________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૦૧
૫૧૮ कार्यत्वादिति वाच्यम्, प्रमाणप्रश्नत्वादस्य । न च विना कार्यकारणभावं तथास्वाभाव्यग्राहकं प्रमाणमस्ति, अन्यथा दण्डे घटजनकत्वमगृहीत्वापि 'दण्डादेव घटो भवती 'ति स्वाभाव्यग्रहप्रसङ्गात्, जलं शीतमित्यादावपि शीतसमवायस्वभाव एव कारणत्वग्रहाधीनग्रहो न तु जलस्यैव शैत्यमिति स्वभाव તા
अथ कार्यकारणभावग्राहकादेव तथास्वाभाव्यग्रहोऽस्तु किमन्तरा कार्यकारणभावग्रहेण ? इति चेत् ? सत्यं, नियतपूर्वावधिमत्त्वस्वभावस्यैव कारणत्वादित्यन्यत्र विस्तरः ।
ટીકાર્થ :- ‘અથ’ અંશથી પ્રતિક્ષણ નાશ પામવાના સ્વભાવવાળું આયુષ્ય કર્મ ક્યારેક સ્વભાવથી જ સંપૂર્ણપણાથી નાશ પામે છે, એથી કરીને આ સોપક્રમ અને નિરુપક્રમ વિભાગ એ શું?
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે, ક્ષણે ક્ષણે આયુષ્યકર્મનાં દલિકો ખપ્યા કરે છે, અર્થાત્ પ્રતિક્ષણ આયુષ્યકર્મનાં દલિકો ભોગવાઇને નાશ પામે છે; અને કોઇક વ્યક્તિને એના વિદ્યમાન આયુષ્યના ક્ષય પૂર્વે મૃત્યુની પ્રાપ્તિ દેખાય છે, તેનું કારણ તે આયુષ્યકર્મનો સ્વભાવ જ તેવો હતો કે પ્રતિક્ષણ વિનાશ પામતાં પામતાં મૃત્યુકાળમાં વિદ્યમાન આખી કર્મલતાનો એક સાથે નાશ થાય છે. તેથી કોઇક આયુષ્યકર્મ ઉપક્રમ લાગવાથી સંપૂર્ણ ખપી જાય છે અને બીજું ઉપક્રમ વગર જ ક્રમશઃ નાશ પામે છે, એવો સોપક્રમ-નિરુપક્રમ વિભાગ નથી એમ પૂર્વપક્ષી કહે છે.
ટીકાર્ય :- ‘હન્ત’ તેના નિરાકરણરૂપે ‘હૅન્ત’થી ગ્રંથકાર કહે છે કે, તો પછી કારણની અનપેક્ષામાં=કર્મના શઘ્ર નાશવિષયક કારણની અનપેક્ષામાં, આયુષ્યકર્મનો અંશથી ક્ષયના સમયમાં જ સર્વથા ક્ષય કેમ ન થયો? વળી સર્વથા ક્ષયમાં તેની=કારણસામગ્રીની, અપેક્ષા હોતે છતે ભોગરૂપ કારણ અને તદિતર કારણોના=શસ્રધાતાઘાત્મક કારણોના વૈલક્ષણ્યથી, ઉક્ત વિભાગવ્યવસ્થા=નિરુપક્રમ-સોપક્રમ વિભાગવ્યવસ્થા, શા માટે ન થઇ શકે ? અર્થાત્ થઇ શકે.
ભાવાર્થ :- પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે, પ્રતિક્ષણ અંશથી ક્ષય પામવાના સ્વભાવવાળું કર્મ ક્યારેક સ્વભાવથી જ સંપૂર્ણ નાશ પામી જાય છે; તો તેના પૂર્વમાં તે કર્મ સ્વભાવથી સંપૂર્ણ નાશ કેમ ન પામ્યું? અર્થાત્ નાશ પામવું જોઇએ. કેમ કે કર્મક્ષયના કારણરૂપે ઉપક્રમની સામગ્રીને તમે સ્વીકારતા નથી, અને જો તમે ઉપક્રમ સામગ્રીની અપેક્ષાએ થયો છે તેમ કહેશો તો, જે આયુષ્યનો ભોગથી ક્ષય થાય છે અને જે આયુષ્યનો ભોગથી ઈતર એવી સામગ્રીના કારણે ક્ષય થાય છે તે વૈલક્ષણ્યથી, સોપક્રમ અને નિરુપક્રમનો વિભાગ સંગત થશે.
ટીકાર્ય :- ‘તાવાતમ્’ અહીં પૂર્વપક્ષી પોતાની વાતનું સમર્થન કરતાં આ પ્રમાણે કહે કે, સામગ્રીને આશ્રયીને કર્મનો નાશ થતો નથી પરંતુ તેટલો કાળ અંશથી ક્ષય પામીને જ પછી આયુષ્યનો સર્વથા ક્ષય થવાનો સ્વભાવ છે, (તેથી પૂર્વે એનો સર્વથા ક્ષય થતો નથી). તેને ગ્રંથકાર કહે છે કે, આ રીતે બૌદ્ધમતને સ્વીકારતા એવા તમને તેટલા કાળ સુધી તે તે ભવની અવસ્થિતિની પણ સ્વભાવથી જ ઉપપત્તિ હોતે છતે આયુષ્યકર્મની ચર્ચાથી સર્યું.