________________
૪૦૨ ................ અધ્યાત્મમત પરીક્ષા............... ગાથા - ૮૨
ચાર સંજ્ઞાથી હું પ્રતિક્રમણ કરું છું - આહાર સંજ્ઞાથી, ભયસંશાથી, મૈથુનસંજ્ઞાથી, પરિગ્રહસંજ્ઞાથી હું પ્રતિક્રમણ કરું છું.) ‘ત્તિ' શ્રમણ સૂત્રના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ઉત્થાન - અહીં પૂર્વપક્ષી કહે કે મહર્ષિઓને પણ આહાર સંજ્ઞાથી જ આહારમાં પ્રવૃત્તિ છે, અને આહારસંજ્ઞા એ મોહના પરિણામરૂપ છે તેથી જ તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે; અને સંપૂર્ણ મોહ ચાલ્યો જાય ત્યારે વીતરાગને આહારસંજ્ઞા હોતી નથી, તેથી તેઓ આહાર ગ્રહણ કરતા નથી. તેને ગ્રંથકાર કહે છે
ટીકાર્ય - ત્યારો- કૃત્યકરણમાં અતિચાર હોય નહિ અને અકૃત્યનું વિધાન પણ હોય નહિ, ભાવાર્થઃ - તાત્પર્ય એ છે કે શાસ્ત્રની વિધિ પ્રમાણે સાધુ જયારે આહાર ગ્રહણ કરતો હોય ત્યારે તે કૃત્યકરણરૂપ છે. તેથી તે આહારગ્રહણ આહારસંજ્ઞાથી થાય છે એમ કહીને તેના પ્રતિક્રમણ માટે ચાર સંજ્ઞાનું પ્રતિક્રમણ શાસ્ત્રમાં કહેલ છે, તે કહેવું ઉચિત ગણાય નહિ; કેમ કે શાસ્ત્રવિધિ પ્રમાણે કોઇ આહાર ગ્રહણ કરતો હોય તો તે અતિચાર છે તેમ કહી શકાય નહિ. અને વળી શાસ્ત્ર અતિચારરૂપ અકૃત્યનું વિધાન કરે નહિ. તેથી જો આહારસંજ્ઞાથી આહારની પ્રવૃત્તિ થતી હોય તો આહારસંજ્ઞા અકૃત્યરૂપ છે તેથી તેને પોષવા માટે તેને અનુરૂપ આહારગ્રહણની પ્રવૃત્તિ શાસ્ત્ર બતાવે નહિ. પરંતુ શાસ્ત્રમાં સાધુને આહારગ્રહણની વિધિ બતાવી છે, તેનાથી જ ફલિત થાય છે કે મહાત્માઓને આહાર સંજ્ઞા વગર આહારની પ્રવૃત્તિ થાય છે. ટીકા -નવરાવિવાર્તવાહી સંજ્ઞાતિવારો નામ, સુપ્રશસ્તેતિ વાર્ચ, તથવિધ્યાવ્યવસ્થાનાત, आहारसंज्ञात्वावच्छेदेनोक्तकारणजन्यत्वानुपपत्तेश्च । ટીકાર્ય - “રા' - અહીં પૂર્વપક્ષી કહે કે રાગાદિની જેમ અશસ્ત જ=અપ્રશસ્ત જ, આહારજ્ઞા અતિચાર છે પ્રશસ્ત આહારસંજ્ઞા નહિ, તેને ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું. તેમાં હેતુ કહે છે- આહાર સંજ્ઞાના સૈવિધ્યનું અવ્યવસ્થાન છે.
ઉત્થાન - અહીં પૂર્વપક્ષી કહે કે શાસ્ત્રમાં આહારસંજ્ઞાનું દૈવિધ્ય સાક્ષાત્ ઉપલબ્ધભલે ન હોય, તો પણ આહારનો અભિલાષ એ જ આહારની પ્રવૃત્તિનો નિયામક છે, કેમ કે ઇચ્છાથી જ પ્રવૃત્તિ થાય છે, માટે આહારની ક્રિયા મોહથી જ થાય છે; અને શાસ્ત્રમાં આહાર ગ્રહણ કરતા મુનિઓને પણ અતિચાર વગરના સ્વીકાર્યા છે, તેથી અર્થથી પ્રાપ્ત થાય છે કે મુનિઓને પ્રશસ્ત આહાર સંજ્ઞા છે. તેથી બીજો હેતુ કહે છે“માદારસંસાત્વ...” આહારસંજ્ઞાત્વાવચ્છેદન ઉક્ત કારણજન્યત્વની અનુપપત્તિ થશે. ભાવાર્થ - રાગાદિની જેમ અપ્રશસ્ત જ આહારસંજ્ઞા અતિચાર છે પ્રશસ્ત નહિ, અને તેમાં પૂર્વપક્ષીને ગ્રંથકારે પ્રથમ હેતુ એ આપ્યો કે આહાર સંજ્ઞાના દૈવિધ્યનું અવ્યવસ્થાન છે. તેનું તાત્પર્ય એ છે કે પૂર્વમાં ગ્રંથકારે ગાથા૮૧માં એ સિદ્ધ કર્યું કે આહાર સંજ્ઞા અતિચારરૂપ છે માટે મુનિઓને આહારસંશા વગર આહાર ગ્રહણ થાય છે,