________________
અધ્યાત્મમતપરીક્ષા
ટીકાર્ય :- ‘અથ'થી પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, મોહના નિરોધથી જ તપસ્વીઓને તન્નિરોધનું–ક્ષુધાતૃષાના નિરોધનું, દર્શન થતું હોવાથી તે બેનું–ક્ષુધાતૃષાનું, તજ્જન્યપણું=મોહજન્યપણું, જણાય છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકા૨ કહે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે –
‘તેષાં’ – તેઓને–તપસ્વીઓને, સર્વથા તન્નિરોધની=ક્ષુધાતૃષાના નિરોધની, અસિદ્ધિ છે.
૩૯૬
ગાથા - ૮૦
ઉત્થાન :- અહીં શંકા થાય કે મોહના નિરોધથી તપસ્વીઓને ક્ષુધાનો અનુભવ ઓછો થતો પણ દેખાય છે. માટે સર્વથા તેનો નિરોધ ન દેખાવા છતાં અક્ષુધાભાવનાથી ક્ષુધાની અલ્પતા દેખાય છે. તેથી અનુમાન થઇ શકે કે કેવલીને પૂર્ણ મોહનો અભાવ છે તેથી ત્યાં પૂર્ણ ઇચ્છાનો નિરોધ છે, અને તપસ્વીઓને અંશથી મોહનો નિરોધ છે તેથી ક્ષુધા પણ તે તે અંશમાં અલ્પ થાય છે; માટે ક્ષુધાતૃષા પ્રત્યે મોહની કારણતાનું અનુમાન થઇ શકે છે. તેથી બીજો હેતુ કહે છે
ટીકાર્ય :- ‘પ્રતિપક્ષ’– પ્રતિપક્ષભાવનાથી=આહારની પ્રતિપક્ષભાવનાથી=અક્ષુધા-અતૃષા ભાવનાથી, બુભુક્ષા અને પિપાસાના નિરોધથી જ સુધાતૃષાનો અભિભવ થાય છે. ‘અન્યથા’પ્રતિપક્ષભાવનાથી બુભુક્ષા-પિપાસાનો નિરોધ થાય છે અને તેનાથી જ ક્ષુધાતૃષાનો અભિભવ થાય છે તેમ ન માનો તો–ક્ષુધાતૃષાનો અભિભવ થાય છે તેમ ન માનો અને ક્ષુધાતૃષાનો નિરોધ થાય છે તેમ માનો તો, શરીરકાર્યાદિ તત્કાર્યના વિલોપનો=ક્ષુધાતૃષાના કાર્યના વિલોપનો, પ્રસંગ પ્રાપ્ત થાય.
ભાવાર્થ :- ‘અથ’થી પૂર્વપક્ષીએ શંકા કરતાં કહ્યું કે, મોહના નિરોધથી જ તપસ્વીઓને ક્ષુધાતૃષાનો નિરોધ દેખાય છે, તેથી ક્ષુધાતૃષાનું મોહજન્યપણું નક્કી થાય છે; તેનું તાત્પર્ય એ છે કે તપસ્વીઓ જેમ જેમ તપમાં યત્ન કરે છે તેમ તેમ ખાદ્યપદાર્થવિષયક તેમને મોહ ઓછો થતો દેખાય છે, અને તેનાથી તેઓને ક્ષુધાતૃષા પણ અલ્પ અલ્પતર થતી દેખાય છે, માટે તેનું મોહજન્યપણું નક્કી થાય છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકારે કહ્યું કે, તપસ્વીઓને સર્વથા ક્ષુધાતૃષાના નિરોધની અસિદ્ધિ હોવાથી પૂર્વપક્ષીએ કહ્યું તે યુક્ત નથી. તેનું તાત્પર્ય એ છે કે ક્ષુધાતૃષા મોહથી જન્મ હોય તો જે તપસ્વીઓએ મોહનો સંપૂર્ણ નિરોધ કરી લીધો છે, તેઓને ક્ષુધાતૃષાના નિરોધની સિદ્ધિ હોવી જોઇએ; પરંતુ તપસ્વીઓમાં સર્વથા ક્ષુધાતૃષાના નિરોધની અસિદ્ધિ હોવાથી ક્ષુધાતૃષા મોહજન્ય છે એમ નક્કી થઇ શકતું નથી.
‘પ્રતિપક્ષ ’– પૂર્વમાં બીજો હેતુ બતાવતાં કહ્યું કે, પ્રતિપક્ષભાવનાથી બુભુક્ષા અને પિપાસાનો નિરોધ થાય છે અને તેનાથી જ=બુભુક્ષાપિપાસાના નિરોધથી જ, ક્ષુધાતૃષાનો અભિભવ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે, મુનિ અણાહારી પદની ભાવનાઓ કરે છે અને તેને પુષ્ટ કરવા માટે જ તપમાં યત્ન કરે છે, અને તે પ્રતિપક્ષભાવનાથી જ બુભુક્ષા અને પિપાસાનો પરિણામ તેમનામાં નિરોધ પામી જાય છે. તે બુભુક્ષા અને પિપાસાનાં પરિણામો અશાતાવેદનીયના ઉદયથી પ્રાપ્ત એવી ક્ષુધાતૃષામાં અતિશયતા કરનારા જીવના પરિણામો છે. તેથી બુભુક્ષાપિપાસાનો નિરોધ થવાને કા૨ણે જ ક્ષુધા અને તૃષાનો અભિભવ થાય છે. તેથી તપસ્વીઓને ક્ષુધાતૃષાની અનુભૂતિ પણ અલ્પ દેખાય છે. તો પણ ક્ષુધાતૃષા પ્રત્યે સાક્ષાત્ કારણ અશાતાવેદનીય કર્મ છે અને તેને અતિશય કરવામાં સહાયક બુભુક્ષા અને