________________
.પ૩૬ . . . . . .
અધ્યાત્મમત પરીક્ષા
. . . . . . .ગાથા - ૧૦૮
અહીં “ એ પ્રયોગ પ્રાકૃતશૈલી હોવાથી ‘સહતેના અર્થમાં છે. સહતે ક્રિયાપદનો કર્તા ત્રીજા પુરુષરૂપ મુનિ અધ્યાહાર છે.
; “નિધેિન વિષય વીર્યને પછી તત: અધ્યાહાર છે.
टा:-तथा च क्षीणमोहनिद्राऽब्रह्मणां तद्वातॆव का? संयमोपकारकतया निद्राद्यजनकतया च स्तोकाहार एव गुण इति स्तोकत्वेनैव तस्य विधिः, आहारस्य रागप्राप्तत्वेन स्तोकत्वांश एव तस्य विधिव्यापारविश्रामात.'अदग्धदहनन्यायेन' हि यावदप्राप्तं तावदेव विधेयं, अत एव 'लोहितोष्णीषा ऋत्विजः प्रचरन्ति' इत्यत्र ऋत्विक्प्रचरणस्य प्रत्यक्षसिद्धत्वेन लोहितोष्णीषत्वमात्रं विधेयं, 'दध्ना जुहोति' इत्यादौ च दधनः प्रत्यक्षसिद्धत्वे करणत्वमानं विधेयं, लक्ष्यलक्षणयोश्चान्यतरसिद्ध्यसिद्ध्यनुरोधेनोभयत्रैवोद्देश्यविधेयभावव्यवस्थाऽऽकरे प्रपञ्चिता।
ટીકાર્ય - “તથા ' તે પ્રકારે પૂર્વમાં કહ્યું કે આહાર સ્વતઃ ગુણ કે દોષરૂપ નથી, પરંતુ નિદ્રાદિજનકપણાથી કે બ્રહ્મચર્યની ગુપ્તિના વિઘટકપણાથી અર્થાત શુદ્ધાત્મામાં ચરવારૂપ બ્રહ્મચર્યની ગુપ્તિના વિઘટકપણાથી દોષરૂપ છે. તે પ્રકારે, જેઓને મોહ-નિદ્રા અને અબ્રહ્મ ક્ષીણ થઈ ગયાં છે તેવા કેવલીઓને તેની વાર્તા જ અર્થાત્ આહારદોષરૂપ છે તેની વાર્તા જ, ક્યાંથી હોય? અર્થાત્ ન જ હોય.
ઉત્થાન :- જો આહાર સ્વતઃ ગુણરૂપ કે દોષરૂપ નથી, તો શાસ્ત્રમાં મુનિને સ્ટોક =થોડો આહાર ગ્રહણ કરવાનું વિધાન કેમ છે? એવો પ્રશ્ન પૂર્વપક્ષી કરે તો ગ્રંથકાર કહે છે
ટીકાર્ય - “સંયમોપાર તથા સંયમને ઉપકારકપણાથી અને નિદ્રાદિઅજનકપણાથી અલ્પ આહાર જ ગુણરૂપ છે. એથી કરીને અલ્પપણાથી જ અર્થાત બહુપણાથી નહિ પરંતુ અલ્પપણાથી જ, તેની આહારની, વિધિ છે.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં અલ્પ આહાર ગ્રહણનું વિધાન છે, તે અલ્પ આહારત્વેન વિધિ હોઈ શકે, પણ અલ્પત્વેન નહિ, તેથી કહે છે.
ટીકાર્ય - “માર' આહારનું રાગપ્રાપ્તપણું હોવાને કારણે અલ્પત્વ અંશમાં જ તેનોનસ્તોક આહારના કથનનો, વિધિવ્યાપારમાં વિશ્રામ છે.
ભાવાર્થ - સામાન્ય રીતે સંસારી જીવો આહારનાં પુગલો પ્રત્યેના રાગથી કે શાતાદિ સુખના રાગથી આહારમાં પ્રવૃત્તિ કરે છે. તેથી આહારની પ્રવૃત્તિ રાગથી પ્રાપ્ત છે, માટે આહારનું વિધાન કરવાનું કોઇ પ્રયોજન નથી. પરંતુ