________________
૫૪૨ ..અધ્યાત્મમત પરીક્ષા..
.. ગાથા - ૧૦૯ વ'= ઇવથી પૂર્વપક્ષીના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે દુઃખનિવૃત્તિના અર્થીની પ્રવૃત્તિમાં દુઃખનિવૃત્તિની ઇચ્છાનું હેતુપણું હોવા છતાં પણ વિદ્યમાન દુઃખના નાશના ઉપાયમાં અર્થાતું, વિદ્યમાન એવા મુદ્દેદનીયના ઉદયથી પેદા થયેલા દુઃખના નાશના ઉપાયમાં, વીતરાગની પ્રવૃત્તિ થાય છે તેમાં ઇચ્છા વિના જ અનૌચિત્યવર્જકપણાથી વિદ્યમાન દુઃખનો ઉપયોગ છે. દસ વીતર પ્રવૃત્ત રૂછાત્ વિના પુત્ર વિદામાની ૩૫થોડાતા' એ પ્રમાણે અન્વય છે, અને તેમાં મનોદિત્યવર્ણન હેતુ તરીકે છે.
ભાવાર્થઃ- “ચાતથી પૂર્વપક્ષીએ જે કથન કર્યું તેનું તાત્પર્ય એ છે કે, વૈયાવચાદિ અને વેદનાદિ કારણો પણ “મારાથી વૈયાવચ્ચ થાઓ” અથવા “મારી સુધાવેદના દૂર થાઓ” ઇત્યાદિ આકારક ઇચ્છા કરાવવા દ્વારા જ આહારમાં પ્રવૃત્તિ કરાવે છે. તેથી કારણિક આહારગ્રહણમાં કેવલીઓને સરાગી બનવાની આપત્તિ કેમ નહિ આવે? અર્થાત્ આવશે. ભૂખની વેદના સ્વરૂપથી આહારગ્રહણ પ્રવૃત્તિમાં હેતુભૂત છે, ઇચ્છા દ્વારા નહીં, તેથી સરાગીપણાનો પ્રસંગ નહિ આવે, એવું પણ કહી નહિ શકાય. કારણ કે દુઃખની નિવૃત્તિના ઉપાયની પ્રવૃત્તિમાં દુઃખ સ્વતઃ અનુપયોગી છે, કારણ કે વિદ્યમાન દુઃખની નિવૃત્તિના અર્થીપણાની જેમ અવિદ્યમાન પણ દુઃખની નિવૃત્તિની ઇચ્છાથી જ પ્રવૃત્તિ થાય છે. તેથી દુઃખ સ્વતઃ નિવૃત્તિના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવતું નથી પણ દુઃખનિવૃત્તિની ઇચ્છા જ દુઃખની નિવૃત્તિના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છે. તેથી પૂર્વપક્ષીને એ કહેવું છે કે કેવલી જો સુધારૂપ દુઃખની નિવૃત્તિ માટે પ્રયત્ન કરે છે તો તે ઇચ્છા વગર થઇ શકે નહીં તેથી કેવલીની જો આહારમાં પ્રવૃત્તિ માનશો તો કેવલીને સરાગી માનવા પડશે.
ૌવનથી તેનો ઉત્તર આપતાં ગ્રંથકારે “દુનિવૃત્તિ... ૩ યોજાતા સુધીનું કથન કર્યું તેનું તાત્પર્યએ છે કે, વીતરાગને સુખ અને દુઃખ બંને પ્રત્યે સમાન પરિણામ હોય છે, તેથી દુઃખની નિવૃત્તિની ઇચ્છા તેમને હોતી નથી. આમ છતાં, સુવેદનીયના ઉદયથી સુધારૂપ દુઃખ પેદા થાય છે ત્યાં, તે સુધારૂપ દુઃખના નિવર્તનના ઉપાયભૂત વિતરાગની આહારની પ્રવૃત્તિ અનુચિત પ્રવૃત્તિના વર્જનના હેતુથી થાય છે; કેમ કે વીતરાગ સમભાવવાળા હોય છે અને સમભાવ ઉચિત પ્રવૃત્તિપ્રધાન હોય છે. વીતરાગને જેમ સુવેદનીયકર્મના ઉદયથી સુધા પેદા થાય છે, તેમ સુધાના નિવર્તનના કારણભૂત એવા કર્મનું વિદ્યમાનપણું હોવાને કારણે જ સુધા નિવર્તનના ઉપાયભૂત આહારમાં તેઓ પ્રવૃત્તિ કરે છે. તે કર્મના કારણે આહાર ગ્રહણ કરે તો જ તેમનું જે દીર્ઘ આયુષ્યાદિ કર્મભોગવવાનું છે તેનો ભોગ સંભવી શકે, પરંતુ જો આહાર ગ્રહણ ન કરે તો દેહના ઉપખંભક એવા આહારના અભાવને કારણે દીર્ઘ આયુષ્ય વિદ્યમાન હોવા છતાં દેહનો પાત થાય, તે અનુચિત પ્રવૃત્તિરૂપ છે. તેથી અનુચિત પ્રવૃત્તિના વર્જનના હેતુથી વીતરાગને દુઃખનિવૃત્તિની ઇચ્છા નહીં હોવા છતાં આહારમાં પ્રવૃત્તિ થાય છે.
ટીકાર્ય - વસ્તુતઃ'પરમાર્થથી સર્વત્ર સુધા જ આહારપ્રવૃત્તિનો હેતુ છે. વળી બુમુક્ષા=ખાવાની ઇચ્છા, ક્યારેક હેતુ બને છે, કેમ કે મંદાગ્નિવાળાને બુભક્ષા હોવા છતાં પણ સુધા વિના તેનો આહારગ્રહણની પ્રવૃત્તિનો, અભાવ છે. આનાથી =સર્વત્ર સુધા જ આહારપ્રવૃત્તિનો હેતુ છે બુમુક્ષા ક્યારેક હેતુ બને છે આનાથી, બુભક્ષા જ તેનો આહાર ગ્રહણની પ્રવૃત્તિનો, હેતુ છે, પરંતુ સુધા નહિ; કેમ કે પ્રમાણાભાવ છે. આવું કથન પણ અપાસ્ત જાણવું. ll૧૦૯ll