________________
ગાથા - ૧૦૮
અધ્યાત્મમતપરીક્ષા
૫૩૭
અલ્પ આહાર સંયમમાં ઉપકારી છે તેથી ‘સ્તોકત્વ' અંશમાં જ સ્તોકાહાર ગ્રહણ કરવામાં શાસ્ત્રીય વચનો વિશ્રાંત પામે છે.
ઉક્ત કથનની જ પુષ્ટિ કરતાં ગ્રંથકાર કહે છે
ટીકાર્ય :- ‘અધ’ ઉદ્દેશ્ય અને વિધેય વાક્યોમાં ‘અદગ્ધદહનન્યાય'થી જેટલું અપ્રાપ્ત હોય તેટલું જ વિધેય બને છે.
ભાવાર્થ :- અહીં ‘અદગ્ધદહનન્યાય' એ છે કે જેમ અગ્નિ નહિ બળેલાં ઈંધનાદિને જ બાળે છે, બળેલા ઈંધનાદિને નહિ, તેમ કોઇ પણ વિધિવાક્યથી જેટલું પ્રાપ્ત ન હોય તેટલાનું જ વિધાન હોય છે, પ્રાપ્તનું નહિ.
ટીકાર્ય :- ‘અત વ’- આથી કરીને જ ‘ોહિતોષ્ણીષા ઋત્વિન: પ્રચન્તિા'આ પ્રકારના વેદવાક્યમાં યાજ્ઞિકોના પ્રચરણનું પ્રત્યક્ષસિદ્ધપણું હોવાને કારણે લોહિતોષ્ણીષત્વમાત્રનું જ (સંચરણ કરતી વખતે રાખવાની લાલ પાઘડી માત્રનું જ) વિધાન છે, એમ ‘વઘ્ના નુોતિ’ ઈત્યાદિમાં દહીંનું પ્રત્યક્ષસિદ્ધપણું હોતે છતે કરણત્વમાત્રનું અર્થાત્ દહીંમાં રહેલ હોમની કરણતાનું જ વિધાન છે.
ભાવાર્થ :- યજ્ઞ કરનાર યાજ્ઞિક તે ‘ઋત્વિજ’ કહેવાય છે, અને અગ્નિમાં હોમ કરવાની વસ્તુનો જે પ્રક્ષેપ કરે છે તે ‘પ્રચરણ’ક્રિયા છે તે જોનારને પ્રત્યક્ષસિદ્ધ છે; તેથી ‘ોહિતોળીષા ઋત્વિન: પ્રાન્તિ' એ પ્રસ્તુત વાક્યથી તેનું વિધાન નથી, પરંતુ યાજ્ઞિકગોર લાલરંગની પાઘડી સંચરણ કરતી વખતે રાખે છે તેવું જોનારને જ્ઞાન નહિ હોવાને કારણે ખબર હોતી નથી, તેથી ‘ભોહિતોળીત્વ' માત્રનું તે વાક્યથી વિધાન છે. તે વેદવાક્ય સાંભળીને શ્રોતાને જ્ઞાન થાય છે કે લાલ રંગવાળી માથે પાઘડી રાખ્યા પછી લાલરંગની પાઘડી પહેરેલ ઋત્વિક ગોરથી પ્રચરણક્રિયા થાય છે.
ઉત્થાન :- ‘અત વ’થી પૂર્વમાં બે પ્રકારનાં વેદવાક્યોની વિધેયતા બતાવી, હવે સ્વસિદ્ધાંતની સંમતિ દર્શાવતાં કહે છે. અહીં પણ ઉપરના ‘અત વ’નો અન્વય છે.
ટીકાર્ય :- ‘તક્ષ્ય’ આથી કરીને જ લક્ષ્ય અને લક્ષણમાં અન્યતરની સિદ્ધિ અને અસિદ્ધિના અનુરોધથી બંનેમાં ઉદ્દેશ્ય-વિધેયભાવની વ્યવસ્થા આકરમાં કહેવાઇ છે.
ભાવાર્થ :- ‘થાવત્પ્રાતં તાવદ્વિષેય’=‘જેટલું અપ્રાપ્ત છે તેટલું જ વિધેય છે' આથી કરીને જ, લક્ષ્ય અને લક્ષણમાં જે વ્યક્તિને તે બંનેમાંથી જેની સિદ્ધિ હોય તેને ઉદ્દેશીને, જેની અસિદ્ધિ હોય તેનું વિધાન કરવામાં આવે છે. (આ પ્રમાણે ‘સ્વપનવ્યવસાયિજ્ઞાનું પ્રમાળ' એ લક્ષણ સૂત્રની સ્યાદ્વાદરત્નાકર નામની ટીકામાં વિવેચન કરતાં કહ્યું છે.) આનાથી એ પ્રાપ્ત થાય કે જેને લક્ષ્યનું જ્ઞાન છે તેના માટે અપ્રાપ્ત એવા લક્ષણનું વિધાન છે અને જેને લક્ષણનું 'જ્ઞાન છે તેના માટે અપ્રાપ્ત એવા લક્ષ્યનું વિધાન છે.