________________
ગાથા - ૧૧૬
અધ્યાત્મમતપરીક્ષા
૫૬૫. તેમ કહેલ છે. આ રીતે વનસ્પતિઆદિ શરીરની સ્થિતિમાં વ્યભિચાર નથી એમ સિદ્ધ ક૨વાથી એ પ્રાપ્ત થયું કે, વનસ્પતિઆદિનું શરીર ધાતુરહિત હોવાના કારણે તેને કવલાહારની અપેક્ષા નથી, પરંતુ જે જે ધાતુવાળાં શરીર છે તે બધાને કવલાહારની અપેક્ષા છે, અને તે જ રીતે ધાતુવાળા એવા પરમૌદારિકની સ્થિતિને પણ કવલાહારની અપેક્ષા છે. તેથી કેવલી કવલાહારી છે એમ સિદ્ધ થાય.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, જેમ વનસ્પત્યાદિ શરીર ધાતુરહિત છે, તેમ પરમૌદારિકશરીર પણ ધાતુરહિત છે, માટે ૫૨મૌદારિકશ૨ી૨ને કવલાહારની અપેક્ષા નથી, તેથી તમે કહેલ અનુમાન થઇ શકશે નહિ; કેમ કે ૫૨મૌદારિકશરીરમાં ઔદારિકની સ્થિતિ હોવા છતાં પણ ધાતુમમ્ શરીરરૂપ ઔદારિકશરીરની સ્થિતિ નથી; માટે હેતુનો અભાવ હોવાને કારણે કવલાહાર અપેક્ષિત્વરૂપ સાધ્યનો અભાવ છે. તેથી કહે છે
ટીકાર્થ :- ‘ધાતુમત્વસ્થ’- ધાતુમત્વનું ઉપલક્ષણપણું હોવાને કારણે પ૨મૌદારિકનું તથાપણું નથી અર્થાત્ વનસ્પતિ આદિ શરીર સદેશત્વ નથી.
-
ઉત્થાન :- ધાતુમત્ત્વને ઉપલક્ષણરૂપે સ્વીકાર્યા વગર વિશેષણરૂપે સ્વીકારીને પણ પ૨મૌદારિકનું તથાપણું નથી, તે બતાવતાં કહે છે
ટીકાર્ય :- ‘વિશેષળત્વ' વિશેષણપણું હોવા છતાં પણ સંહનન ઉપષ્ટબ્ધ એવા તેનું=પરમૌદારિકનું, ૫૨ વડે પણ ધાતુમત્ત્વનો સ્વીકાર કરેલ હોવાને કારણે, તત્પર્યાયના=કેવલજ્ઞાનના પૂર્વમાં રહેલા ઔદારિકશરીરમાં વર્તતા પર્યાયના, પરિત્યાગ દ્વારા પર્યાયાંતરની આપત્તિનો જ=પ્રાપ્તિનો જ, કેવલ અભ્યપગમ છે.
ભાવાર્થ :- પૂર્વપક્ષી ૫૨મૌદારિકમાં કવલાહાર અપેક્ષીપણાના વિચ્છેદ માટે પરમૌદારિકને પણ ધાતુરહિત માને, અને ફહે કે પરમૌદારિક શરીર કવલાહારની અપેક્ષાવાળું નથી; તેને સામે રાખીને ગ્રંથકાર કહે છે કે, અમારા હેતુમાં ધાતુમત્ત્વ એ વિશેષણરૂપ નથી પરંતુ ઉપલક્ષણરૂપ છે, તેથી ધાતુમત્ત્વથી ઉપલક્ષિત એવું ઔદારિક શરીર કેવલીને પણ છે. કેમ કે કેવલજ્ઞાન પૂર્વે તે શરીર ધાતુવાળું હતું, અને તે જ શરીર વર્તમાનમાં પરમૌદારિકરૂપે થયેલ છે, તેથી ધાતુમત્ત્વથી ઉપલક્ષિત એવો કેવલીનો દેહ છે. જ્યારે વનસ્પતિનું શરીર ક્યારેય ધાતુવાળું હતું નહિ, તેથી ધાતુમત્ત્વથી ઉપલક્ષિત નથી; જ્યારે પરમૌદાકિશરીરને ધાતુરહિત માનો તો પણ ધાતુમત્ત્વથી ઉપલક્ષિત એવું પરમૌદારિકશરીર છે, માટે ઔદારિકશરીરની સ્થિતિ કવલાહાર સાપેક્ષ છે; તેથી પરમૌદારિકનું વનસ્પત્યાદિ શરીરની સદંશપણું નથી.
ધાતુમત્ત્વને ઉપલક્ષણરૂપે સ્વીકાર્યા વગર વિશેષણરૂપે સ્વીકારીને પણ પરમૌદારિકશ૨ી૨ વનસ્પતિઆદિ શરીરની સદેશ નથી તે બતાવતાં કહે છે- ધાતુમત્ત્વને ઉપલક્ષણરૂપે ન માનીએ પરંતુ વિશેષણરૂપે માનીએ તો પણ, સંહનનથી ઉપષ્ટબ્ધ એવા તેનું=૫૨મૌદારિકનું, પર વડે પણ ધાતુમત્ત્વરૂપે સ્વીકાર કરાયેલ છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, ઉપલક્ષણ માનવાથી તો હેતુ સાધ્યનો ગમક છે, પરંતુ વિશેષણપણું માનીએ તો પણ પૂર્વપક્ષી પરમૌદારિકવાળા એવા કેવલીમાં જે સંહનનનો સ્વીકાર કરે છે તે અસ્થિનિચયરૂપ છે, અને તે અસ્થિ