________________
ગાથા - ૧૨૩,............ અધ્યાત્મમત પરીક્ષા
૫૮૯
ટીકાઃ- વનનિર્વપિ વતન રારિબારિયાત ઉર્વનિરાલાનેવાત? 8 ते ज्ञानादिगुणाः? उच्यते-ज्ञानावरणक्षयात् केवलज्ञानं, दर्शनावरणक्षयात् केवलदर्शनं, मोहक्षयात् क्षायिकसम्यक्त्वचारित्रे, अन्तरायक्षयाद्दानादिलब्धिपञ्चकं चेति। यद्यपि निखिलकर्मक्षयजन्यनिखिलगुणभाजनतया सिद्ध एव कार्येन कृतकृत्यस्तथापि कर्मचतुष्टयक्षयजन्यगुणभाजनतया केवली देशकृतकृत्यो वेदितव्यः। न चाविरतक्षायिकसम्यग्दृशोऽप्येवं कृतकृत्याः प्रसजेयुर्नित्यविशेषापत्ति(? रविशेषापत्ते )रिति शङ्कनीयं, तेषां देशेन कृतकृत्यत्वं, केवलिनां तु देशैः कृतकृत्यत्वमिति विशेषात्।
; “પ્રસનેવિશેષાપત્તિતિ' અહીં પ્રસનેરિત્યવિશેષાપત્તિપિતિ પાઠ શુદ્ધ ભાસે છે.
ટીકાર્ય - “વત્નમન્નિત્વે' કેવલીઓને કવલભોજીપણું હોવા છતાં પણ જ્ઞાનાદિ ગુણના અપ્રતિઘાતથી કૃતકૃત્યપણું નિરાબાધ જ છે. શાનાથી તે જ્ઞાનાદિ ગુણો પ્રગટ થયા અને કયાં તે જ્ઞાનાદિગુણો છે તે કહે છેજ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી કેવલજ્ઞાન, દર્શનાવરણીયકર્મના ક્ષયથી કેવલદર્શન, મોહક્ષયથી ક્ષાયિક સમ્યક્ત અને ક્ષાયિક ચારિત્ર અને અંતરાયકર્મના ક્ષયથી દાનાદિપાંચલબ્ધિરૂપ ગુણો કેવલીઓને પ્રગટ થાય છે.
પિ' જો કે નિખિલસંપૂર્ણ, કર્મક્ષયજન્યસંપૂર્ણગુણના ભાજનપણાથી સિદ્ધભગવંત જ સંપૂર્ણપણાથી કૃતકૃત્ય છે, તો પણ કર્મચતુષ્ટયક્ષયજન્ય ગુણના ભાજનપણાથી કેવલી દેશકૃતકૃત્ય જાણવા.
દર “રૂતિ' શબ્દ કેવલીને શેનાથી જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે, અને ક્યા ગુણો છે તે કથનની સમાપ્તિ માટે છે.
' અને અવિરત સાયિકસમ્યગ્દષ્ટિઓ પણ આ રીતે કૃતકૃત્ય થશે, એ પ્રમાણે કેવલી અને અવિરત ક્ષાયિકસમ્યગ્દષ્ટિને અવિશેષથી કૃતકૃત્ય માનવાની આપત્તિ આવશે એમ શંકા ન કરવી, કેમ કે તેઓને= અવિરત સાયિકસમ્યગ્દષ્ટિઓને, દેશથી કૃતકૃત્યપણું છે, વળી કેવલીઓને દેશો વડે કૃતકૃત્યપણું છે એ પ્રમાણે વિશેષ છે.
ભાવાર્થ - પૂર્વપક્ષીને કહેવાનું તાત્પર્ય એ છે કે ચાર ઘાતકર્મના ક્ષયથી થયેલ ગુણો કેવલીમાં હોવાથી કેવળી પણ દેશ કૃતકૃત્ય કહેવાય છે, એ રીતે તો અવિરત ક્ષાયિકસમ્યક્તીને પણ દેશ કૃતકૃત્ય કહેવા પડશે. કારણ કે તેઓને પણ દર્શનમોહનીયના ક્ષયથી ક્ષાયિકસમ્યકત્વગુણ પ્રકટ થયો જ હોય છે. તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે અવિરત ક્ષાયિકસમ્યગ્દષ્ટિઓ એક જ અંશથી કૃતકૃત્ય હોય છે, જયારે કેવલીઓ અનેક અંશોથી કૃતકૃત્ય હોય છે. આટલો બન્નેમાં તફાવત છે.
ટીકા -શૈવં“વત્ની વૃતવૃત્વઃ, તત્વવિરતીતિ કર્થ વ્યવહાર તિ વે? વનિરપેક્ષ્ય कृतकृत्यत्वाभावविषयत्वात्, महत्यपि तडागे “समुद्रो महान्, न तडागः" इति समुद्रमपेक्ष्य महत्त्वाभावव्यवहारवत्, तदवधिकत्वं च सन्निध्यादिसिद्धं तत्र भासत इति व्यवहारपद्धतिः। निश्चयस्त्वखण्डमेव वस्तु मन्यत, इति कात्स्येन कृतकृत्यं सिद्धमेव स कृतकृत्यमाह नान्यम्॥१२३॥