________________
૫૩૦
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૦૪-૧૦૫
વિશેષાર્થ :- પૂર્વપક્ષીને એ કહેવું છે કે, સાતમાદિ ગુણસ્થાનકમાં આહારગ્રહણ ક્રિયા માનશો તો પુદ્ગલમાં તે પ્રવૃત્તિ હોવાના કારણે યોગોનું દુષ્પ્રણિધાન ત્યાં પ્રાપ્ત થશે. તેને ગ્રંથકાર કહે છે કે તે બરાબર નથી, કેમ કે આહારગ્રહણકાળમાં સુપ્રણિધાનનું બળવાનપણું છે. અર્થાત્ શાસ્ત્રાનુસારી ક્રિયામાં કોઇ સ્ખલાના ન થાય તેવા પ્રકારના કોઇક સુપ્રણિધાનનું બળવાનપણું હોવાના કારણે, પુદ્ગલમાં પ્રવૃત્તિ હોવા છતાં ત્યાં દુપ્રણિધાન નથી. તેથી કૌડિન્યાદિ તાપસોએ સાતમાદિ ગુણસ્થાનકને સ્પર્શ કરતાં કરતાં જ આહારની ક્રિયા પૂરી કરી હતી.
ASI :- ननु तथापि सप्तमादिकगुणस्थान इव त्रयोदश गुणस्थानेप्यारब्धकवलाहारः परिनिष्ठीयतां, न तु पुनः प्रारभ्यतामविशेषादिति चेत् ? न, सप्तमादिगुणस्थानानां ध्यानप्रधानानां पूर्वप्रवृत्तव्यापारमात्रावधानव्यग्रत्वेन व्यापारान्तरारम्भे ध्यानधाराविच्छेदप्रसङ्गात्, अन्यत्र च तदभावात् । एतेन स्वल्पकालत्वेन सप्तमगुणस्थाने भोजनाभावे षष्ठगुणस्थानेऽपि तदापत्तिरित्यपास्तम् ।
ટીકાર્ય :- ‘નનુ’થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, તો પણ સપ્તમાદિ ગુણસ્થાનકની જેમ તેરમા ગુણસ્થાનકે પણ પ્રારબ્ધ કવલાહાર સમાપ્ત થાઓ, પરંતુ પ્રારંભ ન જ થાઓ, કેમ કે અવિશેષ છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું, કેમ કે ધ્યાનપ્રધાન એવા સપ્તમાદિ ગુણસ્થાનકોનું પૂર્વપ્રવૃત્તવ્યાપારમાત્રના અવધાનમાં વ્યગ્રપણું હોવાને કારણે, વ્યાપારાંતરના આરંભમાં=અન્ય વ્યાપારના આરંભમાં, ધ્યાનધારાના વિચ્છેદનો પ્રસંગ આવશે, અને અન્યત્ર=કેવલીમાં, તેનો=ધ્યાનધારાનો, અભાવ છે.
ભાવાર્થ :- ધ્યાનપ્રધાન એવા સાતમા આદિ ગુણસ્થાનકમાં પૂર્વમાં પ્રવૃત્ત જે વ્યાપાર છે તે વ્યાપારમાત્રમાં અવધાન કરવા માટે મુનિ વ્યગ્ર હોય છે, અર્થાત્ તે વ્યાપારમાત્રમાં શાસ્ત્રાનુસારી પરિણામને અતિશય કરવા માટે વ્યગ્ર હોય છે. તેથી તે વ્યાપારને છોડીને અન્ય વ્યાપારનો પ્રારંભ કરે તો ધ્યાનધારાનો વિચ્છેદ પ્રાપ્ત થાય. તેથી સાતમાદિ ગુણસ્થાનકોમાં પૂર્વની પ્રારબ્ધ ક્રિયા હોઇ શકે, પરંતુ નવી ક્રિયાનો પ્રારંભ ત્યાં ન થાય. અને કેવલીમાં ધ્યાનધારાનો અભાવ હોવાથી નવી ક્રિયાનો પ્રારંભ કરવામાં કોઇ આપત્તિ નથી. તેથી તેરમા ગુણસ્થાનકે આહાર ગ્રહણ કરવાની ક્રિયાનો પ્રારંભ થઇ શકે છે.
ટીકાર્ય :- ‘તેન’ આનાથી=પૂર્વમાં કહ્યું કે સાતમાદિ ગુણસ્થાનકમાં ધ્યાનની પ્રધાનતા હોવાના કારણે ભોજનક્રિયાનો પ્રારંભ થતો નથી એનાથી, વક્ષ્યમાણ કથન અપાસ્ત છે. તે કથન આ પ્રમાણે- પૂર્વપક્ષી કહે છે કે, સાતમા ગુણસ્થાનકમાં સ્વલ્પકાલ હોવાથી ત્યાં ભોજનના અભાવમાં છટ્ઠા ગુણસ્થાનકે પણ (અંતર્મુહૂર્તકાળ હોવાથી) તેની=ભોજનના અભાવની, આપત્તિ આવશે. આ કથન ‘તેન’ થી અપાસ્ત જાણવું.
ભાવાર્થ :- સ્વલ્પકાળ=અંતર્મુહૂર્તકાળ, હોવાને કારણે સાતમાદિ ગુણસ્થાનકે ભોજનનો અભાવ માન્ય નથી, પરંતુ ધ્યાનપ્રધાનતાના કારણે ભોજનની આરંભક્રિયાનો ત્યાં અભાવ છે. તેથી પૂર્વપક્ષીનું કથન અપાસ્ત છે.