SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૫ ગાથા - ૧૦૨ અધ્યાત્મમત પરીક્ષા જ થયેલો હોય છે; છતાં ઉદયના જે હેતુઓ છે તેના તુલ્ય જ ઉદીરણાના પ્રાયઃ હેતુ છે તેથી, તુલ્ય હેતુના બળથી લબ્ધજન્મવાળો ભગવાનનો ખેદ હોવાને કારણે ઉદીરિત જેવો જણાય છે, પરંતુ ભગવાનને પ્રમાદ નહિ હોવાને કારણે પરમાર્થથી ઉદીરિત નથી. “ીરા પ્રતિ’ ઉદીરણા પ્રત્યે યોગ સામાન્ય હેતુ છે, અને ખેદ પ્રત્યે ખેદની ઉદીરણા પ્રત્યે, પ્રમાદઘટિત યોગ હેતુ છે. જેમ કાર્યમાત્ર પ્રત્યે આકાશ સામાન્ય કારણ છે અને ઘટરૂપ કાર્ય પ્રત્યે દંડ વિશેષ કારણ છે, તેમ ઉદીરણારૂપ કાર્ય પ્રત્યે યોગ સામાન્ય હેતુ છે અને ખેદની ઉદીરણા પ્રત્યે પ્રમાદઘટિત યોગ હેતુ છે, તેથી કેવલીને ખેદનો ઉદય હોવા છતાં ઉદીરણા નથી. અહીં પ્રમાદઘટિત વિશેષ સામગ્રી કહી તે જીવના અધ્યવસાયરૂપ ગ્રહણ કરવાની છે. કેવલીને પ્રમાદઘટિત અધ્યવસાયરૂપ વિશેષ સામગ્રી નહિ હોવાના કારણે ખેદની ઉદીરણા થતી નથી. “ તુતવત્ર... અહીં તુલ્ય હેતુબલલબ્ધ જન્મપણું હોવાને કારણે ખેદ ઉદીરિત જેવો જણાય છે એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, સામાન્ય રીતે જ્યાં જયાં બોલવાની ક્રિયા થાય છે ત્યાં ત્યાં અશાતાનો ઉદય થાય છે, અને અશાતાની ઉદીરણા પણ થાય છે. તેથી અશાતાના ઉદયના જે હેતુ છે તે જ હેતુ અશાતાની ઉદીરણાના પણ છે, તેથી અશાતાની ઉદીરણાનો હેતુ એવો વાણીનો પ્રયોગ છે. તેના બળથી જ ભગવાનને ખેદ ઉત્પન્ન થયેલો છે. કેમ કે બોલવાની ક્રિયા એ ખેદના ઉદયનું કારણ છે, તેમ સામાન્યથી ખેદની ઉદીરણાનું પણ કારણ છે. આમ છતાં, પ્રમાદરહિત અવસ્થામાં તે બોલવાની ક્રિયા ખેદના ઉદયરૂપ હોવા છતાં ઉદીરણાનો હેતુ બનતી નથી. માટે ભગવાનને બોલવાની ક્રિયાથી ખેદની ઉદીરણા થતી નથી. જયારે સામાન્યથી અન્ય જીવોને બોલવાની ક્રિયાથી ખેદનાં ઉદય અને ઉદીરણા બન્ને હોય છે. દર ‘તુહેતુવનમાં તુલ્ય મૂકવાનું પ્રયોજન એ છે કે પ્રમત્ત જીવોને પ્રયત્નથી અશાતાની ઉદીરણા થાય છે તે પ્રયત્નરૂપ તુલ્ય હેતુથી કેવલીને ખેદનો ઉદય થયો છે, તેથી ઉદીરિત જેવો જણાય છે તે બતાવવું છે. ઉત્થાન:-પૂર્વમાં ગ્રંથકારે સિદ્ધ કર્યું કે, ભગવાનને ખેદનો ઉદય હોવા છતાં ખેદની ઉદીરણા નથી, ત્યાંથ'થી પૂર્વપક્ષી કહે છેટીકા:- અથ વાક્યોને પ્રમHપાવ તત: હેલોવીરVIISાનમપ્રેતતિ વે? ર, વાવBયોજાશે रागयोगदुष्प्रणिधानादिरूपप्रमादाऽव्याप्यत्वाद् वीतरागप्रवृत्तेर्युत्पादितत्वात्॥१०२॥ ટીકાર્ય - મથ' વાદ્મયોગ દ્વારા પ્રમાદનું આપાદન કરીને જ, તેનાથી–તમે ભગવાનને ખેદ છે તેમ કહેનારાં જે જે વચનો કહો છો તેનાથી, ખેદની ઉદીરણાનું આપાદન અભિપ્રેત છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે વાડ્મયોગનું રામસ્વરૂપ યોગદુપ્રણિધાનાદિરૂપ પ્રમાદની સાથે અવ્યાપ્યપણું હોવાને કારણે વીતરાગની (વાગ્યોગની) પ્રવૃત્તિનું શાસ્ત્રમાં વ્યુત્પાદિતપણું છે.૧૦ના 6 ‘તિ ત્ર'માં વાવયોજાશે ત્યતિત્વ હેતુ છે અને વીતર/પ્રવૃવ્યુત્પવિતત્વમાં વાવાયોપાચ....વ્યાખ્યત્વા’ હેતુ છે.
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy