________________
અધ્યાત્મમતપરીક્ષા
टी$1 :- एवं च तस्य विहितत्वं भूयो ग्रहणेऽप्रयोजकं, स्तोकतया विधानमपि न प्रमादत्वप्रयोजकं, भणितस्यापि स्तोकस्यैव विधानेन प्रमादत्वाप्रसङ्गात्, प्रमादानुबन्धितां तु तस्य न वारयाम:, प्रमादहेतूनां जगदालम्बनत्वात्। ‘यदपकर्षो गुणस्तदुत्कर्षो दोष:' इत्यपि नात्रानुकूलं, आहारोत्कर्षापकर्षयोः स्वतो दोषगुणभावाभावात्, तत्तत्परिणामजननद्वारैव तयोस्तथात्वाच्च, अत एव स्निग्धाहारादिग्रहणेऽपि स्थूलभद्रादीनां न दोषो न वा स्वल्पाहारग्रहणेऽपि बाह्यतपस्विनां पारमार्थिको गुण इति । तस्मादभिष्वंङ्गानभिष्वङ्गाभ्यां प्रमादोऽप्रमादो वाऽऽहारः न तु प्रमाद एवेति निश्चयो ग्राह्यः॥१०८॥
૫૩૮
"
ગાથા - ૧૦૮
ટીકાર્ય :- ‘વં =’ અને આ રીતે=‘સ્તોારત્વેન’વિધિ નથી, પરંતુ ‘સ્તોત્ત્વન’ જ આહારની વિધિ છે એ રીતે, આહારનું વિહિતપણું ભૂયોગ્રહણમાં અપ્રયોજક છે. સ્તોકપણા વડે વિધાન પણ પ્રમાદત્વનું પ્રયોજક નથી. કેમ કે ભણિત પણ આહારના સ્ટોકનું જ=શાસ્ત્રમાં વિહિત પણ આહારના સ્તોકનું જ, વિધાન હોવાના કારણે પ્રમાદત્વનો અપ્રસંગ છે.
ભાવાર્થ :- પૂર્વમાં પૂર્વપક્ષીએ કહ્યું કે વિહિત એવા આહારના પ્રમાદપણાના વિરહમાં આહાર ઘણો ગ્રહણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે કહ્યું કે, આ રીતે આહારનું વિહિતપણું ભૂયોગ્રહણમાં અપ્રયોજક છે. અને પૂર્વમાં ‘પરે’ અનુમાન કરતાં કહ્યું કે, આહાર પ્રમાદરૂપ છે. કેમ કે સ્તોકપણાથી તેનું અનુજ્ઞાન છે. તે અનુમાનમાં હેતુના નિરાકરણરૂપે કહે છે કે સ્તોકપણાથી વિધાન પણ પ્રમાદત્વનું પ્રયોજક નથી. ત્યાં ‘ઋષિ ’થી એ કહેવું છે કે જો આહારનું સ્તોકપણા વડે વિધાન ન હોત તો જેમ તપનું સ્ટોક વિધાન નથી તેથી તપ ક્રિયા પ્રમાદની પ્રયોજક નથી તેમ આહારની પણ ક્રિયા પ્રમાદની પ્રયોજક ન બને, પરંતુ આહારનું સ્તોકપણાથી વિધાન છે તો પણ પ્રમાદનું પ્રયોજક નથી.
-
તેમાં હેતુ કહે છે — શાસ્ત્રમાં વિહિત પણ આહારના અલ્પનું જ વિધાન હોવાથી એમાં પ્રમાદપણું માનવાનો પ્રસંગ આવતો નથી. તાત્પર્ય એ છે કે ‘ચાવવપ્રાતં તાવધેિયમ્' આ ન્યાયથી શાસ્ત્રમાં વિહિત પણ આહારનું વિધાન અલ્પપણામાં જ વિશ્રાંત પામે છે, તેથી અલ્પના વિધાન વડે પ્રમાદ પ્રાપ્ત થતો નથી. માટે અલ્પપણા વડે કરીને વિધાન પણ પ્રમાદપણાનો પ્રયોજક નથી.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે આહાર એ પ્રમાદનું કારણ છે એ જાતનો પ્રવાદ સંભળાય છે, તેની સંગતિ કઇ રીતે થઇ શકે? તેથી કહે છે –
ટીકાર્ય :- ‘પ્રમાવાનુવસ્થિતતા' – તેની=આહારની, પ્રમાદાનુબંધિતાને અમે વારતા નથી, કેમ કે પ્રમાદહેતુવાળી વ્યક્તિને જગતનું આલંબનપણું છે.
ભાવાર્થ :- પૂર્વપક્ષીએ કહ્યું કે આહાર એ પ્રમાદનું કારણ છે એવો જનપ્રવાદ છે. તેની સામે ગ્રંથકારે કહ્યું કે આહારનું પ્રમાદઅનુબંધીપણું=પ્રમાદફલપણું, નથી એવું અમે કહેતા નથી, કારણ કે પ્રમાદરૂપ અંતરંગ યત્નવાળી