________________
૫૮૬
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૨૧
* ‘વિયતો વા' અહીં ‘વા’કાર ‘વ’કારાર્થક છે.
ટીકાર્ય :- ‘અથ' ‘અથથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે ભોજનાભાવઅતિશયના ઉપદેશક=જણાવનાર, આગમવચનથી ભુક્તિનો અભાવ સ્વીકારાય છે એ પ્રમાણે અમારું કહેવાનું તાત્પર્ય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે ભુક્તિપ્રતિપાદક જ આગમનું વ્યવસ્થિતપણું છે. કેમ કે (આગમમાં) આહાર-નીહારવિધિના અદૃશ્યપણાના જ અતિશયનો ઉપદેશ=કથન, છે. આને ઉલ્લંઘીને અર્થાત્ ઉક્ત આગમવચનને ઉલ્લંઘીને ભોજનાભાવાતિશયના ઉપદેશક શાસ્રના પ્રણયનમાં=બનાવવામાં, મહાન વિપરીતપણું છે.
ભાવાર્થ :- પૂર્વપક્ષીએ કહ્યું કે, ભોજનાભાવઅતિશયને જણાવનાર આગમવચનથી અમે ભુક્તિઅભાવને સ્વીકારીએ છીએ પણ નિજવચનમાત્રથી નહિ, તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એ રીતે પણ ભોજનાભાવ સિદ્ધ થતો નથી; કારણ કે આહાર-નીહારવિધિ અદશ્ય હોય છે, એવા ઉપદેશવચનથી આગમ તો ભુક્તિનું જ પ્રતિપાદન કરે છે. આવા આગમના વચનનું ઉલ્લંઘન કરીને ભુક્તિઅભાવઅતિશયના પ્રતિપાદક આગમની રચના કરવામાં મહાન વિપરીતપણું છે.
ટીકાર્ય :- ‘કૃતિ વિજ્યન્તો' એથી કરીને દધિમાષના ભોજનમાં કેટલા જ કાળા દાણા કાઢવા?
ભાવાર્થ :- આશય એ છે કે અડદ-દહીંના ભોજનમાં અડદ હોવાથી કાળા દાણા નીકળ્યા જ કરે, તેમ પૂર્વપક્ષીની માન્યતાઓ દોષોથી યુક્ત હોવાથી તેમાંથી દોષો નીકળ્યા જ કરે છે.
ટીકા :- વિશ્વાયું ન તીર્થતામતિશય:, સામાન્યòવત્તિસાધારëાત્, નાપિ વસ્તિનામેવ, હેવારિसाधारण्यात्, अत एव न घातिकर्मक्षयसमुत्थोऽयमतिशय:, घातिकर्मक्षयं विनापि देवादीनां तत्श्रवणात्। अथ देवानां भुक्त्यभावो न मोहक्षयाधीनः, किन्तु कारणान्तरवैकल्यप्रयुक्तः, इति मोक्षज भुक्त्यभावो भगवतामतिशय इति चेत् ? न, भुक्तेर्मोहजन्यत्वनिरासेन तदभावस्य तत्क्षयाऽजन्यत्वात्। नापि देवकृतः आत्मगतगुणोत्कर्षरूपस्यातिशयस्य तैरकरणाद्। नापि साहजिकः, उभयवाद्यनभ्युप न किंचिदेतत्॥१२१॥
ટીકાર્ય :- ‘વિજ્જ ' વળી આ=ભુક્તિનો અભાવ, તીર્થંકરોનો અતિશય નથી, કેમ કે સામાન્યકેવલીસાધારણ છે. વળી કેવલીઓનો જ અતિશય નથી, કેમ કે દેવાદિસાધારણ છે.
‘અત વ’ આથી કરીને જ=ભુક્તિનો અભાવ સામાન્યકેવલી અને દેવાદિસાધારણ છે આથી કરીને જ, ઘાતીકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ આ=ભુક્તિનો અભાવ, અતિશય નથી; કેમ કે ઘાતીકર્મક્ષય વિના પણ દેવાદિઓને