________________
૫૫૮
...... અધ્યાત્મમત પરીક્ષા... . . . . . . . . . . ગાથા - ૧૧૪ .
દર ટીકામાં “શિપુદ્રત્તેપુ' પાઠ છે ત્યાં “શરીરપુદ્રજોપુ પાઠ ભાસે છે, અને સંસ્થાનત્વવ્યાખવા પાઠ છે ત્યાં “તપ્રવૃતિનચર્લેન ન સંથયાત્વવ્યમવાર' પાઠ ભાસે છે તે મુજબ અર્થ કરેલ છે.
ટીકાર્ય - વિનિનાં' કેવલીના શરીરનું સાતધાતુરહિતપણું હોતે છતે અસ્થિરહિતત્વ=હાડકાંરહિતપણું, પણ આવશ્યક છે, અને તે પ્રમાણે તેઓને =કેવલીઓને, વજઋષભનારાચસંઘયણપ્રકૃતિનો વિપાકોદય કેવી રીતે હોય? કેમ કે પુદ્ગલવિપાકી એવી તેનું =વજઋષભનારાચસંઘયણપ્રકૃતિનું, અસ્થિપુદ્ગલોમાં જ વિપાક દેખાય છે. એની જ પુષ્ટિ કરતાં કહે છે - “સંદયામિિાવડ' (સંઘયણ એ હાડકાંનો બાંધો) એ પ્રમાણે વચન છે.
થ' - “'થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે કે શરીરપુદ્ગલોમાં દઢતર રચનાવિશેષ જ તત્ક્રકૃતિનું = વજઋષભનારાચપ્રકૃતિનું, જન્ય=કાર્ય છે, એ પ્રમાણે નિયમ છે. પરંતુ તેમાં=અસ્થિપુદ્ગલોમાં, જ વિપાક હોય એવો નિયમ નથી. ર' તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું. તેમાં હેતુ કહે છે -
ઢ' કેમ કે, દઢ અવયવશરીરવાળા દેવોને પણ તેનોનસંઘયણનામકર્મના વિપાકોદયનો, પ્રસંગ પ્રાપ્ત થશે. પૂર્વમસ્જિ' અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, પૂર્વે અસ્થિપર્યાયપરિણત પરમોદારિક અવયવોનું તત્વકૃતિજન્યપણું હોવાને કારણે અર્થાત્ સંઘયણનામકર્મપ્રકૃતિજન્યપણું હોવાને કારણે સંઘયણપણારૂપે વ્યભિચાર નહિ આવે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે ક્યારેક તત્ પર્યાયપરિણત એવા પુદ્ગલાંતરમાં પણ સંઘયણત્વનો પ્રસંગ પ્રાપ્ત થશે. ll૧૧૪ll
ભાવાર્થ-ગાથા/૧૧૩માં પૂર્વપક્ષીએ કેવલીને ધાતુરહિત પરમૌદારિકશરીર છે એમ સ્થાપન કર્યું, તેને ગ્રંથકાર કહે છે કે, જો કેવલીને ધાતુરહિત શરીર સ્વીકારીએ તો સંઘયણનામકર્મનો ઉદય કેવલીને ઘટે નહિ, અને સંઘણનામકર્મનો ઉદય કેવલીમાં દિગંબરને પણ માન્ય છે. તેના સમાધાનરૂપે દિગંબર કહે કે શરીરપુદ્ગલોમાં દઢરચનાવિશેષ છે તે જ સંઘયણનામકર્મનું કાર્ય છે, પરંતુ અસ્થિપુદ્ગલોમાં દઢરચનાવિશેષ નહિ, તેથી કેવલીનું સાતધાતુરહિત શરીર સ્વીકારી શકાશે. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે કે દઢ અવયવશરીરવાળા દેવોને પણ સંઘયણનામકર્મ સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થશે.
વસ્તુતઃ દેવોને સંઘયણનામકર્મનો ઉદય શાસ્ત્રકારોએ સ્વીકારેલ નથી, આમ છતાં, તેમના શરીરના અવયવો પણ દઢ છે. આથી જ તેઓ ગૂંચળાની જેમ પડી જતા નથી. અને સંઘયણનામકર્મના વિપાકથી દઢ અવયવવાળા શરીરની પ્રાપ્તિ સ્વીકારવામાં આવે તો દેવોને સંઘયણનામકર્મનો ઉદય માનવો પડે.
તેના સમાધાનરૂપે પૂર્વપક્ષી કહે છે કે, કેવલીનું શરીર પણ કેવલજ્ઞાન પૂર્વે હાડકાંના પર્યાયરૂપે પરિણત હતું અને તે જ કેવલજ્ઞાન પામ્યા પછી પરમૌદારિકરૂપ બને છે ત્યારે ધાતુરહિત બને છે, અને ધાતુરહિત હોવાથી અસ્થિ=હાડકાં, રહિત પણ છે; તો પણ પૂર્વમાં હાડકાંવાળું શરીર હતું તે શરીર જ વર્તમાનમાં હાડકાંરહિત છે, અને તેની અંદર જે દઢરચનાવિશેષ છે તે સંઘયણનામકર્મની પ્રકૃતિથી જન્ય છે તેમ સ્વીકારીશું, અને દેવોને પ્રથમથી હાડકાંરહિત શરીર છે તેથી સંઘયણનામકર્મ વગર જ દેવોનું શરીર દઢ રચનાવાળું છે. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું, કેમ કે ક્યારેક તત્પર્યાય પરિણત એવા પુદ્ગલાંતરમાં પણ સંઘયણત્વનો