________________
ગાથા - ૧0૮..
૫૩૯
0
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
. બાવા. . . . . . . . . . . . . . .::::::::::::
અધ્યાત્મમત પરીક્ષા વ્યક્તિને જગતની કોઇપણ વસ્તુ અર્થાત્ જગતના બધા પદાર્થો પ્રમાદના આલંબનભૂત બની શકે છે. તેથી આહાર પણ પ્રમાદના આલંબનભૂત પ્રાપ્ત થાય છે. તેથી આહાર પ્રમાદહલવાળો છે એ પ્રકારનો પ્રવાદ છે.
£
અહીં પ્રમાદેન' પ્રમાદ હેતુ છે જેને એવી વ્યક્તિ ગ્રહણ કરવાની છે.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે છે કે જેનો અપકર્ષ ગુણરૂપ હોય તેનો ઉત્કર્ષ દોષરૂપ હોય છે, તેથી આહારની અલ્પતા ગુણરૂપ છે તો એનો ઉત્કર્ષ દોષરૂપ માનવો જોઇએ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે –
ટીકાર્ય - “થપ' – જેનો અપકર્ષ ગુણરૂપ છે તેનો ઉત્કર્ષ દોષરૂપ છે એ પ્રમાણે (કથન) પણ અહીં=આહારના વિષયમાં, અનુકૂળ નથી; કેમ કે આહારના ઉત્કર્ષ અને અપકર્ષમાં સ્વતઃ ગુણદોષભાવનો અભાવ છે. અર્થાત્ આહારનો અપકર્ષ કે ઉત્કર્ષ સ્વતઃ ગુણરૂપ કે દોષરૂપ નથી.
ભાવાર્થ-પૂર્વમાં પૂર્વપક્ષીએ કહેલું કે વિહિતઆહારનું પ્રમાદપણું ન હોય તો ઘણો આહાર ગ્રહણ કરવો જોઇએ. તેના નિરાકરણરૂપે સ્વપક્ષ અંતર્ગત કોઈ કહે કે જેનો અપકર્ષ ગુણરૂપ છે તેનો ઉત્કર્ષ દોષરૂપ હોય છે. તેથી આહારનો અપકર્ષ ગુણરૂપ હોવાના કારણે તેનો ઉત્કર્ષ દોષરૂપ છે, માટે આહાર ભૂયોગ્રહણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. આ પ્રકારના કોઇકના કથનને સામે રાખીને સિદ્ધાંતકાર કહે છે કે વર્ષો પુતપુર્ષો તપ: “જેનો અપકર્ષ ગુણરૂપ તેનો ઉત્કર્ષદોષરૂપ” આ પણ આહારના વિષયમાં અનુકૂળ નથી, કેમ કે આહારનો અપકર્ષ કે ઉત્કર્ષ સ્વતઃ ગુણરૂપ કે દોષરૂપ નથી. તેથી જેનો અપકર્ષ ગુણરૂપ છે તેનો ઉત્કર્ષ દોષરૂપ હોય તે યુક્તિ આહારના વિષયમાં બરાબર નથી.
ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે જો અલ્પ આહાર ગુણરૂપ ન હોય તો અલ્પ આહારનું વિધાન અને આહારનો ઉત્કર્ષ દોષરૂપ ન હોય તો અધિક આહારનો નિષેધ શાસ્ત્રમાં કેમ બતાવેલ છે? તેથી બીજો હેતુ કહે છે –
ટીકાર્ય - “તત્ તત્ – તે તે પરિણામજનન દ્વારા જ તે બેનું અલ્પ અને અધિક આહારનું, તથાપણું=ગુણદોષપણું છે. આથી કરીને જ અર્થાત્ તે તે પરિણામજનન દ્વારા જ અલ્પ અને અધિક આહારનું ગુણદોષપણું છે આથી કરીને જ, સ્નિગ્ધ આહારાદિના ગ્રહણમાં પણ સ્થૂલભદ્રાદિને દોષ નથી, અથવા સ્વલ્પ આહારના ગ્રહણમાં પણ બાહ્ય તપસ્વીઓને પારમાર્થિક ગુણ નથી. “તિ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
ભાવાર્થ-પૂર્વમાં કહ્યું કે આહારનો અપકર્ષ કે ઉત્કર્ષ સ્વતઃ ગુણરૂપ કે દોષરૂપ નથી, પરંતુ સંયમાદિ કે નિદ્રાદિ પરિણામ પેદા કરવા દ્વારા જ ગુણરૂપ કે દોષરૂપ છે; આથી કરીને જ સ્થૂલભદ્રાદિએ ષટરસભોજન આદિનું ગ્રહણ કર્યું હોવા છતાં તેઓને તે ગ્રહણ વિકારાદિ દોષો ઉત્પન્ન કરનાર ન બન્યું, અને બાહ્ય તપસ્વીઓનું સ્વલ્પ આહારગ્રહણ પણ પારમાર્થિક ગુણોને પેદા કરનાર બનતું નથી. - અહીં વિશેષ એ છે કે મોક્ષને અનુકૂળ ગુણ પ્રગટાવી ન શકે તે બાહ્ય તપ ગણાય. મોક્ષને અનુકૂળ ગુણ તે