________________
ગાથા - ૧૦૧-૧૦૨ અધ્યાત્મમત પરીક્ષા
૫૨૩ નિરાકરણ કરીને ગ્રંથકારે સિદ્ધ કર્યું કે, અપવર્તના વીર્યથી થાય છે, તે કારણથી, અપવર્તનાની જેમ ઉદીરણાકરણ પણ વીર્યજન્ય જ છે, એ પ્રકારે વ્યવસ્થિત છે.
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું એનાથી એ પ્રાપ્ત થયું કે, ઉદીરણા વીર્યથી થાય છે અને કેવલીને પણ તીર્થંકરનામકર્મની ઉદીરણા થાય છે તે દિગંબરને પણ અભિમત છે, તેથી કેવલીને વીર્યની પ્રવૃત્તિ છે; તે જ રીતે વીર્યની પ્રવૃત્તિ હોવાને કારણે ભગવાનને વચનમાં ઉપદેશને અનુકૂળ પ્રયત્ન છે તેની સિદ્ધિ થશે, તે પૂર્વપક્ષીને માન્ય નથી. તેથી તે કહે કે, પ્રયત્ન ઈચ્છાથી થાય છે. કેવલીને વાડ્મયત્ન માનશો તો વાડ્મયત્નજન્ય ખેદલેશ થશે, તેથી તેની ઉદીરણા પ્રાપ્ત થશે. પરંતુ ભગવાનમાં બેદરૂપ અશાતાની ઉદીરણા સિદ્ધાંતકારને સંમત નથી. તેથી પૂર્વપક્ષી કહે છે કે, જો તમને અશાતાની ઉદીરણા સંમત ન હોય તો, વામ્પ્રયત્ન પણ કેવલીમાં માનવો જોઈએ નહિ. તેથી ગ્રંથકાર કહે છે
ટીકાર્યઃ- “વંa'આ રીતે અર્થાત્ ઉદારણા વીર્યજન્ય છે એ રીતે તન્માત્રથીઉપદેશને અનુકૂળ વાડ્મયત્નરૂપ વીર્યપ્રવર્તનમાત્રથી, દુઃખની ઉદીરણાના પ્રસંગમાં સુખની ઉદીરણાનો પ્રસંગ પણ ભગવાનને દુર્નિવાર છે.I૧૦ના
ભાવાર્થ :- જો પૂર્વપક્ષી કહે કે કેવલીને વચનપ્રયત્ન સ્વીકારશો તો બોલવાના શ્રમરૂપ દુ:ખનો ઉદય માનવો પડશે તેથી દુઃખની ઉદીરણાનો પ્રસંગ પ્રાપ્ત થશે, તો પૂર્વપક્ષીને સુખનો ઉદય કેવલીમાં અભિમત છે, તેથી પૂર્વપક્ષીને પણ કેવલીમાં સુખની ઉદીરણા માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. અને પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે સુખનો ઉદય હોવા છતાં પ્રમાદ નહિ હોવાને કારણે સુખની ઉદીરણા કેવલીમાં નથી, તો વાડ્મયત્નને કારણે દુઃખનો ઉદય હોવા છતાં દુઃખની ઉદીરણા કેવલીમાં નથી, એ પ્રકારે સિદ્ધાંતકારનું કહેવું છે. ll૧૦૧TI
ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે, વચનપ્રયત્નના વીર્યમાત્રથી જ કેવળીઓને અશાતાવેદનીયની ઉદીરણા થવાનું જો માનીએ, તો શાતાવેદનીયની ઉદીરણા પણ માનવાની આપત્તિ દુર્નિવાર જ રહેશે. તેના ઉત્તરરૂપે પૂર્વપક્ષી કહે છે -
અવતરણિકા:- અથ પ્રમાદરૂપરેવન્તરમાવી યશ્ચિારમાત્રાત સુવાવીર િિત વે? દંતત एव न वाग्निर्गमाद्दुखोदीरणमपि, साताऽसातमनुजायुषां हि प्रमादसहितेनैव योगेनोदीरणमिति वचनादित्याशयवानाह
અવતરણિકાW - પ્રમાદરૂપ હેવંતરનો અભાવ હોવાના કારણે યત્કિંચિત્કારણમાત્રથી સુખની ઉદીરણા નહિ થાય, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો, ગ્રંથકાર ‘તર્દિથી ઉત્તર આપતાં કહે છે કે, તો પછી તેનાથી જ=પ્રમાદરૂપ હેવંતરના અભાવથી જ, વચનનિર્ગમથી=વચનપ્રયત્નથી દુઃખની ઉદીરણા પણ નહિ થાય; કેમ કે શાતાઅશાતા અને મનુષ્યાયુની પ્રમાદ સહિત જયોગ વડે ઉદીરણા થાય છે એ પ્રમાણે વચન છે, એ પ્રકારે આશયવાળા ગ્રંથકાર કહે છે