________________
ગાથા - ૧૨૦-૧૨૧
અધ્યાત્મમતપરીક્ષા
૫૮૫
વળી શાસ્ત્રમાં ભગવાનને અદશ્ય આહાર-નીહારાદિ કહ્યા હોવાથી નીહારાદિ હોતા જ નથી એવી કલ્પના કરવી ઉત્સૂત્ર છે. એથી ઉત્સૂત્રથી હણાયેલા તમારા કુતર્કનો નિરાસ ક૨વાના પ્રયત્નથી સર્યું. II૧૨૦ના
અવતરણિકા :- અથ થો ભાવતાં મુખ્યમાવમતિશયમેવ મન્યતે તમુપસિતુમાહ
અવતરણિકાર્ય :- જેઓ ભગવાનના ભુક્તિઅભાવ અતિશયને જ માને છે અર્થાત્ ‘કવલાહાર ન હોવો’ એ કેવળીઓનો અતિશય જ છે એવું માને છે, તેનો ઉપહાસ કરતાં ગ્રંથકાર કહે છે
जो पुण भुत्तिअभावो केवलिणो अइसउ त्ति जंपेइ । सो वायामितेणं साहेउ सुहं खपुप्कंपि ॥ १२१ ॥
( यः पुनर्भुक्त्यभावः केवलिनोऽतिशय इति जल्पति । स वाङ्मात्रेण साधयतु सुखं खपुष्पमपि ॥१२१॥ )
ગયા
ગાથાર્થ :- ભુક્તિનો=કવલાહારનો, અભાવ કેવલીનો અતિશય છે એ પ્રમાણે, જે કહે છે તે વચનમાત્રથી આકાશપુષ્પને પણ સુખપૂર્વક (સહેલાઇથી) સિદ્ધ કરે.
टी$1 :- यः खलु केवलिनां कुतो न भुक्ति? इति प्रश्ने भुक्त्यभावातिशयादित्युत्तरयति स खलु चक्षुषी निमील्य प्रश्नमेवोत्तरयति । किञ्चास्य देवानांप्रियस्य निजवाग्लीलामात्रेणैवासिद्धसाधनकुतूहलकृतो गगनकुसुममप्यात्मलाभाय प्रष्टव्यं स्यात् ।
ટીકાર્ય :- ‘ય: હતુ’ જેઓ “કૈવલીને ભુક્તિ કેમ નથી?’ એ પ્રમાણે પ્રશ્નમાં “ભુક્તિના અભાવનો અતિશય હોવાથી’’ એમ ઉત્તર આપે છે, તેઓ ખરેખર આંખો મીંચીને જ પ્રશ્નનો ઉત્તર આપે છે. વળી આ દેવાનાંપ્રિયને પોતાના વચનની લીલામાત્રથી જ અસિદ્ધને સિદ્ધ કરવાના કુતૂહલકૃત આકાશપુષ્પ પણ આત્મલાભ માટે=અસ્તિત્વ માટે, પૂછવા યોગ્ય થાય. અર્થાત્ આકાશપુષ્પને પણ કેમ તે સિદ્ધ કરતો નથી એમ પૂછવું જોઇએ.
ભાવાર્થ :- આશય એ છે કે બોલવામાત્રથી કંઇ આકાશપુષ્પ ઉત્પન્ન થઇ જતું નથી, તેમ કેવળીઓને ભોજનના અભાવરૂપ અતિશય પણ બોલવામાત્રથી ઉત્પન્ન થઇ જતો નથી.
टीst :- अथ भुक्त्यभावातिशयोपदेशकागमाद्भुक्त्यभावः साध्यत इति तात्पर्यमिति चेत् ? न, भुक्तिप्रतिपादकस्यैवागमस्य व्यवस्थितत्वाद्, आहारनीहारविधेरदृश्यत्वस्यैवातिशयस्योपदेशाद्, एनमुल्लङ्घ्य भुक्त्यभावातिशयोपदेशकशास्त्रप्रणयने महद्वैपरीत्यमिति कियन्तो वा दधिमाषभोजने कृष्णा विवेचनीया: ?