________________
૩૮. ..
અધ્યાત્મમતપરી
. . ગાથા - ૭૭-૭૮
ઉત્થાન :- અહીં શંકા થાય કે રસદષ્ટાંતને સામે રાખીને કેવલીને અશાતા વેદનીયકર્મના ઉદયનો અનુભવ છે તેમ માનીએ તો, વિશેષાવશ્યક ગાથા ૫૭૩ના ઉત્તરાર્ધમાં તે અસુખદા નથી તેમ કહ્યું, તે કઈ રીતે ઘટે? તેથી ગ્રંથકાર કહે છે
ટીકાર્ય -તરણ:' - તે વચનનું મોટા સુખમાં નાના એવા કવલાહારાદિના ઔપયિક=ઉપાયરૂપ, સુધાદિ દુઃખનું અસત્કાયાપણાનું તાત્પર્યપણું છે, અને અલ્પનું અવિવક્ષણ અવિવક્ષા, ત્યાં ત્યાં દેખાય છે, અર્થાત્ ઘણાં શાસ્ત્રોમાં અલ્પની અભાવરૂપે વિવક્ષા કરેલી નયવિશેષથી દેખાય છે. ર લેવ” – અને જો એ પ્રમાણે ન માનીએ તો મોદક્ષયજન્ય સુખમાં અશાતાવેદનીયનું સ્વરૂપથી અવિરોધીપણું પ્રાપ્ત થવાના કારણે, તિક્તપ્રકૃતિક નિંબલવથી અનુવિદ્ધ એવા દુગ્ધઘટના દષ્ટાંતના અભિયાનની અનુપપત્તિ છે, એ પ્રમાણે દિશા છે.
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે કેવલીને મોહના ક્ષયથી કષાયના અભાવને કારણે જે સુખનો અનુભવ છે, તેમાં અશાતાવેદનીયનો સ્વરૂપથી વિરોધ છે તેથી તેમનું સુખ કાંઇક તેનાથી અનુવિદ્ધ બને છે, પણ પૂર્ણ સુખ રહેતું નથી. આમ છતાં, અશાતાવેદનીયનું વેદના અલ્પ હોવાને કારણે શાસ્ત્રમાં તેની વિરક્ષા કરેલ નથી. પરંતુ પૂર્વપક્ષીના આશય પ્રમાણે જો કેવલીને મોહના ક્ષયથી ક્ષાયિક સુખ માનીએ અને તેમને સુધા-તૃષારૂપ અશાતા નથી તેમ માનીએ તો અશાતા વેદનીયનો ઉદય ક્ષાયિક સુખનો અવિરોધી માનવો પડે, અને તેમસ્વીકારીએ તો વિશેષાવશ્યક ગાથા-૫૭૩માં દુગ્ધઘટમાં લીમડાના રસના લવ તુલ્ય અશાતાનો ઉદય છે એ પ્રકારનું જે દષ્ટાંત છે તે સંગત થાય નહિ.IIકશા
ઉત્થાન :- પૂર્વની ગાથામાં તીર્થકરને સુખવિપાક આપનારી પ્રકૃતિઓ હોય છે તે બતાવ્યું ત્યાં પૂર્વપક્ષી કહે છે, તો પણ સુધા-તૃષારૂપદુઃખને આપનાર પ્રકૃતિઓ કેવલીને નથી, તેથી આહારની પ્રવૃત્તિ કેવલીને નથી; તેના નિરાકરણ અર્થે દુઃખવિપાકને કહેનારાં વચનો બતાવે છે
અવતરણિકા - સુવિપાપલેવં પ્રવચનવઘનમુદ્ધાવ્ય વિપાર્વજોશોપવેશમપિતલુદ્ધવિતિ
અવતરણિકાર્ય - (કેવલીમાં) સુખવિપાકઉપદેશક પ્રવચન વચનને જણાવીને દુઃખવિપાકલેશઉપદેશક પણ તદ્દતેને=આગમવચનને, જણાવે છે. અર્થાત્ દુઃખવિપાકલેશ કેવલીઓને હોય છે, એવું આગમવચન જણાવતાં ગ્રંથકાર કહે છે
ભાવાર્થ - કેવલીમાં સુખવિપાકને કહેનારા વચનથી વેદનીયકર્મનો વિપાકોદય હોય છે તેમ બતાવીને, દુઃખના વિપાકના લેશને આપનારા અગિયાર પરીષહના વચનને બતાવીને, તેઓને સુધા-તૃષાદિ હોય છે એ બતાવવા અર્થે કહે છે -