________________
૩૭૮............... અધ્યાત્મ પરીક્ષા........... ગાથા ૭૬-૭૭ ઉત્થાન ન હતુ....' થી ‘ક્ષારિવારિત્રપ્રસf' સુધીના કથનનું ‘
ત થી નિગમન કરે છે.
As:- तस्मात्तत्कर्मक्षयजन्यभावे तत्कर्मसत्तैव प्रतिबन्धिकेति युक्तमुत्पश्यामः।अथ युक्तिसिद्धमेवेदमिति चेत्? अहो अयुक्तिप्रियत्वं देवानांप्रियस्य यदत्र प्रसरति प्रद्वेषः। न च श्रुतविरुद्धमपीदं, श्रुते केवलिनि वेदनीयविपाकोदयोपदेशेन तथैव व्यवस्थानात्, प्रत्युत त्वदुक्तप्रदेशोदयस्यैव सिद्धान्ताऽसाक्षिकत्वात्।।७६॥
ટીકાર્ય તસ્મ-તે કારણથી તત્કર્મક્ષયજન્યભાવમાં–વેદનીયકર્મક્ષયજન્યભાવમાં, તત્કર્મની=વેદનીયકર્મની, સત્તા જ, પ્રતિબંધિકા છે એ પ્રમાણે અમે યુક્ત જોઇએ છીએ. અથ'થી પૂર્વપક્ષી કહે છે કે આ તત્કર્મક્ષયજન્યભાવમાં તત્કર્મની સત્તા જ પ્રતિબંધિકા છે આ, તમે કહ્યું તે યુક્તિસિદ્ધ જ છે, અર્થાત્ આગમસિદ્ધ નથી ફક્ત યુક્તિસિદ્ધ છે, એ પ્રમાણે પૂર્વપક્ષીનું કહેવું છે. તેને ગ્રંથકાર કહે છે કે અહો! દેવાનાંપિયનું અયુક્તિપ્રિયપણું! જે કારણથી અહીં આ યુક્તિયુક્ત પદાર્થ સિદ્ધ કર્યો ત્યાં, પ્રદ્વેષ પ્રસરે છે. રત્ર' અને આ = તત્કર્મક્ષયજન્યભાવ પ્રત્યે તત્કર્મની સત્તા પ્રતિબંધિકા છે એ કથન, શ્રતવિરુદ્ધ પણ નથી.
£ “શ્રતવિરુદ્ધમપી' અહીં જિ'થી એ સમુચ્ચય થાય છે કે યુક્તિસિદ્ધ તો છે જ પરંતુ શ્રતવિરુદ્ધ પણ નથી, અર્થાત્ આગમસિદ્ધ પણ છે. તેમાં હેતુ કહે છે‘શ્રત'-શ્રુતમાં=આગમમાં, કેવલીવિષયક વેદનીયકર્મના વિપાકોદયનો ઉપદેશ હોવાને કારણે, તે જ પ્રકારે=કેવલીને ક્ષાયિક સુખ નથી તે જ પ્રકારે, વ્યવસ્થાન છે. પ્રત્યુત=ઊલટું તારા વડે કહેવાયેલું પ્રદેશોદયનું જ સિદ્ધાંતમાં અસાક્ષીકપણું છેકસિદ્ધાંતને માન્ય નથી.il૭૬ll
અવતરણિકા - અથ દિપાવલોવયોપારેવ પ્રપતિ
અવતરણિકાW - હવે (કેવલીને) વેદનીયકર્મના વિપાકોદયના આગમમાં આવતા ઉપદેશનો જ વિસ્તાર કરે છે.
ગાથા :- आवस्सयणिजुत्तीइ पयडिपसत्थोदयोवएसेणं ।
णज्जइ ता सुहयाउ असुहप्पडिवक्खवयणेणं ॥७७॥ ( आवश्यकनियुक्तौ प्रकृतिप्रशस्तोदयोपदेशेन । ज्ञायते ताः सुखदा असुखप्रतिपक्षवचनेन (नात्) ।।७७॥ )
ગાથાર્થ-આવશ્યકનિયુક્તિમાં (તીર્થકરને) અસુખના પ્રતિપક્ષવચનરૂપપ્રશસ્ત પ્રકૃતિના ઉદયનો ઉપદેશ હોવાને કારણે તે પ્રકૃતિઓ સુખને આપનારી જણાય છે.