________________
ગાથા ૭૬ .............. અધ્યાત્મમત પરીક્ષા ................ ૩૭૭ ‘તથાપિ' - તો પણ લાઘવથી અને તારેવાતુતેિને?' આ પ્રમાણે ન્યાય હોવાથી ચરમદુ:ખધ્વંસજનક એવા વેદનીયકર્મક્ષયનું જ ક્ષાયિક સુખનું હેતુપણું છે. ર રેવં' - અને જો એ પ્રમાણે ન માનો તો, અર્થાત્ વેદનીયકર્મના ક્ષયને ક્ષાયિક સુખનો હેતુ ન માનો અને ગૌણ કે મુખ્ય દુઃખના અભાવને ક્ષાયિક સુખનો હેતુ માનો તો, મોહના ઉદયના અભાવમાત્રથી ઉપશાંતમોહગુણસ્થાનવર્તી જીવોને પણ ક્ષાયિક ચારિત્રનો પ્રસંગ આવશે.
ભાવાર્થ - ઐન્દ્રિયક સુખદુઃખનો વિલય ગાઢ ઊંઘમાં સંસારી જીવોને હોય છે અને કેવલીને સદા હોય છે, પરંતુ કેવલીમાં જે વખતે ઐન્દ્રિય, સુખદુઃખનો વિલય છે, તે જ કાળમાં તે ઐન્દ્રિયક સુખદુઃખના વિલયમાં વર્તતી જે સુખત્વ-દુઃખત્વ જાતિ છે, તેનો પ્રાગભાવ હોતો નથી; તેથી ઐન્દ્રિયક સુખદુઃખના વિલયના અધિકરણરૂપ જે કેવલીનો આત્મા તેમાં વર્તતો તજ્જાતીય એવા પ્રાગભાવનો અભાવ છે, અર્થાત્ ઐન્દ્રિયક સુખદુઃખની અંદરમાં વર્તતી જાતિના પ્રાગભાવનો અભાવ છે, તેથી તે પ્રાગભાવના અસમાનકાલીન એવો ઐન્દ્રિયક સુખદુઃખનો વિલય કેવલીમાં છે અને તે વિલય ક્ષાયિક સુખ પ્રત્યે હેતુ છે; જ્યારે સંસારી જીવોમાં ઐન્દ્રિયક સુખદુઃખમાં વર્તતી જે જાતિ છે તજાતીય પ્રાગભાવનો અભાવ નથી, તેથી તજાતીય પ્રાગભાવના સમાનકાલીન ઐન્દ્રિયક સુખદુઃખનો વિલય છે, પરંતુ પ્રાગભાવના અસમાનકાલીન નથી; તેથી સુષુપ્તિમાં ક્ષાયિક સુખનો પ્રસંગ પ્રાપ્ત થશે નહિ, એ પ્રકારે પૂર્વપક્ષીનું કહેવું છે. અને આ પ્રકારના લક્ષણનો પરિષ્કાર જે પૂર્વપક્ષીએ કર્યો તેને સ્વીકારીને ગ્રંથકાર તથાપિ'થી કહે છે કે, એ રીતે સ્વીકારવાથી સુષુપ્તિમાં ક્ષાયિક સુખ માનવાની આપત્તિ નહિ આવે તો પણ, કાર્યકારણભાવ માનવામાં લાઘવને સામે રાખીને વિચારીએ તો, અને તતો....' એ ન્યાયથી વિચારીએ તો, વેદનીયકર્મના ક્ષયને ક્ષાયિક સુખ પ્રત્યે હેતુ માનવું ઉચિત છે. - અહીં વિશેષ એ છે કે ક્ષાયિક સુખના પ્રતિપંથી ગૌણ કે મુખ્ય દુઃખને માનીએ અને તેનો અભાવ ક્ષાયિક સુખ પ્રતિ કારણ છે એમ માનીએ, તો સુષુપ્તિમાં દોષ આવ્યો; તેના નિવારણ માટે તે દુઃખનો અભાવ વિશિષ્ટ માનવો પડ્યો, જે સ્વમાનધિ 'થી બતાવેલ છે. તેની અપેક્ષાએ વેદનીયકર્મક્ષયને ક્ષાયિક સુખ પ્રતિ હેતુ માનવામાં લાઘવ છે, અને તે વિશિષ્ટ વિલયમાં શરીરકૃત અને ઉપસ્થિતિકૃત ગૌરવ છે, અને તર્ધ્વતો:' એ ન્યાયથી પણ-વેદનીયકર્મક્ષયનું ક્ષાયિક સુખ પ્રતિ હેતુપણું છે. તેથી વેદનીયકર્મના ક્ષયથી ચરમદુઃખધ્વંસ અને એ ચરમદુઃખધ્વસથી ક્ષાયિક સુખ એમ માનવું ઉચિત નથી.
આશય એ છે કે પૂર્વપક્ષીએ કહેલ કે વેદનીયકર્મ ગૌણ કે મુખ્ય દુઃખ પેદા કરીને ચરિતાર્થ થઇ જાય છે, અને ગૌણ કે મુખ્ય દુઃખ જ ક્ષાયિક સુખને અટકાવે છે, તેનું નિરાકરણ કરતાં કહે છે કે ક્ષાયિક સુખનું કારણ દુઃખધ્વસ અને તે દુ:ખધ્વંસનું કારણ વેદનીયનો ક્ષય, એમ માનવા કરતાં ‘તતો: 'એ ન્યાયથી વેદનીયકર્મના ક્ષયને જ સાયિક સુખનું કારણ માનવું ઉચિત છે.
'તતઃ ' ન્યાયનું તાત્પર્ય એ છે કે ઘટનું કારણ ભૂમિ અને ભ્રમિનું કારણ દંડ, એમ માનવું તેના કરતાં દંડને જ ઘટના પ્રત્યે કારણ માનવું ઉચિત છે, તેમ પ્રસ્તુતમાં ક્ષાયિક સુખ પ્રત્યે દુઃખક્ષય, અને દુઃખક્ષય પ્રત્યે વેદનીયકર્મનો અનુદય માનીને કેવલીને વેદનીયકર્મનો પ્રદેશોદય છે, તેમ કહીને ક્ષાયિક સુખ કહેવું ઉચિત નથી, પણ સાયિક સુખ પ્રત્યે વેદનીયકર્મના ક્ષયને જ હેતુ માનવું ઉચિત છે, અને તેમ ન માનો તો ૧૧માં ગુણસ્થાનકમાં મોહનીયકર્મનો વિપાકોદય નથી તેથી ૧૧માં ગુણસ્થાનકે પણ ક્ષાયિક ચારિત્ર માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.