહિ. તેથી શ્વેતાંબરોને પોતાના ઘરમાં જ આવું કથન કરવું ઉચિત ગણાય, પણ પરવાદીને કઈ રીતે કહી શકાય કે આહારસંજ્ઞા વગર પણ કવલાહારનો સંભવ છે? તેનું સમાધાન એ છે કે – જેમ લોમાહાર અનાભોગથી પ્રવર્તે છે ત્યારે તેના પ્રત્યે આહાર સંજ્ઞા હેતુ નથી, અને જ્યારે આહાર પ્રત્યેની રુચિથી દેવતાઓ લોમાહારથી આહાર ગ્રહણ કરે છે ત્યારે તે આહારસંજ્ઞા છે; તે જ રીતે જેઓ આહારગ્રહણના અભિલાષથી કે સુધાને શમાવવાના અભિલાષથી આહારમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તેમને આહારસંજ્ઞા હોય છે; પરંતુ આહારના અભિલાષ વગરનાને જ્યારે લોકાહાર ગ્રહણ થાય છે ત્યારે લોમાહાર પ્રતિ જેમ આહારસંજ્ઞા નિયામક નથી, તેમ સંયમવૃદ્ધિ અર્થક