________________
ગાથા - ૮૦
અધ્યાત્મમતપરીક્ષા
૩૯૫
पानयोस्तथात्वं प्रमिणोति तृप्त्यादिसाधनतयेष्टसाधनत्वं वा, ततो बुभुक्षति पिपासति वा, ततश्च तत्र प्रवर्त्तत इति । तत्र च तदुपायमैत्रीप्रवृत्तिहेतुकतृष्णाया मोहजन्यत्वेऽपि क्षुत्तृष्णयोस्तज्जन्यत्वे न किञ्चित्प्रमाणं
पश्यामः ।
ટીકાર્ય :‘નનુ ' થી પૂર્વપક્ષી કહે છે કે અશનીય=ખાવાની ઇચ્છા, ઉદન્ય=પીવાની ઇચ્છા, પણ વૃષની–ભોગેચ્છાની, જેમ તૃષ્ણાની અભિવ્યક્તિરૂપ હોવાથી મોહોદયજન્ય છે અને તે =અશનીયા ઉદન્યા, જ ક્ષુધાતૃષાપદથી અભિધેય છે. એથી કરીને કેવી રીતે તે બેનું=ક્ષુધાતૃષાનું, તજજન્યપણું=મોહજન્યપણું નથી? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે
‘પૌવાપર્ય’ – પૂર્વા૫૨ભાવથી બુભુક્ષા-પિપાસાથી ક્ષુધાતૃષાનું ભિન્નપણું છે.
‘તથાદિ’ – તે આ પ્રમાણે- પહેલાં તથાવિધ અશાતાવેદનીયકર્મના ઉદયના વશથી ક્ષુધાતૃષા વડે જંતુ બાધ પામે છે. ત્યારપછી તેની નિવૃત્તિના ઉપાયરૂપ અશન અને પાનનું તથાપણું=ઉપાયપણું, જાણે છે, અથવા તૃપ્ત્યાદિના સાધનપણાથી ઈષ્ટસાધનપણારૂપે (અશનપાનને) જુએ છે. ત્યારપછી ખાવાની ઇચ્છા કરે છે અથવા પીવાની ઇચ્છા કરે છે અને ત્યારપછી તેમાં પ્રવર્તે છે.
‘કૃતિ' શબ્દ ‘તથાહિ’થી કહેલ કથનની સમાપ્તિ સૂચક છે.
‘તંત્ર ચ’ - અને ત્યાં=‘તથાર્દિ’થી ‘પ્રવર્ત્તત કૃતિ’ સુધીના કથનમાં જે કાર્ય-કારણભાવ બતાવ્યો ત્યાં, તેના= ક્ષુધાતૃષાના, ઉપાયમાં, મૈત્રીપ્રવૃત્તિહેતુક તૃષ્ણાનું મોહજન્યપણું હોવા છતાં પણ ક્ષુધાતૃષાનું તજ્જન્યપણું== મોજન્યપણું, માનવામાં અમે કાંઇ પ્રમાણ જોતા નથી.
એ
ભાવાર્થ :- ‘નનુ’થી પૂર્વપક્ષીને એ કહેવું છે કે, ખાવાની ઇચ્છા અને પીવાની ઇચ્છા તે બન્ને ક્ષુધાતૃષારૂપ છે, અને ખાવાની ઇચ્છા કે પીવાની ઇચ્છા એ જીવમાં રહેલી સુખની તૃષ્ણાથી પ્રગટ થાય છે, માટે ક્ષુધાતૃષા મોહજન્ય છે. તેના સમાધાનરૂપે ગ્રંથકારે કહ્યું કે અશાતાવેદનીયના ઉદયથી જીવમાં ક્ષુધાતૃષા પેદા થાય છે. તે ખાવાની ઇચ્છા કે પીવાની ઇચ્છારૂપ નથી, પરંતુ અશાતાવેદનીયના ઉદયથી ક્ષુધાતૃષા પેદા થયા પછી જીવને ખાવાની અને પીવાની ઇચ્છા પેદા થાય છે, તેથી ક્ષુધાતૃષા એ કારણ છે, અને બુભુક્ષા-પિપાસા એ કાર્ય છે; તેથી ક્ષુધાતૃષા અશાતાવેદનીયજન્ય છે, અને બુભુક્ષા અને પિપાસા મોહજન્ય છે. અને તેને જ સ્પષ્ટ કરતાં કહે છે કે, જીવને અનાદિકાળથી ક્ષુધા અને તૃષાના શમનના ઉપાયમાં મૈત્રી થયેલ છે, અને તે ક્ષુધા-તૃષામાં વર્તતી જીવની મૈત્રીની પ્રવૃત્તિથી જે તૃષ્ણા પેદા થાય છે તે બુભુક્ષા અને પિપાસારૂપ છે અને તે મોહજન્ય છે, તો પણ ક્ષુધા-તૃષાને મોહજન્ય સ્વીકારવામાં કોઇ યુક્તિ નથી, આથી જ અશાતાવેદનીયજન્ય ક્ષુધા-તૃષા કેવલીને હોઇ શકે છે. પરંતુ મોહજન્ય બુભુક્ષા અને પિપાસા તેઓને હોતી નથી.
1251 :- अथ मोहनिरोधेनैव तपस्विनां तन्निरोधदर्शनात्तयोस्तज्जन्यमवसीयत इति चेत् ? न तेषां सर्वथा तन्निरोधाऽसिद्धेः, प्रतिपक्षभावनया बुभुक्षापिपासानिरोधेनैव तदभिभवाद्, अन्यथा शरीरकार्श्यादि . तत्कार्यविलोपप्रसङ्गात्।