________________
અધ્યાત્મમતપરીક્ષા
ભાવાર્થ :- પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જ્યાં જ્યાં વાપ્રયોગ હોય ત્યાં ત્યાં પ્રમાદ છે. તમે ભગવાનને વાગ્યોગ સ્વીકારો છો તેથી તમારા ભગવાનમાં પ્રમાદનું અમે આપાદન કરીએ છીએ. અને તે આપાદન કરીને જ તમે જે જે ભગવાનને ખેદ છે તેમ કહેનારાં શાસ્ત્રવચનો કહો છો, તેનાથી ભગવાનને ખેદની ઉદીરણાનું આપાદન અમને અભિપ્રેત છે. તેથી તમારા ભગવાનને ખેદની ઉદીરણાની આપત્તિ આવશે. આ પ્રકારના પૂર્વપક્ષીના કથન સામે ગ્રંથકાર કહે છે કે, આ તારી વાત બરાબર નથી, કેમ કે રાગ એ યોગના દુષ્પ્રણિધાનાદિરૂપ પ્રમાદ પદાર્થ છે. તેવો પ્રમાદ વાગ્યોગની સાથે અવિનાભાવી નથી, તેથી જ શાસ્ત્રમાં વાગ્યોગમાં વીતરાગની પ્રવૃત્તિ કહેલ છે. જો વચનપ્રયોગ સાથે પ્રમાદ અવિનાભાવી હોત, તો વચનપ્રયોગમાં ભગવાનની પ્રવૃત્તિ શાસ્ર કહેત નહિ. પરંતુ તેવી વ્યાપ્તિ નહિ હોવાને કારણે જ શાસ્ત્રકારો વીતરાગની પ્રવૃત્તિ વચનયોગમાં સ્વીકારે છે.૧૦૨
પરદ
અવતરણિકા :- ૩થૈવં મળવતાં વાવપ્રયોગાત્ ચિત્ હેલોત્વજ્ઞાપિ તવનુવીરોનુંવન્ત્યાપિ ક્ષત્રિવૃત્તિजन्यसुखोत्पत्तावपि तदनुदीरणसूचनक्षमायाः फलमाह
ગાથા - ૧૦૨-૧૦૩
અવતરણિકાર્ય :- ‘અથ'થી ગ્રંથકાર કહે છે - આ પ્રમાણે ભગવાનને વચનપ્રયોગથી કથંચિત્ ખેદની ઉત્પત્તિ હોવા છતાં પણ, તેની=ખેદની, અનુદીરણાની ઉક્તિ હોવાને કારણે, ભુક્તિથી=ભોજનથી, પણ ક્ષુધાની નિવૃત્તિજન્ય સુખની ઉત્પત્તિ હોવા છતાં પણ, તેની=સુખની, અનુદીરણાના સૂચનરૂપ ફળને કહે છે
-
✩
‘તદ્દનુવીરોઃ’, ષષ્ઠી વિભક્તિ છે, તેનો અન્વય ‘ત્તવનુવીરાસૂચનનમાદ’ની સાથે છે. મુ.પુ.માં ‘તદ્દનુવીરળસૂચનક્ષમાયા: પત્નમા ’ પાઠ છે ત્યાં ‘ત્તવનુવીરળસૂચનનમાદ પાઠ સંગત લાગે છે. ‘ક્ષમાવા:’ પદનો પ્રયોગ વધારે ભાસે છે. “તનુવીરળસૂત્રન’” એ ફલનું વિશેષણ છે અને ફલના સ્વરૂપને બતાવે છે.
ભાવાર્થ :- ભોજન કરવાથી ક્ષુધાના દુઃખની નિવૃત્તિ થાય છે, તેનાથી સુખની ઉત્પત્તિ થાય છે, તેનાથી સુખની ઉદીરણા થાય છે; માટે કેવલીને ભોજન સ્વીકારીએ તો કેવલીને સુખની ઉત્પત્તિ હોવા છતાં પણ તેની=સુખની, અનુદીરણાના સૂચનરૂપ ફળને કહે છે –
-
ગાથા:
भुत्तीइ सुहुप्पत्ती तं पुण जोगादुदीरियं होज्जा । एसा परजुत्तिलया एएण पकंपिया णेया ॥ १०३ ॥ ( भुक्त्या सुखोत्पत्तिस्तत्पुनर्योगादुदीरितं भवेत् । एषा परयुक्तिलता एतेन प्रकम्पिता ज्ञेया ॥१०३॥ )
ગાથાર્થ ઃ- ભુક્તિથી=ભોજનથી, સુખની ઉત્પત્તિ થાય છે. તે વળી યોગથી ઉદીરિત થાય. આ પરની=વાદીની, યુક્તિરૂપી લતા આનાથી=પ્રમાદ વિના કેવલીના યોગો વડે ખેદની ઉદીરણા થતી નથી આનાથી, પ્રકંપિત જાણવી.