________________
ગાથા - ૧૦૧
અધ્યાત્મમત૫રીક્ષા
૫૧૯
ભાવાર્થ :- ‘તાવાતમ્' થી પૂર્વપક્ષીએ સ્વકથનનું સમર્થન કરતાં કહ્યું કે, સામગ્રીને આશ્રયીને તેટલા કાળ સુધી અંશથી ક્ષય પામીને આયુષ્યના સંપૂર્ણપણે ક્ષય પામવાનો સ્વભાવ છે તેથી, જ્યારે તમને બાહ્યસામગ્રીથી આયુષ્યનો નાશ થતો દેખાય છે ત્યારે, વસ્તુતઃ સામગ્રીથી તેનો નાશ થતો નથી; પરંતુ બંધાયેલા આયુષ્યકર્મનો તેવો સ્વભાવ જ છે કે, કેટલાક કાળ સુધી અંશથી ક્ષય પામે અને પછી સંપૂર્ણપણે ક્ષય પામે; માટે સોપક્રમનિરૂપક્રમ એવો વિભાગ નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારે જે ‘નૂન’થી કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, જેમ બાહ્ય કારણોનો અપલાપ કરીને પૂર્વપક્ષી આયુષ્યકર્મનો તેવો સ્વભાવ સ્વીકારે છે, તો અંતરંગ કારણરૂપ કર્મનો પણ અસ્વીકાર કરીને જીવનો તેવો સ્વભાવ માનવાથી તે તે ભવમાં અવસ્થિતિ પણ સંગત થઇ જશે. માટે સૌગતમતને અનુસરનારા એવા તમને અંતરંગકારણરૂપ કર્મ માનવાની જરૂર નહિ રહે.
સિદ્ધાંતકાર પૂર્વપક્ષીને અન્ય દોષ આપતાં કહે છે
ટીકાર્ય :- ‘વિષ્ણુ'- વળી આનું=આયુષ્યકર્મનું, (શરૂઆતમાં અંશથી નાશ પામવું, અને પછી સર્વથા નાશ પામવું, આવું) સ્વભાવવૈલક્ષણ્ય શાનાથી ઘટશે?
ભાવાર્થ :- ‘વિજ્જ ’થી સિદ્ધાંતકારે અન્ય દોષ આપ્યો તેનું તાત્પર્ય એ છે કે, પૂર્વપક્ષીએ કર્મનો સોપક્રમ-નિરુપક્રમ વિભાગ સ્વીકાર્યો નથી, અને જ્યાં શીઘ્ર આયુષ્ય ક્ષય પામે છે ત્યાં અન્ય કરતાં તેના આયુષ્યનું સ્વભાવવૈલક્ષણ્ય સ્વીકારે છે, તેને ગ્રંથકાર પૂછે છે કે તે કર્મનું સ્વભાવવૈલક્ષણ્ય શાનાથી છે?
ટીકાર્ય :- ‘ન ચ’- પૂર્વપક્ષી કહે છે કે આ પ્રયોજન પ્રશ્ન છે કે હેતુ પ્રશ્ન છે? જો તમે પ્રયોજન પ્રશ્ન કહેતા હો તો બરાબર નથી, કેમ કે પ્રયોજનભેદની વ્યવસ્થિતિનું પ્રસિદ્ધપણું છે. અને હેતુ પ્રશ્ન કહેતા હો તો તે પણ અસંગત છે, કેમ કે સ્વભાવનું અકાર્યપણું છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એ પ્રમાણે ન કહેવું, કેમ કે આનું=અમે પૂછેલા પ્રશ્નનું, પ્રમાણપ્રશ્નપણું છે.
ભાવાર્થ :- પૂર્વપક્ષીએ ‘નાદ્ય: 'માં હેતુ કહ્યો કે, પ્રયોજનભેદની વ્યવસ્થિતિનું પ્રસિદ્ધપણું છે, તેનું તાત્પર્ય એ છે કે, એક વ્યક્તિનું આયુષ્ય ક્રમસર નાશ પામે છે અને અન્ય વ્યક્તિનું આયુષ્ય પ્રતિક્ષણ નાશ પામતાં પામતાં પછી એકી સાથે સંપૂર્ણ નાશ પામે છે; આ બે પ્રકારની વસ્તુસ્થિતિને માનવાની વ્યવસ્થા કરવારૂપ પ્રયોજન પ્રસિદ્ધ જ છે. તેથી સ્વભાવવૈલક્ષણ્ય કેમ છે? એવો પ્રશ્ન થઇ શકતો નથી.
‘ન દ્વિતીય:’માં પૂર્વપક્ષીએ હેતુ કહ્યો કે, સ્વભાવનું અકાર્યપણું છે. તેનું તાત્પર્ય એ છે કે, સ્વભાવ કાર્યાત્મક ન હોવાથી તેના હેતુઓ હોતા જ નથી, અર્થાત્ સ્વભાવવૈલક્ષણ્ય કેમ છે એમાં કોઇ હેતુ હોઇ શકે નહિ, જેમ જીવ અને અજીવનો સ્વભાવ વિલક્ષણ કેમ છે તેમાં કોઇ હેતુ નથી. તો પછી હેતુ પ્રશ્ન પણ શી રીતે હોઇ શકે?
‘ન ચ વાત્ત્વ’થી સિદ્ધાંતકા૨ે તેનો ઉત્તર આપ્યો કે, અમારો પ્રશ્ન પ્રયોજન પ્રશ્ન નથી કે હેતુ પ્રશ્ન નથી પરંતુ પ્રમાણપ્રશ્ન છે. તેનું તાત્પર્ય એ છે કે, સ્વભાવવૈલક્ષણ્ય માનવા માટે પ્રમાણ શું છે? તે અમે પૂછીએ છીએ, અર્થાત્ કોઇ પ્રમાણ નથી એમ અમે કહીએ છીએ.