________________
૫૬૬
અધ્યાત્મમત પરીક્ષા ...... . ગાથા: ૧૧૬-૧૧૭.. સાત ધાતુ અંતર્ગત પદાર્થ છે, તેથી પૂર્વપક્ષી વડે પણ પરમૌદારિકશરીર ધાતુવાળું સ્વીકૃત થાય છે. તેથી પૂર્વપક્ષીના મત પ્રમાણે પરમૌદારિકશરીર પૂર્વના ઔદારિકપર્યાયના ત્યાગ દ્વારા પર્યાયાંતરની પ્રાપ્તિના કેવલ સ્વીકારરૂપ થાય છે, પણ નહિ કે ધાતુરહિતરૂપે. તેથી પરમૌદારિકનું વનસ્પતિ સદશપણું નથી. તેથી પરમ ઔદારિકશરીરને પણ કવલાહારની અપેક્ષા રહે છે.
અહીં વિશેષ એ છે કે, પૂર્વપક્ષી (દિગંબર) પરમૌદારિકશરીરને ધાતુરહિત છે એમ પણ કહેતો નથી અને ધાતુવાળું છે એમ પણ કહેતો નથી; પરંતુ તેમના સિદ્ધાંત પ્રમાણે પરમૌદારિકશરીરને આહારની અપેક્ષા નથી, જયારે સિદ્ધાંતકારે અનુમાન દ્વારા આહારની અપેક્ષા સિદ્ધ કરી. ત્યાં પૂર્વપક્ષીએ કહ્યું કે, જેમ વનસ્પતિમાં કવલાહારની અપેક્ષા નથી તેમ પરમૌદારિકમાં પણ કવલાહારની અપેક્ષા નથી. ત્યાં સિદ્ધાંતકારે કહ્યું કે, ધાતુવાળાં બધાં શરીરોને કવલાહારની અપેક્ષા છે. ત્યારે પૂર્વપક્ષી કહે છે કે, પરમૌદારિકશરીર ધાતુરહિત છે તેમ માની લો, તેથી વનસ્પતિની જેમ પરમૌદારિકશરીરને કવલાહારની અપેક્ષા નથી. તેથી ધાતુમત્ત્વને ઉપલક્ષણ કહીને સિદ્ધાંતકારે હેતુને સાધ્યનો ગમક બનાવ્યો, અને ત્યારપછી વિશેષણરૂપે સ્વીકારીને પણ કહ્યું કે, પૂર્વપક્ષી(દિગંબર) પણ કેવલીમાં સંઘયણ માને છે, તેથી સંઘયણ ઉપષ્ટબ્ધ એવું પરમૌદારિકશરીર ધાતુવાળું જ છે તેમ અર્થથી તેમને અભિમત જ છે. તેથી દિગંબરના સિદ્ધાંત પ્રમાણે પરમૌદારિકશરીર પૂર્વના ઔદારિક પર્યાયના ત્યાગથી પર્યાયાન્તરની પ્રાપ્તિરૂપ બને છે પણ ધાતુરહિતરૂપે નહિ, તેથી પરમૌદારિકશરીર વનસ્પતિ જેવું છે એમ કહી શકાય નહિ. માટે પરમૌદારિક શરીરને કવલાહારની અપેક્ષા છે એ પ્રમાણે પૂર્વમાં કહેલું અનુમાન સંગત જ છે.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે છે કે, ઔદારિકત્વાવચ્છિન્ન કાર્ય પ્રત્યે આહારપુગલત્વેન આહારપુગલની હેતુતા છે, અને તે રીતે પરમૌદારિકશરીર પણ ઔદારિકરૂપ છે, તેથી પરમૌદારિકને આહારપુદ્ગલની આવશ્યકતા રહે; પરંતુ જેમ વનસ્પતિ આદિ આહારપુગલો લોમાહારથી ગ્રહણ કરે છે, તેમ કેવલીને પણ કેવલ લોમાહાર છે પણ કવલાહાર નથી; આ રીતે માનવામાં લાઘવ છે. કેમ કે ઔદારિકત્વાવચ્છિન્ન કાર્ય પ્રત્યે આહાર પુદ્ગલત્વેના હેતુતા માનવામાં કાર્યતાવરચ્છેદક અને કારણતાવચ્છેદક લઘુ થાય છે, જ્યારે ધાતુમન્ ઔદારિકશરીરત્નાવચ્છિન્ન કાર્ય પ્રત્યે કવલાહારપુદ્ગલત્વેન હેતુતા માનવાથી ગૌરવ થાય છે. તેથી ગ્રંથકાર કહે છે
ટીકા સહુ વારિત્નાવચ્છિદંપ્રત્યેવાહરપુદ્રતત્વે હેતુત નાયવથાપિપરિવહીपेक्षस्थितिकमेवेति सिद्धम्॥११६॥
ટીકાર્ય - મહુવા' અથવા તો ઔદારિકત્વાવચ્છિન્ન કાર્ય પ્રતિ લાઘવથી આહારપુદગલત્વેન હેતુતા હો, તો પણ પરમૌદારિકશરીર કવલાહારસાપેક્ષસ્થિતિવાળું છે, એ પ્રમાણે સિદ્ધ છે. ll૧૧૬ll
ભાવાર્થ -પરમ ઔદારિકશરીર પણ ધાતુમત શરીરવાળું છે અને જે જે ધાતુમન્ શરીર હોય છે તે તે કવલાહારસાપેક્ષ છે, એ પ્રકારની વ્યાતિ પ્રત્યક્ષથી દષ્ટ છે. તેથી પરમ ઔદારિકશરીર પણ તેવું જ છે, એ પ્રમાણે સિદ્ધ છે.I૧૧દા
અવતરણિકા :- અથ વત્નાહાર સ્વીકારે વનિનાં તwીમતિજ્ઞાનોત્પત્તિ પરિતિ