________________
૫૮૪
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૨૦
‘મોઢે પતિ ’ અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે કે, મોહ હોતે છતે આહારનો અવશ્યભાવ છે, એ પ્રમાણે આ નિયમને ઉલ્લંઘીને તે=આહાર વિના પણ શરીરસ્થિતિપ્રયોજક અતિશય, કલ્પી શકાતો નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે -
‘વત્તાારે' કવલાહાર હોતે છતે નિર્ધારનો=મલવિસર્જનનો, અવશ્યભાવ છે, એ પ્રમાણે નિયમને ઉલ્લંઘીને અપર પણ=‘કેવળીઓને નિર્ઝાર હોતો નથી' એવો અતિશય પણ, શી રીતે કલ્પી શકાય? ‘રસીભૂત’અહીં પૂર્વપક્ષી કહે છે કે, રસીભૂત આહારપુદ્ગલોનું આહારપર્યામિઆદિ દ્વારા નીરસીકરણ જ–નીરસ કરવું એ જ નિર્ધાર છે, એ પ્રમાણે ઉક્ત કલ્પનામાં ઉક્ત નિયમનો અતિક્રમ થતો નથી. (તેને ગ્રંથકાર કહે છે કે) એ પ્રમાણે રિક્ત=ફોગટ વચન છે. તેમાં હેતુ કહે છે
‘તસ્ય’ તેનું=૨સીભૂત આહારપુદ્ગલોનું આહારપર્યાપ્તિ દ્વારા નીરસીકરણનું નિર્હારપદથી અવાચ્યપણું છે. અર્થાત્ તેવું નિરસીકરણ નિર્ણા૨પદથી વાચ્ય નથી.
પૂર્વપક્ષીએ કરેલા નિર્હાર પદનો અર્થ સ્વીકારીને નિરાક૨ણ ક૨વા અર્થે બીજો હેતુ કહે છે‘વલાહારસ્વ’ અથવા કવલાહારનું નિર્ધારવિશેષવડે વ્યાપ્તપણું છે અર્થાત્ કવલાહારનું નિરસીકરણરૂપ નિર્ધા૨સામાન્ય નહિ પણ નિર્ધારવિશેષ=પુરીષાદિ નિર્ગમનરૂપ નિર્હરવિશેષ વડે વ્યાપ્તપણું છે. અર્થાત્ કવલાહાર હોય તો પુરીષાદિ વિસર્જનરૂપ નિહવિશેષ હોય જ, એવી વ્યાપ્તિ હોવાથી પુરીષાદિ તો માનવા જ પડે છે. એથી કરીને ઉત્સૂત્રથી ઉપહત=હણાયેલા, કુતર્કનિરાસના પ્રયાસ વડે=પ્રયત્ન વડે શું? II૧૨૦ll
ભાવાર્થ :- ‘તેન’ પૂર્વપક્ષીને એ કહેવું છે કે, ભગવાનને જન્મથી આહારગ્રહણ હોય છે, પરંતુ નીહાર જુગુપ્સનીય હોવાથી ભગવાનને હોતો નથી; અને તેમાં તે તપ્ત અયોગોલકના દૃષ્ટાંતથી કહે છે કે જેમ તપ્ત અયોગોલક ઉપર જળ નાંખવાથી ભસ્મ થાય છે, તેમ ભગવાનનો જઠરાગ્નિ તીવ્ર હોવાને કારણે ગ્રહણ કરેલો આહાર તેનાથી ભસ્મ થાય છે. આ પ્રકારના દૃષ્ટાંત દ્વારા પૂર્વપક્ષીએ જે કથન કર્યું તે, પૂર્વમાં સિદ્ધાંતકારે સિદ્ધ કર્યું કે આહારપર્યા×િસહકૃતજઠરાગ્નિ રસીભૂતઆહા૨પરિણિતિવિશેષમાં નિયામક છે, એ કથનથી નિરસ્ત થઇ જાય છે. અને વળી તેને વિશેષ યુક્તિથી નિરાસ કરતાં ગ્રંથકાર કહે છે કે, આવા પ્રકારની શાસ્ત્રને અમાન્ય એવી અતિશયની કલ્પના કરવા કરતાં આહાર વગર જ ભગવાનનું શરીર ટકી શકે છે તેવો અતિશય કેમ કલ્પના કરતા નથી? ત્યાં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, તીર્થંકરોને છદ્મસ્થાવસ્થામાં મોહ હોય છે, અને મોહવાળી અવસ્થામાં આહારનો અવશ્યભાવ હોય છે; આથી કરીને અમે ભગવાનને આહાર ગ્રહણ માનીએ છીએ, અને નીહારને માનતા નથી; કેમ કે નીહાર જુગુપ્સનીય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, જેમ મોહની સાથે આહારની વ્યાપ્તિ છે તેમ કવલાહારની સાથે મલવિસર્જનની વ્યાપ્તિ છે, તેથી કેવલીને આહાર હોય છે તેમ મલવિસર્જનની ક્રિયા પણ અવશ્ય હોય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે આહાર સાથે નીહાર અવશ્ય છે એ નિયમમાં નીહારનો અર્થ મલવિસર્જન નથી, પરંતુ કવલાહાર કર્યા પછી રસરૂપે થયેલ આહારપુદ્ગલોને આહા૨૫ર્યાપ્તિ આદિથી નિરસ કરવું એ જ નીહારનો અર્થ છે, તેથી કેવલીને મલવિસર્જનરૂપ નીહાર નથી એમ માનવામાં કોઇ બાધ નથી. તેને ગ્રંથકાર કહે છે કે એ વાત તારી નકામી છે. તેમાં બે હેતુ ગ્રંથકારે આપેલ છે જેનું સ્પષ્ટીકરણ ઉપર ટીકાર્થમાં‘તસ્ય’અને‘વનાહાસ્ય’ એ બે પ્રતિકથી કરેલ છે જે ત્યાંથી જોડવું.