________________
૫૫૪
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૧૧
ઉચિત છે. તેથી તે વખતે ભોજન કરવું તે ઉચિત પ્રવૃત્તિ નહિ હોવાને કારણે તેઓ કરતા નથી. અને તેને જ પુષ્ટ કરતાં કહે છે કે કેવલી ભગવાન અનુચિત પ્રવૃત્તિ કરતા નથી. તેની સામે કોઇ કહે છે કે છદ્મસ્થ એવા આપણા બધાની જેમ શેષકાળમાં પણ વિશિષ્ટ તપ કેવલીને ઉચિત છે તેમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે તેમ ન કહેવું, કેમ કે છદ્મસ્થ એવા આપણા બધાના સાધારણ વ્યવહારના અવિરોધીરૂપ ઔચિત્ય કરતાં કેવલીના વ્યવહારનું અવિરોધીરૂપ ઔચિત્ય જુદા પ્રકારનું છે. તેથી કેવલીને અંતકાળમાં જ વિશિષ્ટ તપ કરવો ઉચિત છે, શેષકાળમાં નહિ; જ્યારે છદ્મસ્થને શેષકાળમાં પણ મોહના નાશ માટે વિશિષ્ટ તપ કરવો ઉચિત છે.
ટીકા :- અથ માતાવિરૂપે તપ:જાત્તેપ ક્ષુધાવિરૂપવું:હોવીપ્રસઽ કૃતિ ચેતન, પ્રતિતવેવનાવિરૂપप्रमादेनैव तदुदीरणात्, अन्यथाऽप्रमत्ता अपि तपस्विनस्तदुदीरयेयुः । तथापि तावत्कालोपहृतदुःखं सोढारो जिनाः सर्वदैव कुतो न तत्सहन्ते, अनन्तवीर्याणां तत्तितिक्षाक्षमत्वादिति चेत् ? न, दीर्घकालमशन परिहारे औदारिकशरीरस्थितिविलयप्रसङ्गेन तीर्थप्रवृत्त्याद्युच्छेदप्रसङ्गात्, सर्वदा दुःखसहनस्य तद्व्यवहारबाह्यવાત્ ॥
ટીકાર્થ :- ‘અથ’થી પૂર્વપક્ષી કહે કે (પાર્યન્તિક સંલેખના વખતે) માસાદિરૂપ=માસક્ષમણ આદિરૂપ તપના કાળમાં પણ ક્ષુધાદિરૂપ દુઃખની ઉદીરણાનો પ્રસંગ આવશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું, કેમ કે પ્રતિકૂળ વેદનાદિરૂપ પ્રમાદરૂપ દ્વારા જ તેની =અશાતાની, ઉદીરણા થાય છે. અન્યથા=પ્રતિકૂળ વેદનાદિરૂપ પ્રમાદ વડે જ અશાતાની ઉદીરણા થાય છે એવું ન માનો તો, અપ્રમત્ત તપસ્વીઓ પણ તેને—અશાતાને, ઉદીરે અર્થાત્ અપ્રમત્ત મુનિઓને પણ અશાતાની ઉદીરણા માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
‘તથાપિ’ તો પણ તાવત્કાલમાં=છદ્મસ્થકાળમાં, પ્રાપ્ત થયેલા દુ:ખને સહન કરનારા જિનો સર્વદા જ=હંમેશાં જ, કેમ તેને=દુઃખને (ક્ષુધાદિ દુ:ખને), સહન કરતા નથી? કારણ કે અનંતવીર્યવાળા જિનોને તેનેદુઃખને, સહન કરવા માટે ક્ષમપણું છે અર્થાત્ અનંતવીર્યવાળા જિનો ક્ષુધાદિ પરિષહ સહન કરવા સમર્થ છે. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે એમ ન કહેવું. ‘વીર્યાત' કેમ કે દીર્ઘકાળ સુધી અશનના પરિહારમાં ઔદારિકશરીરની સ્થિતિના વિલયના=નાશના, પ્રસંગથી તીર્થપ્રવૃત્ત્પાદિ ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થવાના કારણે સર્વદા=સર્વકાળ, દુઃખ સહનનું તર્વ્યવહાર=કેવલીવ્યવહાર, બાહ્યપણું છે. ૧૧૧
ભાવાર્થ :- ‘અથ’થી પૂર્વપક્ષી કહે કે કેવલી સંલેખના વખતે જે માસક્ષમણાદિ કરે છે તે વખતે ક્ષુધાદિરૂપ દુઃખની ઉદીરણાની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, મોહને કારણે જીવને જ્યારે ‘આ ક્ષુધા મને પ્રતિકૂળ છે’ એ પ્રકારની બુદ્ધિ થાય છે ત્યારે સમતાપરિણામના અભાવરૂપ પ્રમાદપરિણામ હોય છે; જે પ્રતિકૂળ વેદનાદિરૂપ પ્રમાદ છે, અને તેનાથી ક્ષુધાદિ દુઃખની ઉદીરણા થાય. અને તેવો પ્રમાદ કેવલીમાં નથી માટે ક્ષુધાદિ દુઃખની ઉદીરણા થશે નહિ.
અહીં પૂર્વપક્ષી કહે કે, તો પછી જેમ સંલેખનાકાળમાં કેવલી વિશેષ તપ કરે છે અને ક્ષુધાનું દુઃખ સહન કરે છે, તેમ સર્વકાળમાં સહન કરે તો શું વાંધો છે? કેમ કે અનંતવીર્યવાળા તેઓને તે સહન કરવામાં ક્રોઇ બાધ નથી.