________________
ગાથા - ૧૦૧
અધ્યાત્મમત૫રીક્ષા
૫૨૧
કહે છે કે, જો એવું ન માનો તો દંડમાં ઘટની કારણતાને ગ્રહણ કર્યા વગર દંડથી જ ઘટ થાય છે એ પ્રકારના સ્વભાવગ્રહનો પ્રસંગ પ્રાપ્ત થશે. વસ્તુતઃ દંડને જોવાથી માત્ર દંડનું જ્ઞાન થાય છે, પરંતુ દંડથી જ ઘટ થાય છે એવા પ્રકારના દંડના સ્વભાવનો બોધ થતો નથી; પરંતુ જે વ્યક્તિને દંડમાં ઘટજનકત્વનું જ્ઞાન થાય છે, તે વ્યક્તિને ‘દંડથી ઘટ થાય છે' એ પ્રકારના સ્વભાવનું જ્ઞાન થાય છે. આનાથી એ નક્કી થાય છે કે, કાર્યકારણભાવના ગ્રહથી જ તેવા પ્રકારના સ્વભાવનું જ્ઞાન થઇ શકે છે.
અહીં પૂર્વપક્ષી કહે કે, દંડને જોવાથી દંડથી ઘટ થાય છે તેવું જ્ઞાન થતું નથી તેથી, તેવા સ્થાનમાં ભલે કાર્યકારણભાવના ગ્રહથી–બોધથી, જ તેવા પ્રકારના સ્વભાવનો ગ્રહ=બોધ, થઇ જાય; પરંતુ પાણીને જોતાંની સાથે પાણી શીત હોય છે એ પ્રકારનો બોધ થઇ થાય છે, ત્યાં કાર્ય-કારણભાવના જ્ઞાનની આવશ્યકતા નથી; તે પ્રમાણે આયુષ્યમાં પણ કાર્ય-કારણભાવના બોધ વગર સ્વભાવવૈલક્ષણ્ય સ્વીકારી શકાશે. આ પ્રમાણે પૂર્વપક્ષીના કથનને સામે રાખીને ગ્રંથકાર કહે છે કે, ત્યાં પણ જળ અને શીતતા વચ્ચે કાર્ય-કારણભાવના ગ્રહ =જ્ઞાન, પછી જ ‘નતમ્ ગૌતમ્’ એ પ્રકારનો બોધ થાય છે. તે આ રીતે –
કોઇ વ્યક્તિને એક પાત્રમાં ઠંડુ જળ આપવામાં આવે અને એક પાત્રમાં ઉષ્ણ જળ આપવામાં આવે ત્યારે, ચક્ષુથી તે જુએ તો બંને પાત્રમાં ફક્ત જળનું ગ્રહણ થાય છે, અને આંગળીથી સ્પર્શ કરીને જુએ તો એક પાત્રના જળમાં શીતતાનો અનુભવ થાય છે, જ્યારે અન્ય પાત્રના જળમાં ઉષ્ણતાનો અનુભવ થાય છે; તેથી તેનાથી નિર્ણય થઇ શકે નહિ કે જળ હંમેશાં શીત હોય છે, અને ઉષ્ણ જળમાં જે ઉષ્ણતા છે તે આગંતુક છે; પરંતુ જેને એવું જ્ઞાન હોય કે જળ હંમેશાં શીત જ હોય છે તેને નિર્ણય થઇ શકે કે ઉષ્ણ જળમાં ઉષ્ણતા આગંતુક છે. તે વ્યક્તિને જળ અને શીતતા વચ્ચે કાર્ય-કારણભાવનું જ્ઞાન છે જ. તે આ રીતે -
જળ દ્રવ્ય છે અને તેમાં રહેલી શીતતા એ પર્યાય છે; અને શીતતા પર્યાય પ્રત્યે જળ દ્રવ્ય કારણ છે, પરંતુ ઉષ્ણતા પર્યાય પ્રત્યે જળ દ્રવ્ય કારણ નથી; માટે ઉષ્ણ જળ છે તેમાં ઉષ્ણતા આગંતુક છે, તેથી જ તે વ્યક્તિ કહી શકે કે જળ શીત છે. અને તેને કહેનાર પંક્તિનો ભાવ આ પ્રમાણે છે
“જળ શીત છે’’ ઈત્યાદિ પ્રતીતિમાં શીત સમવાય (સંબંધ) સ્વભાવ=(કથંચિત્ તાદાત્મ્યસ્વભાવ) જળમાં છે. તેવો બોધ થાય છે. અને તે બોધ જળમાં કારણત્વગ્રહને આધીન થનારો બોધ છે. આથી જ ઉષ્ણ જળમાં શીતસમવાયસ્વભાવ ન હોવાથી જળ શીત છે એવી પ્રતીતિ થતી નથી.
‘ન તુ નનથૈવ શૈત્યમિતિ સ્વભાવ:'=પરંતુ જલનું જ શૈત્ય એ પ્રકારે સ્વભાવનો બોધ થતો નથી એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, જળને જોવામાત્રથી જળના જલત્વ સ્વભાવનો જેમ અનુભવ થાય છે, તેમ શીતતાના સ્વભાવનો અનુભવ થતો હોય તો જળ ક્યારે પણ ઉષ્ણ પ્રાપ્ત થાય નહિ. જેમ જળમાં હંમેશાં જલત્વસ્વભાવનું ગ્રહણ થાય છે, તેમ જળમાં શીતસ્વભાવનું ગ્રહણ તે રીતે થતું નથી, પરંતુ જળમાં શીતના સંબંધના સ્વભાવનો ગ્રહ થાય છે; તેથી જ્યારે આગંતુક ઉષ્ણતા જળમાં પ્રતીત થતી હોય ત્યારે પણ, કાર્ય-કારણભાવના બોધના બળથી તે વ્યક્તિ કહી શકે કે પ્રસ્તુત જળનો પણ શીતસમવાયસ્વભાવ છે, આમ છતાં, આગંતુક ઉષ્ણતાને કારણે જલમાં શીતતાની પ્રતીતિ પ્રતિબંધિત થાય છે.
* ‘જ્ઞત્તસ્થ’ માં ષષ્ઠી વિભક્તિ છે તેનો સંબંધ ‘સ્વમાવ' સાથે છે, અને તે સ્વભાવનું સ્વરૂપ ‘શૈત્યમ્’= શીતળતા છે. અર્થાત્ જલનો શૈત્ય એ પ્રકારનો સ્વભાવ છે.