________________
.
.
.
.
!
• • • • • • • .S૮૧
ગાથા - ૭૭.
અધ્યાત્મમતપરીક્ષ કહેલ છે, તેથી મોહના ક્ષયથી થતા ફાયિક સુખમાં વેદનીયકર્મનું તિરોધાન સ્વીકારી શકાય નહિ, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
તીર્થકરમાં લાયોપથમિક અને ઔપશમિકભાવનું ક્ષાયિકમાં અંતર્ભાવ કે તિરોધાન થાય છે એમ કહ્યું- તેનું તાત્પર્ય એ છે કે ભગવાનને છબકાળમાં દાનાદિ પાંચ લબ્ધિઓ ક્ષયોપશમભાવની હોય છે અને મતિ આદિ ત્રણ જ્ઞાન, સમ્યક્ત અને ચારિત્ર ક્ષયોપશમભાવવાળાં હોય છે, આમ છતાં, તે ક્ષયોપશમભાવ અતિ નિર્મળ કોટિનો હોવાથી ક્ષાવિકભાવની જેમ સર્વથા અતિચાર વગરનો હોય છે. જે રીતે ક્ષયોપશમભાવનાં ત્રણેય જ્ઞાનો અતિ નિર્મળ હોય છે અને લેશ પણ હીનકક્ષાને પામતાં નથી, તે જ રીતે સમ્યગ્દર્શન પણ અતિ નિર્મળ હોય છે, તેથી ક્ષાયિક ભાવની જેમ છબકાળમાં પણ અતિચારની સંભાવના હોતી નથી; અને ચારિત્ર ગ્રહણ કર્યા પછી ચારિત્ર અત્યંત શુદ્ધ અને ઉત્તરોત્તર વૃદ્ધિમતું હોય છે, અને દાનાદિ પાંચ લબ્ધિઓ પણ ક્ષાયિકભાવની જેમ છદ્મસ્થકાળમાં પણ દાનાંતરાયાદિત અલના વગર નિર્મળ કોટિની હોય છે, તેથી પરા કોટિનું દાન દીક્ષાકાળમાં તેઓ કરે છે, તેથી ક્ષયોપશમભાવનો ક્ષાયિકમાં અંતર્ભાવ છે તેમ કહેલ છે અથવા તો ક્ષાયિકમાં તિરોધાન છે એમ કહેલ છે.
કહેવાનો ભાવ એ છે કે છઘર્થીકાળમાં વર્તતો નિર્મળ કોટિનો ક્ષાયોપશમિકભાવ, ક્ષાયિકભાવને અત્યંત અભિમુખ હોવાથી, છબસ્થકાળમાં ક્ષાવિકભાવ નહિ હોવા છતાં ક્ષયોપશમભાવનો ક્ષાયિકભાવમાં અંતર્ભાવ છે કે તિરોધાન છે એમ કહેલ છે. અહીં વિશેષ એ છે કે અંતર્ભાવ અથવા તિરોધાન થાય છે એમ કહ્યું; તે કહેવા પાછળનું કારણ એ છે કે, કેવલજ્ઞાન વખતે ક્ષયોપશમભાવોના મતિજ્ઞાનાદિ ક્ષાયિકભાવમાં અંતર્ભાવ પામે છે એ પ્રમાણે એક નયનો મત છે, જ્યારે બીજા મત પ્રમાણે કેવલજ્ઞાનકાળમાં પાંચ જ્ઞાનો સ્વીકારાયાં છે, તેથી ક્ષયોપશમભાવના મતિજ્ઞાનાદિ ક્ષાયિકભાવના કેવલજ્ઞાનમાં તિરોધાન પામે છે, જેમ સૂર્યના પ્રકાશમાં તારાઓનો પ્રકાશ તિરોધાન થાય છે તેમ; એ બતાવવા અર્થે અંતર્ભાવ અને તિરોધાન કહેલ છે. અને ઔપશમિકભાવ યદ્યપિ તીર્થકરોને કોઈ હોતો નથી, તો પણ દેશોપશમના સર્વ કર્મની થાય છે અને તેનો આમ્નાય વિછિન્ન છે, તેને આશ્રયીને ઔપશમિકભાવને પણ અનુત્તર કહેલ છે, તેવી સંભાવના છે. ઉત્થાન .અહીં પૂર્વપક્ષી વિશેષાવશ્યકના કથનનું સમાધાન અન્ય રીતે કરે છે, તેને સામે રાખીને ગ્રંથકાર કહે
Ast:- न च प्रकृतिस्वरूपव्यावर्णनमात्रमेतदितरथा तासां कण्ठतोऽसुखजननाऽक्षमत्वाभिधानानुपपत्तेरिति वाच्यम्, रसदृष्टान्तोपन्यासात् तद्वचसो बंहीयसि सुखेऽल्पीयसः कवलाहाराद्यौपयिकक्षुदादिदुःखस्यासत्प्रायत्वतात्पर्यकत्वात्, दृश्यते चाल्पस्याविवक्षणं तत्र तत्र, न चेदेवं तर्हि मोहक्षयजन्ये सुखेऽसातवेदनीयस्य स्वरूपतोऽविरोधित्वेन तिक्तप्रकृतिकनिम्बलवानुविद्धदुग्धघटदृष्टान्ताभिधानानुपपत्तिरिति दिग्॥७७॥ ટીકાર્થ “નવ-વિશેષાવશ્યકનું આ કથન પ્રકૃતિસ્વરૂપના વ્યાવર્ણનમાત્રરૂપ છે, ઇતરથા તેઓની તે પ્રકૃતિઓની કંઠથી અસુખજનન અક્ષમત્વ અભિધાનની અનુપપત્તિ થશે, આ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકાર કહે છે કે "એમ ન કહેવું, કેમ કે રસદૃષ્ટાંતનો ઉપન્યાસ છે.