________________
૫૨૦
અધ્યાત્મમત પરીક્ષા......
ગાથા - ૧૦૧
ઉત્થાન :- સિદ્ધાંતકારે પૂર્વમાં પૂર્વપક્ષીને કહ્યું કે, આયુષ્યનો સ્વભાવ બે પ્રકારનો છે, તેમાં કાર્ય-કારણભાવ વગર તેવા પ્રકારના સ્વભાવને ગ્રહણ કરવામાં કોઇ પ્રમાણ નથી. તેની જ પુષ્ટિ કરતાં કહે છે
ટીકાર્ય - રર વિના કાર્ય-કારણભાવ વગર તથાસ્વાભાવ્યગ્રાહક=તેવા પ્રકારના સ્વભાવનો ગ્રાહક, પ્રમાણ કોઈ નથી. અન્યથા=કાર્ય-કારણભાવના ગ્રહણ કર્યા વગર પણ કોઇ અન્ય પ્રમાણથી સ્વભાવનું ગ્રહણ થઈ. શકતું હોય તો, દંડમાં ઘટકારણતાને ગ્રહણ કર્યા વિના પણ “દંડથી જ ઘડો બને છે એ પ્રમાણે સ્વભાવગ્રહનો પ્રસંગ આવશે.
ઉત્થાન - અહીં પૂર્વપક્ષી કહે છે કે, કાર્ય-કારણભાવ જ સ્વભાવગ્રાહક પ્રમાણ છે, એવી તમારી વાત યુક્ત નથી; કેમ કે જલ શીત છે એ જાતની પ્રતીતિ કાર્ય-કારણભાવના ગ્રહ વગર થાય છે, તેમ તેવા પ્રકારના સ્વભાવથી જ આયુષ્યકર્મનું સ્વભાવવૈલક્ષણ્ય ઘટી શકે છે. આ કહેવાનું તાત્પર્ય એ છે કે, જલ કારણ છે અને જલનું શૈત્યો કાર્ય છે એવો નિર્ણય જેમને થયો નથી તેમને પણ, જલ શીત છે એ જાતની પ્રતીતિ થઇ શકે છે; તેમ આયુષ્યકર્મના સ્વભાવલક્ષણ્યનો ગ્રહ પણ, કાર્ય-કારણભાવ વગર થઈ શકે છે. તેથી ગ્રંથકાર કહે છે
ટીકાર્થઃ-“ગ7 - જલ શીત છે ઈત્યાદિમાં પણ કારણત્વગ્રહઆધીન ગ્રહવાળો શીતસમવાયસ્વભાવ જ પ્રતીતિનો વિષય છે, પરંતુ જલનો જ શૈત્ય એ પ્રકારનો સ્વભાવ પ્રતીતિનો વિષય નથી. ‘રૂતિ' કથનની સમાપ્તિસૂચક છે.
ભાવાર્થ - પૂર્વમાં કહ્યું કે આયુષ્યના સ્વભાવનું વૈલક્ષણ્ય કેમ છે? ત્યાં ગ્રંથકારે કહ્યું કે, અમારો આ પ્રશ્ન પ્રમાણપ્રશ્ન છે. તેનાથી એ પ્રાપ્ત થયું કે, આયુષ્યના સ્વભાવનું વૈલક્ષણ્ય સ્વીકારવામાં પ્રમાણ શું છે? અર્થાત કાર્ય-કારણભાવના સ્વીકાર વગર આયુષ્યના સ્વભાવવૈલક્ષણ્યમાં પ્રમાણ કોઈ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે, બે જીવોનું આયુષ્ય સમાન સ્થિતિવાળું છે. આમ છતાં, એક વ્યક્તિ ક્રમસર ભોગવીને પૂર્ણ આયુષ્ય ક્ષય કરે છે અને બીજી વ્યક્તિ ક્રમસર અડધું આયુષ્ય ભોગવ્યા પછી બાકીનું એકી સાથે ભોગવી લે છે તેમ સ્વીકારવામાં પ્રમાણ શું? અર્થાત્ કોઇ પ્રમાણ નથી.
અહીં પૂર્વપક્ષીનું કહેવું એ છે કે, બે જીવોએ સરખી સ્થિતિનું આયુષ્ય બાંધ્યું હોવા છતાં પણ, તે બંને વ્યક્તિના આયુષ્યમાં સ્વભાવનું વૈલક્ષણ્ય છે. આ પ્રમાણેના પૂર્વપક્ષીના કથન સામે ગ્રંથકાર તેને કહે છે કે, બંને વ્યક્તિના આયુષ્યના સ્વભાવમાં વૅલક્ષણ્ય છે તેમાં પ્રમાણ શું છે? અર્થાત્ કાર્ય-કારણભાવના ગ્રહ વગર તેવા પ્રકારનો વિલક્ષણ સ્વભાવનો ગ્રાહકઃગ્રહણ કરનાર, કોઇ પ્રમાણ નથી. અને કાર્ય-કારણભાવને તથાસ્વાભાવગ્રાહક તરીકે પૂર્વપક્ષી સ્વીકારે તો એ પ્રાપ્ત થાય કે, સરખા આયુષ્યવાળા બંને જીવોમાંથી એકને બાહ્ય ઉપક્રમણની સામગ્રી મળી, તેથી તેનું આયુષ્ય પૂર્વે ક્રમસર ભોગવાતું હતું પરંતુ જે અવશિષ્ટ હતું તે શીધ્ર ભોગવાઇ ગયું; અને જેને ઉપક્રમણની સામગ્રી નથી મળી, તેને ક્રમસર પૂર્ણ આયુષ્ય ભોગવાયું; તે પ્રકારનું બંને વ્યક્તિના આયુષ્યના સ્વભાવનું વૈલક્ષણ્ય કાર્ય-કારણભાવના ગ્રહને કારણે થઇ શકે. અને તે પ્રમાણે પૂર્વપક્ષી સ્વીકારે તો, તેને આયુષ્યના સોપકમ અને નિરુપક્રમ વિભાગ સ્વીકારની પ્રાપ્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય.
કાર્ય-કારણભાવને માન્યા વગર તેવા સ્વભાવનું ગ્રાહક કોઇ પ્રમાણ નથી, તેની જ પુષ્ટિ કરતાં ગ્રંથકાર