________________
ગાથા - ૧૦૮
અધ્યાત્મમતપરીક્ષા . . . . . . . . . . . . . .૫૩૫ . કે ઘોવાણા... ફાઈવાથી સેંકડોવાર સિદ્ધ છે.
આવશ્યકનિર્યુક્તિ (ગાથા - ૧૨૬૮) “થોવાહા...'નો અર્થ આ પ્રમાણે છે -
અલ્પાહારી, અલ્પબોલનારો, અલ્પનિદ્રાવાળો અને અલ્પઉપધિ-ઉપકરણવાળો જે હોય છે, તેને ખરેખર દેવો પણ નમસ્કાર કરે છે.
ઉત્થાન - પૂર્વપક્ષીએ પૂર્વમાં અનુમાન કર્યું કે આહાર પ્રમાદરૂપ છે. ત્યાં, “સ્તોકત્વના અનુજ્ઞાનના બળથી આહારમાં પ્રમાદને સ્થાપન કરવા માટે પ્રયત્ન કર્યો, ત્યાં હેતુ અને સાધ્ય વચ્ચેની વ્યાપ્તિ ઉભયપક્ષને માન્ય હોય તેવા નિદ્રાના સ્થાનને દષ્ટાંત તરીકે કહીને, પૂર્વપક્ષીએ કહ્યું કે, નિદ્રામાં સ્તોત્વની અનુજ્ઞા છે. નિદ્રાને પ્રમાદરૂપે શ્વેતાંબર પણ સ્વીકારે છે તેથી ત્યાં વ્યાપ્તિ બતાવીને આહારમાં પ્રમાદને સ્થાપન કરવા તેણે પ્રયત્ન કર્યો. ત્યાં કોઈને શંકા થાય કે ઉપકરણમાં પણ થોડાની અનુજ્ઞા છે, પરંતુ સાધુ સંયમને ઉપયોગી શાસ્ત્રની અનુજ્ઞા પ્રમાણે થોડાં વસ્ત્રો ગ્રહણ કરે ત્યાં પ્રમાદ નથી, આ રીતે વ્યભિચાર પ્રાપ્ત થાય. તેથી ઉપકરણરૂપ દૃષ્ટાંતને લઈને હેતુની સાધ્ય સાથે વ્યાતિ અપ્રાપ્ત થાય. તેથી ઉપકરણમાં વ્યાતિ બતાવવા પૂર્વપક્ષી કહે છે -
ટીકાર્ય - વોપરી ' ઉપકરણમાં વ્યભિચાર નથી અર્થાત્ પૂર્વોક્ત હેતુ ઉપકરણમાં વ્યભિચારી નથી, કેમ કે તેનું=ઉપકરણનું, પણ પ્રમાદરૂપપણું છે.
ઉત્થાન - અહીં સિદ્ધાંતકાર તરફથી વિપક્ષ કરવામાં આવે કે ઉપકરણ પ્રમાદરૂપ નથી, કેમ કે શાસ્ત્રવિહિત છે. આ પ્રમાણેના વિપક્ષને સામે રાખીને પૂર્વપક્ષી કહે છે -
ટીકાર્ય - ૪' અહીં વિપક્ષબાધક તર્કનો વિરહ નથી, કેમ કે વિહિત એવા તેનું=ઉપકરણનું, પ્રમાદપણાના વિરહમાં બાહુલ્યથી ગ્રહણનો પ્રસંગ આવે.
-ઉત્થાન - અહીં પૂર્વપક્ષી કહે છે કે, શાસ્ત્રમાં ઉપકરણ વિહિત છે એટલા માત્રથી એ પ્રમાદરૂપ નથી એમ કહેવામાં આવે તો, ઘણાં ઉપકરણો ગ્રહણ કરવાં તે વધારે લાભરૂપ બને એમ તમારે કહેવું પડે; જેમ વિહિત એવા તપાદિ વધારે કરે તો વધુ લાભપ્રદ છે તેમ માનવાનો પ્રસંગ આવે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે -
ટીકાર્ય -૧, નાય' એ પ્રમાણે ન કહેવું, કારણ કે આ આહાર, સ્વતઃ દોષરૂપ નથી કે ગુણરૂપ નથી. અતિ આહાર, સ્નિગ્ધ આહાર, વારંવાર પ્રવૃજ્યાદિથી વિશિષ્ટ અર્થાત્ વારંવાર લેવાતો આહાર, નિદ્રાદિજનકપણાથી અને બ્રહ્મચર્યની ગતિના વિઘટકપણાથી દોષરૂપ છે. “તવુoથી આવશ્યકનિયુક્તિ ગાથા-૧૨૬૬ની સાક્ષી આપેલ છે. તેનો અર્થ આ પ્રમાણે “મહાર' અતિ આહારને મુનિ સહન કરતો નથી. અહીં શંકા થાય કે અતિ આહાર મુનિ સહન ન કરે તો પણ અલ્પ એવા સ્નિગ્ધ આહારને ગ્રહણ કરે તો વાંધો નહિ, તેથી કહે છે- અતિસ્નિગ્ધ આહારથી=પ્રણીત આહારથી, વિષયો ઉદીરણા પામે છે. તેથી યાત્રામાઆહારને ગ્રહણ કરનારો હું થાઉં, તેને પણ= યાત્રામાત્રઆહારને પણ, પ્રકામ ઈચ્છું નહિ. (એ પ્રમાણે મુનિ વિચારે).