________________
ગાથા - ૧૦૯ અધ્યાત્મમત પરીક્ષા
૫૪૧ તે અપવાદ કેવલીમાં હોય છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે અપવાદની પ્રમાદ સાથે વ્યાતિ છે, તેથી કારણિક અપવાદ સ્વીકારવામાં તો કેવલીને પ્રસાદ સ્વીકારવાની આપત્તિ આવશે. તેથી ગ્રંથકાર કહે છે -
ટીકાર્ય - Ta' કારણિકત્વલક્ષણઅપવાદિકપણું પ્રામાદિકત્વની સાથે વ્યાપ્ત નથી.
ભાવાર્થ - અપવાદ બે પ્રકારના છે. ૧. મૂદુમાર્ગના પાલનરૂપ અપવાદ અને ૨. કારણિક અપવાદ. તેમાં મૃદુમાર્ગના પાલનરૂપ પ્રથમ અપવાદ ઉત્સર્ગમાર્ગના પાલનમાં અસમર્થ અને અનાચારથી ભય પામેલી એવી વ્યક્તિને અસંયમના ભયરૂપ જે પ્રશસ્ત ભયમોહનીય છે તેના ઉદયથી પ્રાપ્ત થાય છે. અને બીજો અપવાદ કારણિત્વરૂપ છે, જે અપવાદમાં કથંચિત્ પ્રમાદ હોઇ શકે પરંતુ પ્રમાદથી જ કારણિકત્વરૂપ અપવાદ સેવાય છે તેવો નિયમ=વ્યાપ્તિ નથી. તેથી કારણિક આહારગ્રહણ હોવાના કારણે કેવલીનું આહારગ્રહણ અપવાદિક છે એમ કહી શકાય તો પણ કેવલીને પ્રમાદ નથી, માટે કોઈ દોષ નથી.
અહીં વિશેષ એ છે કે સંયતને આહારગ્રહણ કારણિક છે, તેથી આહારગ્રહણમાં કારણિકત્વધર્મ છે અને સંયતને કારણ હોય તો જ અપવાદસેવન હોય છે. તેથી સંયતને આહાર ગ્રહણ કરવો તે અપવાદિક છે તેથી આહારગ્રહણની ક્રિયામાં અપવાદિકત્વ છે અને તે અપવાદિકત્વ કારણિકત્વ સ્વરૂપ જ છે. જો આહાર ગ્રહણ હંમેશાં પ્રમાદથી થતો હોય તો આહારગ્રહણ પ્રામાદિક બને અને આહારગ્રહણમાં પ્રામાજિકત્વ પ્રાપ્ત થાય; અને તેવી વ્યાપ્તિ હોય તો આહારમાં અપવાદિકત્વ અને પ્રામાદિકત્વની પ્રાપ્તિ થાય. પરંતુ પ્રમાદ વગરને મુનિ અપવાદથી આહાર ગ્રહણ કરે છે, તેથી આહારમાં અપવાદિકત્વ હોવા છતાં અપ્રમાદી મુનિના આહારગ્રહણમાં પ્રામાજિકત્વ પ્રાપ્ત થતું નથી. તેથી કહ્યું કે કારણિકત્વલક્ષણઅપવાદિત્વની પ્રામાદિત્વની સાથે વ્યાપ્તિ નથી.
ટીકા :- યાજ્યિનારીનાં જીરાનાં પ્રવર્તતાં નિર્વતામિત્યારેaછવિષયતિર્યવાહારप्रवृत्तिहेतुत्वात् कथं न कारणिकाहारग्रहणे केवलिनां सरागत्वप्रसङ्गः? न च क्षुद्वेदनायाः स्वरूपत एव तत्र हेतुत्वानोक्तदोष इति वाच्यम्, दुःखनिवृत्त्युपायप्रवृत्तौ दुःखस्य स्वतोऽनुपयोगित्वात् विद्यमानस्येवाविद्यमानस्यापि दुःखस्य निवृत्त्यथितयैव प्रवृत्तेश्च। मैवम्, दुःखनिवृत्त्यर्थिप्रवृत्तौ दुःखनिवृत्तीच्छाया हेतुत्वेऽपि विद्यमानदुःखनाशोपाये वीतरागप्रवृत्तौ विद्यमानदुःखस्य विनैवेच्छामनौचित्यवर्जकत्वेनोपयोगात्। वस्तुतः सर्वत्र क्षुदेवाहारप्रवृत्तिहेतुर्बुभुक्षा तु क्वाचित्की, सत्यामपि तस्यां मन्दाग्नेविना क्षुधं तदभावात्। एतेन 'बुभुक्षैव तद्धेतुः, न तु क्षुत्, मानाभावात्' इति परास्तम्॥१०९।।
ટીકાર્ય - “યાતથી ગ્રંથકાર કહે છે કે, પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે વૈયાવચ્ચ, વેદના આદિ કારણોનું પ્રવર્તન થાઓ, નિવર્તન થાઓ ઇત્યાદિ આકારક ઇચ્છાના વિષયપણાથી જ આહારપ્રવૃત્તિનું હેતુપણું હોવાથી, કારણિક આહારગ્રહણમાં કેવલીઓને સરાગાણાનો પ્રસંગ કેમ નથી? અને કુંદનાનું સ્વરૂપથી જ ત્યાં = આહારગ્રહણની પ્રવૃત્તિમાં, હેતુપણું હોવાથી ઉક્ત દોષ નથી એમ પણ ન કહેવું, કેમ કે દુઃખની નિવૃત્તિના ઉપાયમાં પ્રવૃત્ત થવામાં દુઃખનું સ્વતઃ અનુપયોગીપણું છે, અને વિદ્યમાન દુઃખની જેમ અવિદ્યમાન એવા દુઃખના નિવૃત્તિના અર્થીપણાથી જ=ઈચ્છાથી જ, પ્રવૃત્તિ થાય છે.