________________
૫૨૪
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૦૨
ભાવાર્થ :- પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, સુખની ઉદીરણા પ્રત્યે સુખનો ઉદય જેમ કારણ છે તેમ સુખથી અન્ય હેતુ પ્રમાદ પણ કારણ છે. તેથી પ્રમાદરૂપ હેન્વંતરના અભાવને કારણે બે કારણોમાંથી સુખના ઉદયરૂપ યત્કિંચિંત્ કારણમાત્રથી ભગવાનને સુખની ઉદીરણા થઇ શકે નહિ. તેને ગ્રંથકાર કહે છે કે, તો પછી પ્રમાદરૂપ હેન્વંતરના અભાવથી જ વચનપ્રયોગને કારણે દુઃખની ઉદીરણા પણ ભગવાનને થશે નહિ. કહેવાનો આશય એ છે કે, દુઃખની ઉદીરણા પ્રત્યે પણ દુઃખનો ઉદય, વચનપ્રયોગની ક્રિયા અને પ્રમાદ એ ત્રણ હેતુઓ છે. તેથી તે ત્રણમાંથી ભગવાનને વચનનો પ્રયોગ અને દુઃખનો ઉદય હોવા છતાં, પ્રમાદરૂપ હેતુ નહિ હોવાથી દુઃખની ઉદીરણા થશે નહિ. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રમાદસહિત જ યોગ દ્વારા શાતા-અશાતા અને મનુષ્ય-આયુષ્યની ઉદીરણા થાય છે.
ગાથા :
खेओ णोईरिज्जइ केवलिजोगेहि तो विणु पमायं । तुल्लुदयउपभवो दीसइ पुण सोवि तत्तुल्लो ॥ १०२ ॥
( खेदो नोदीर्यते केवलियोगैस्तद्विना प्रमादम् । तुल्योदयहेतुप्रभवो दृश्यते पुनः सोऽपि तत्तुल्यः ॥ १०२ ॥ )
ગાથાર્થ :- પ્રમાદ વગર કેવલીના યોગો વડે ખેદ ઉદીરિત થતો નથી=ઉદીરણાને પ્રાપ્ત થતો નથી. તે કારણથી તુલ્ય ઉદયહેતુથી પ્રભવવાળો તે પણ=ખેદનો ઉદય પણ, તત્ તુલ્ય=ઉદીરિત તુલ્ય દેખાય છે.
* મૂળ ગાથામાં ‘તત્ વિના પ્રમામ્’ અહીં ‘તત્’ છે તે ‘તસ્માત્’ અર્થક છે.
2lst :- केवलिनां योगाः खलूदीरणां प्रति सामान्यहेतूभवन्तोऽपि प्रमादघटितविशेषसामग्री विना न खेदमुदीरयितुं प्रभवेयुः । यस्तु 'खेदविनोदो भगवतोऽपि भवति' इत्यादिना वाग्निर्गमजन्यः खेदो भगवतां प्रतिपाद्यते स तु वस्तुत उदयार्जितोऽपि तुल्यहेतुबललब्धजन्मतयोदीरित इव लक्ष्यते न तु परमार्थतस्तथाविध इति ।
ટીકાર્ય :- ‘વત્તિનાં’કેવલીના યોગો ઉદીરણા પ્રત્યે સામાન્ય હેતુ હોવા છતાં પણ પ્રમાદઘટિત વિશેષ સામગ્રી વગર ખેદને ઉદીરવા માટે સમર્થ નથી. જે વળી “ભગવાનને પણ ખેદનો પરિહાર હોય છે'' ઇત્યાદિથી ભગવાનને વચનનિર્ગમજન્ય =વચનપ્રયત્નજન્ય, ખેદ પ્રતિપાદન કરાય છે, તે પણ વસ્તુતઃ ઉદયથી અર્જિત હોવા છતાં પણ અર્થાત્ અશાતાના ઉદયથી થયેલ હોવા છતાં પણ, તુલ્યહેતુબળથી પ્રાપ્ત જન્મપણાથી ઉદીરિત જ જણાય છે, પરંતુ પરમાર્થથી તેવા પ્રકારનો નથી અર્થાત્ ઉદીત નથી.
ભાવાર્થ :- ઉદીરણાના સામાન્યથી કારણભૂત એવા કાયયોગાદિ, પ્રમાદધટિત વિશેષ સામગ્રી સંપન્ન ન હોવાના કારણે કૈવલીઓને ખેદોદીરણા કરવામાં સમર્થ થતા નથી. “ભગવાનને પણ ખેદનો વિનોદ= અનુભવ હોય છે” એવા વચનથી ભગવાનને જે વચનપ્રયત્નજન્ય ખેદ કહ્યો છે તે પણ વાસ્તવિક રીતે તો અશાતાના ઉદયથી