________________
ગાથા : ૧૧૧-૧૧૨ અધ્યાત્મમત પરીક્ષા ..
૫૫૫ તેના જવાબરૂપે ગ્રંથકાર કહે છે કે, દીર્ઘકાળ સુધી આહાર ગ્રહણ કરવામાં ન આવે તો કેવલીનું ઔદારિકશરીર નાશ પામે, તેથી તેમના દ્વારા ઉપદેશાદિથી જે તીર્થની પ્રવૃત્તિ ચાલે છે તેના ઉચ્છેદનો પ્રસંગ આવે. તેથી સર્વદા દુઃખ સહન કરવું તે કેવલીનો વ્યવહાર નથી. ૧૧૧ાા
અવતરણિકા:- રૂવિ વ્યક્ટ્રિ
અવતરણિકાW :- આને જ=આ વાતને જ, વ્યક્ત કરે છે, અર્થાત્ પૂર્વમાં કહ્યું કે દીર્ઘકાળ અશનના પરિવારમાં ઔદારિક શરીરની સ્થિતિના વિલયનો પ્રસંગ હોવાને કારણે તીર્થપ્રવૃજ્યાદિ વ્યુચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે. ત્યાં કહેલ ઔદારિક શરીરની સ્થિતિના વિલયને જ વ્યક્ત કરે છે –
ગાથા -
ओरालिअदेहस्स य ठिई अ वुडी य णो विणाहारं ।
तेणावि य केवलिणो कवलाहारित्तणं जुत्तं ॥११२॥ ( औदारिकदेहस्य च स्थितिश्च वृद्धिश्च नो विनाऽऽहारम् । तेनापि च केवलिनः कवलाहारित्वं युक्तम् ॥११२॥)
ગાથાર્થ - ઔદારિક શરીરની સ્થિતિ અને વૃદ્ધિ આહાર વિના થતી નથી, તેથી પણ કેવલીને કવલાહારીપણું યુક્ત છે.
टीs:- औदारिकशरीरस्थितिः खल्वाहारकर्मण इवाऽऽहारपुद्गलानामप्यन्वयव्यतिरेकावनुविधत्ते, तथा च कवलाहाराभावे केवलिनां शरीरं कथमुत्कर्षतः पूर्वकोटिकालमवतिष्ठताम्? एवमौदारिकशरीरवृद्धिरप्याहारपुद्गलैरेव पुद्गलैः पुद्गलोपचयः' इति वचनात्, जलसेकासेकाभ्यां लतादीनां वृद्ध्यवृद्धिदर्शनाच्च। एवं च कवलाऽभोजित्वे केवलिनः पूर्वकोट्यायुषो नवमवर्षोत्पन्नकेवलज्ञानस्याऽऽकालं बाललीलाविलासप्रसङ्ग इति महदनुचितमेतत्॥११२॥
ટીકાર્ય :- “વારિશ' ઔદારિકશરીરની સ્થિતિ આહારકર્મની જેમ=આહાર ગ્રહણ કરવાને અનુકૂળ ઔદારિકશરીરનામકર્મની જેમ, આહારપુગલોના પણ અન્વયવ્યતિરેકને અનુસરે છે.
ભાવાર્થ - જ્યાં જયાં ઔદારિકશરીરની સ્થિતિ હોય છે, ત્યાં ત્યાં જેમ આહાર ગ્રહણ કરવાને અનુકૂળ એવું કર્મ અવશ્ય હોય છે, તેમ આહારપુગલોનું ગ્રહણ પણ અવશ્ય હોય છે. તેથી જ લોમાહારરૂપે પણ આહારપુગલોનું ગ્રહણ સર્વ ઔદારિકશરીરવાળાને હોય છે.
ટીકાર્ય - “તથા ' અને તે રીતે=ઔદારિકશરીરની સ્થિતિની સાથે આહારપુગલોનું અવશ્ય ગ્રહણ છે તે રીતે, કવલાહારના અભાવમાં અર્થાત લોમાહાર હોવા છતાં કવલાહારના અભાવમાં, કેવલીઓનું શરીર ઉત્કર્ષથી પૂર્વકોટિકાલ સુધી કેવી રીતે રહી શકે? અર્થાતુ ન રહી શકે.