________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૦૬.
तद्देशगुणवर्णनात्मकैव देशकथा तथा नतूदासीनो देशोऽपि । हन्तैवमाहारकथाप्याहारविषयाभिलाषजनकतयैव तथा, नत्वनीदृश आहारोपीति किमिति न चेतयसे? ! न चेदेवं तर्ह्याहारकथया यतीनामतिचारो न त्वाहारेणेति कुतो वैषम्यम्? तस्माच्चारित्रपालनार्थतया निरभिष्वङ्गपरिणामेन गृह्यमाण आहारो न प्रमादहेतुः, आहारकथा तु सरागपरिणामेनैव क्रियमाणत्वात् प्रमादहेतुरित्यवश्यं प्रतिपत्तव्यम्।
૫૩૨
ટીકાર્ય :- ‘ન હતુ’ જેની કથા પ્રમાદજનની હોય તે વસ્તુ પણ પ્રમાદજનક હોય એ પ્રમાણે વ્યાપ્તિ નથી, કેમ કે પ્રમાણાભાવ છે. અન્યથા=જેની કથા પ્રમાદજનની હોય તે વસ્તુ પણ પ્રમાદજનક હોય એમ સ્વીકારીએ તો, દેશકથાનું પ્રમાદહેતુપણું હોવાને કારણે દેશમાં વસતા યતિઓ પ્રમાદી જ હોવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. ‘અથ’- ‘અથ’થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, તેવા પ્રકારના અભિષ્યંગજનનને અનુકૂળ તે તે દેશના ગુણની વર્ણનાત્મિકા જ દેશકથા તેવી છે, અર્થાત્ પ્રમાદજનની છે; પરંતુ ઉદાસીન દેશ પણ નહિ. (તેથી દેશમાં રહેવા માત્રથી કંઇ યતિને પ્રમાદી કહેવાની આપત્તિ આવતી નથી.)
‘દન્ત’ ‘દન્ત'થી તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એ પ્રમાણે આહારકથા પણ આહારવિષયઅભિલાષના જનકપણાથી જ તથા=પ્રમાદજનની, છે; પરંતુ અનીદશ=અભિષ્યંગ ન કરાવે તેવો, આહાર પણ (પ્રમાદજનક) નથી, એ પ્રમાણે કેમ તું વિચારતો નથી?
‘ન ચેત્’ જો એવું ન હોય તો, આહારકથાથી યતિઓને અતિચાર લાગે અને આહારથી નથી લાગતો એવું વૈષમ્ય કેવી રીતે સંભવે?
‘તસ્માત્' તે કારણથી=જેની કથા પ્રમાદજનની છે તે વસ્તુ પણ પ્રમાદજનક હોય એવું નથી તે કારણથી, ચારિત્રપાલન માટે નિરભિષ્યંગપરિણામથી ગ્રહણ કરાતો આહાર પ્રમાદનો હેતુ નથી. વળી આહારકથા સરાગપરિણામથી જ કરાતી હોવાથી પ્રમાદનો હેતુ છે, એ પ્રમાણે અવશ્ય સ્વીકારવું જોઇએ.
ટીકા :- ૧ = ‘રામાં વિનવાહાર ફેવાારથાપિ હ્રિ ને?' કૃતિ પર્વનુયોખ્યું, વિના પ્રયોનાં તભાવાત્, न चावितथाहारकथापि तथा, अपि तु तद्विकथेति तत्त्वम्॥१०६॥
ટીકાર્ય :- ‘ન ચ' પૂર્વપક્ષી કહે છે કે, રાગપરિણામ વિના જ આહારની જેમ આહારકથા પણ કેમ ન થઇ શકે? તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે, એ પ્રમાણે પ્રશ્ન ન કરવો, કેમ કે પ્રયોજન વિના તેનો=રાગના અભાવનો, અભાવ છે=રાગનો સદ્ભાવ છે. અને અવિતથ એવી આહારકથા પણ તથા=પ્રમાદજનક, નથી, પરંતુ તેની=આહારની, વિકથા પ્રમાદજનક છે, એ પ્રમાણે તત્ત્વ છે.૧૦૬॥
ભાવાર્થ :- આહા૨કથામાં સંયમની વૃદ્ધિરૂપ કોઇ પ્રયોજન નથી, તેથી જ્યારે આહારકથા કરાય છે ત્યારે રાગના અભાવનો અભાવ છે, અર્થાત્ રાગનો સદ્ભાવ છે. અને અવિતથ એવી આહારકથા પણ અર્થાત્ માત્ર સ્વરૂપદર્શક એવી આહારકથા પણ, રાગપરિણામ વિના શક્ય હોવાથી પ્રમાદજનક બનતી નથી; એ સિવાયની આહારકથા તો રાગથી જ થતી હોવાથી વિકથારૂપ છે, અને પ્રમાદજનક બને છે. ૧૦૬॥