________________
પ૯૦
અધ્યાત્મમત૫રીક્ષા
. . . . .
ગાથા - ૧૨૩
6 વર્જેિન c
એ શબ્દ સામેવનું વિશેષણ છે.
ટીકાર્ય - અર્થવં “૩ાથથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે આ પ્રમાણે અવિરત ક્ષાયિકસમ્યગ્દષ્ટિ દેશથી કૃતકૃત્ય છે અને કેવલી દેશોથી કૃતકૃત્ય છે આ પ્રમાણે, દેશમૃતકૃત્યત્વ બંનેમાં હોવાથી “કેવલી કૃતકૃત્ય છે અને અવિરત (ક્ષાયિક)સમ્યગ્દષ્ટિ કૃતકૃત્ય નથી” એ પ્રમાણે વ્યવહાર કેવી રીતે થશે? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છેમોટા પણ તળાવમાં “સમુદ્રમહાન છે, તળાવ (મહાન) નથી” એ પ્રમાણે સમુદ્રની અપેક્ષાએ મહત્ત્વ-અભાવના વ્યવહારની જેમ કેવલીની અપેક્ષાએ (અવિરત ક્ષાયિકસમ્યક્તીમાં) કૃતકૃત્યપણાના અભાવનું વિષયપણું છે.
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે “સમુદ્ર મહાન છે તળાવ નહિ” એની જેમ “કેવલી કૃતકૃત્ય છે અવિરત (ક્ષાયિક)સમ્યગ્દષ્ટિ નહિ,” એ પ્રકારે કેવલીની અપેક્ષાએ કૃતકૃત્યત્વના અભાવનો વ્યવહાર અવિરત સાયિકસમ્યગ્દષ્ટિમાં થાય છે. અહીં શંકા થાય કે જ્યારે “કેવલી કૃતકૃત્ય છે અવિરત ક્ષાયિકસમ્યગ્દષ્ટિ નહિં આવો પ્રયોગ ન હોય ત્યારે કેવલી અવધિત્વનો પ્રતિભાસ ત્યાં કઈ રીતે થઈ શકે? અર્થાત્ ન થઈ શકે. જેમ “સમુદ્ર મહાન છે તળાવ નથી” એમ પ્રયોગ થઈ શકે, પરંતુ મોટા તળાવને જોઈને આ તળાવ મહાન નથી એમ કહી શકાય નહિ. તેથી કહે છે
ટીકાર્ય - “તવધિવત્વે સંનિધિ આદિથી સિદ્ધ તદ્ અવધિકત્વ કેવલીઅવધિત્વ, ત્યાં= અવિરત ક્ષાયિકસમ્યગ્દષ્ટિ મહાન નથી એ પ્રયોગ થાય છે ત્યાં, ભાસે છે, એ પ્રમાણે વ્યવહારપદ્ધતિ છે. વળી નિશ્ચયનય અખંડ જ વસ્તુ માને છે, જેથી કરીને સર્વથા કૃતકૃત્ય એવા સિદ્ધને જ તે=નિશ્ચયનય, કૃતકૃત્ય કહે છે, અન્યને= ભવસ્થકેવલી આદિને, નહિ. II૧૨૩
ભાવાર્થ:- “
તfધર્વ તાત્પર્ય એ છે કે કૃતકૃત્ય શબ્દનો અર્થ આ પ્રમાણે છે- સાધકને સંસારમાં મોહનો ક્ષય કરવો એ જ કૃત્ય ભાસે છે, તેથી મોહનો ક્ષય જેણે કર્યો હોય તેને જ કૃતકૃત્ય કહેવાય, અર્થાત્ સર્વ સાધવા યોગ્ય કૃત્ય કરી લીધાં છે એમ કહેવાય, એ પ્રકારે પ્રતિભાસ થાય છે. અને મોહનો ક્ષય કરનાર તરીકે મોહક્ષય કરેલ કેવળી જ તેમને દેખાય છે. તેથી અવિરત ક્ષાયિકસમ્યગ્દષ્ટિને પણ આ કૃતકૃત્ય છે કે નહિ એમ વિચાર કરવા જયારે તે તત્પર થાય છે ત્યારે બુદ્ધિમાં કેવલીની જ સંનિધિ થાય છે, તેથી બુદ્ધિની સંનિધિ આદિથી સિદ્ધ કેવલીઅવધિત્વ ભાસે છે. તેથી અવિરત ક્ષાયિકસમ્યગ્દષ્ટિમાં “આ કૃતકૃત્ય નથી” તેવો વ્યવહાર થાય છે.
સન્નિધ્યાતિથી કહ્યું ત્યાં “વિ પદથી “વ્યવહારની રૂઢિ ગ્રહણ કરવાની છે. તેની સંગતિ આ રીતે છે - કૃતકૃત્ય શબ્દનો અર્થ સાધકને મોહક્ષયવાળી વ્યક્તિ જ ભાસવાને કારણે વ્યવહારમાં કૃતકૃત્ય શબ્દથી કેવલી જ પ્રસિદ્ધ થાય છે, અને વ્યવહારની પ્રસિદ્ધિથી સિદ્ધ અર્થાત્ વ્યવહારમાં તથા પ્રકારની રૂઢિને કારણે સિદ્ધ, એવું કેવલીઅવધિત્વ ત્યાં = “અવિરત ક્ષાયિકસમ્યગ્દષ્ટિ કૃતકૃત્ય નથી” એ પ્રયોગમાં, ભાસે છે. માટે અવિરત ક્ષાયિકસમ્યગ્દષ્ટિ કૃતકૃત્ય નથી એમ વ્યવહાર થાય છે. II૧૨૩