________________
અધ્યાત્મમતપરીક્ષા
ભાવાર્થ :- અહીં વિશેષ એ છે કે કેટલીક વાર ક્ષુધા નહીં હોવા છતાં વિષયોની લાલસાથી આહારમાં પ્રવૃત્તિ દેખાય છે, કોઇ જીવોમાં ક્ષુધા હોવા છતાં તપ-સંયમાદિની રુચિ હોવાના કારણે આહારમાં પ્રવૃત્તિ થતી નથી તેવું દેખાય છે. આમ છતાં, આહારપ્રવૃત્તિનો હેતુ ક્ષુધા જ છે તેમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, વિચારક વ્યક્તિને આહારમાં પ્રવૃત્તિ પ્રત્યે ક્ષુધા જ હેતુ છે. જ્યારે નિર્વિચારકને તો વિષયોની આસક્તિ પણ આહારપ્રવૃત્તિ પ્રત્યે હેતુ બની શકે છે. ક્ષુધા હોવા છતાં તીવ્રતપની રુચિ આહારની પ્રવૃત્તિની પ્રતિબંધક બને છે, તેથી ક્ષુધા હોવા છતાં તપસ્વીની આહારમાં પ્રવૃત્તિ હોતી નથી.
ક્વચિત્ ખાવાની ઇચ્છાથી આહારની પ્રવૃત્તિનો હેતુ ક્ષુધા બને છે, ક્વચિત્ ક્ષુધારૂપ દુઃખના દોષથી તેના નિવર્તનના ઉપાયભૂત આહારમાં ક્ષુધા પ્રવૃત્તિ કરાવે છે, ક્વચિત્ સંયમના રાગના કારણે સંયમના પ્રતિબંધક ક્ષુર્વેદનીયને શમાવવામાં ઇચ્છા પેદા કરીને ક્ષુધા આહારપ્રવૃત્તિનો હેતુ બને છે, ક્વચિત્ ઉચિત પ્રવૃત્તિ કરવાના પરિણામને કારણે પણ ક્ષુધા આહારમાં પ્રવૃત્તિ કરાવે છે. તે આ રીતે - વીતરાગને ક્ષુધાનું નિવર્તન કરાવીને પોતાના આયુષ્યકાળ સુધી દેહને ટકાવવારૂપ ઉચિત પ્રવૃત્તિમાં ક્ષુધા જ આહારમાં પ્રવર્તન કરાવે છે. II૧૦૯૪॥
અવતરણિકા :- અથ ‘પાત્રામાવાત્ વનિનામાહારો ન મવતિ' કૃત્યાશી પરિહનુંમાહ
ગાથા - ૧૦૯-૧૧૦
૫૪૩
અવતરણિકાર્થ :- ‘અથ’થી પૂર્વપક્ષી કહે છે કે પાત્રના અભાવથી કેવલીઓને આહાર હોતો નથી એવી આશંકાને દૂર કરવા માટે ગ્રંથકાર કહે છે -
—
पत्तं ममत्तहेऊ जुत्तं वोत्तुं पुणो ण देहु व्व । इहरा णिम्ममभावो जिणाण कह पाणिपत्ताणं ॥ ११० ॥
( पात्रं ममत्वहेतुर्युक्तं वक्तुं पुनर्न देह इव । इतरथा निर्ममभावो जिनानां कथं पाणिपात्राणाम् ? ॥११०॥ )
ગાથા :
ગાથાર્થ :- દેહની જેમ પાત્ર મમત્વનો હેતુ છે એ પ્રમાણે કહેવું યુક્ત નથી. ઇતરથા=દેહ મમત્વનો હેતુ નથી અને પાત્ર મમત્વનો હેતુ છે એવું માનો તો, છદ્મસ્થાવસ્થામાં કરપાત્રવાળા જિનોને નિર્મમભાવ કેવી રીતે હોય?
દર અહીં ‘પત્ત’ અને ‘મમત્તહે’ પ્રથમાંત છે અને ત્યાર પછી ‘કૃતિ' શબ્દ અધ્યાહાર છે.
દેહની જેમ એ અન્વયી દૃષ્ટાંત છે. જેમ દેહ મમત્વનો હેતુ છે એમ કહેવું યુક્ત નથી, તેમ પાત્ર મમત્વનો હેતુ છે એમ કહેવું યુક્ત નથી. યદ્યપિ વ્યવહારમાં દેહ અને પાત્ર મમત્વનો હેતુ કહેવાય છે, પણ વસ્તુતઃ દેહ અને પાત્ર મમત્વના પ્રયોજક છે, કેમ કે જ્યાં જ્યાં પાત્ર હોય ત્યાં ત્યાં મમત્વ થાય જ અને નિર્મમને પાત્ર ન જ હોય એવી વ્યાપ્તિ નથી, તેમ દેહમાં પણ વ્યાપ્તિ નથી. આથી કરીને નિર્મમભાવવાળા પણ દેહધારી હોય છે. તેથી દેહ અને પાત્ર મમત્વનાં જનક નથી, પરંતુ જીવ સ્વયં મમત્વ કરે છે તેમાં પાત્ર અને દેહ નિમિત્તરૂપે કારણ છે.