________________
ગાથા - ૧૧૭
અધ્યાત્મમતપરીક્ષા
૫૬૭
-
અવતરણિકાર્ય :- ‘અથ’થી પૂર્વપક્ષી કહે છે કે, કવલાહારના સ્વીકારમાં કેવલીને ‘તજન્ય’=કવલાહારજન્ય, મતિજ્ઞાનની ઉત્પત્તિનો પ્રસંગ આવશે, તે શંકાનો પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે
ગાથાઃ
ण य मइणाणपसत्ती कवलाहारेण होइ केवलिणो । पुप्फाईअं विसयं अण्णह घाणाइ गिहिज्जा ॥११७॥ (न च मतिज्ञानप्रसक्ति: कवलाहारेण भवति केवलिनः । पुष्पादिकं विषयं अन्यथा घ्राणादि गृह्णीयात् ॥११७॥
ગાથાર્થ ઃ- કવલાહાર વડે કેવલીઓને મતિજ્ઞાનની પ્રસક્તિ આવતી નથી, અન્યથા=કેવલીને મતિજ્ઞાનની પ્રસક્તિ માનો તો, કેવલીની ઘ્રાણેન્દ્રિયાદિ પુષ્પાદિક વિષયને ગ્રહણ કરે.
ટીકા :- ન હતુ વતાહારમાàળ ભાવતાં રસનેન્દ્રિયજ્ઞન્યજ્ઞાનોત્પત્તિપ્રસઙ્ગ, વિષયસપિ મતિજ્ઞાનાवरणक्षयोपशमरूपतत्कारणीभूतलब्धीन्द्रियाभावात्, अन्यथा सभाभूमौ सुरविकीर्णबहलकुसुमपरिमलादपि घ्राणेन्द्रियोद्भवमतिज्ञानप्रसङ्गात्। उक्तं च- 'नाद्यः पक्षः, तावन्मात्रेण रसनेन्द्रियज्ञानाऽसंभवात्, अन्यथाऽमरनिकरनिरन्तरनिर्मुक्तकुसुमपरिमलादिसंबन्धात् घ्राणेन्द्रियज्ञानमपि भवेद्' इति ।
ટીકાર્થ :- ‘ન હતુ’ ખરેખર કવલાહારમાત્રથી ભગવાનને રસનેન્દ્રિયજન્ય જ્ઞાનની ઉત્પત્તિનો પ્રસંગ આવતો નથી, કેમ કે વિષય હોવા છતાં પણ મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ તત્કા૨ણીભૂત=મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમના કારણીભૂત, લબ્ધિઇંદ્રિયનો અભાવ છે. અન્યથા=લબ્ધિઇંદ્રિયના અભાવમાં પણ મતિજ્ઞાનાત્મક કાર્ય થઇ જતું હોય તો, સભાભૂમિમાં=સમવસરણમાં, દેવતા વડે વિકીર્ણ=વરસાવેલ, ઘણા કુસુમની પરિમલથી=સુગંધથી, પણ પ્રાણેન્દ્રિયથી ઉદ્દભવ–જન્ય, મતિજ્ઞાનનો પ્રસંગ આવશે.
‘ઉર્જા પ’- રત્નાકરાવતારિકાની સાક્ષી આપતાં કહે છે
અને કહ્યું છે-આદ્ય પક્ષ=પ્રથમ વિકલ્પ, યુક્ત નથી, કેમ કે તેટલા માત્રથી=વિષયસંપર્કમાત્રથી, રસનેન્દ્રિયના જ્ઞાનનો અસંભવ છે. અન્યથા=વિષયસંપર્કમાત્રથી રસનેન્દ્રિયના જ્ઞાનનો સંભવ હોય તો, દેવોના સમૂહથી નિરંતર મુકાયેલ કુસુમની પરિમલના સંબંધથી ઘ્રાણેન્દ્રિયનું જ્ઞાન પણ (કેવલીને) થવું જોઇએ. કૃતિ-ઉદ્ધરણના કથનની સમાપ્તિસૂચક છે.
ટીકા :- સ્થાનેતત્-વત્તાહારો હિન સ્વરૂપત: મુલ્લું ટુલ્લું વા નનયતિ, અપિ તુ રસનેન્દ્રિયજ્ઞન્યમધુરતિतादिरसोद्बोधद्वारा, अत एव पित्तद्रव्येण तिक्तरसोद्बोधाच्छर्कराभक्षणादपि दुःखोद्भवः, इति भगवतां तज्जन्यसुखस्वीकारे तज्जनकमधुरादिरसरासनप्रसङ्ग इति चेत् ? न, भगवतां कवलाहाररसास्वादजन्यसुखदुःखानुत्पत्तावपि ततः क्षुदादिदुःखनिवृत्तेस्तज्जन्यसुखोत्पत्तेर्वा संभवात्, तिक्ताद्यौषधादेरिव धातुसाम्यद्वारैव तस्य तद्धेतुत्वात् । अत एव रसास्वादं वर्जयित्वैव भुञ्जतामप्रमत्तयतीनां न तत्फलानुपपत्तिः।