________________
-
૫૧૭
ગાથા - ૧૦૧
અધ્યાત્મમત પરીક્ષા. મધ્યમ અધ્યવસાયથી મધ્યમ અનુભવકાળ અને મંદ અધ્યવસાયથી ઉત્કૃષ્ટ અનુભવકાળ હોય છે. અથવા જેમ તુલ્ય પણ શાસ્ત્ર ભણનારાઓને મતિના=બુદ્ધિના, ભેદથી કાલભેદ લાગે છે તે પ્રમાણે અહીં પણ=કર્મમાં પણ, કાળભેદ જાણવો. ‘ત તુષ' - યોજન ગાથા છે, તેનો અર્થ સ્પષ્ટ છે. ફક્ત ગાથામાં “પરિણામતિક્રિયાવિશેષતઃ' કહ્યું ત્યાં પરિણામો=અધ્યવસાયો, અને ક્રિયા=ચારિત્રાદિરૂપ ક્રિયા, સમજવી. અથવા જેમ દીર્ઘરજૂ-લાંબું દોરડું, લાંબા કાળે બળે છે અને ગૂંચળું કરાયેલ જલદી બળે છે તેમ કર્મ વિશે પણ જાણવું. અથવા જેમ જલથી આર્દ્ર ભીનું થયેલું, પહોળું કરેલું કપડું શીધ્ર સુકાય છે વળી પીંડીભૂત થયેલું લાંબાકાળે સુકાય છે તે પ્રમાણે કર્મ વિશે પણ જાણવું. અથવા જેમ એક લાખ સંખ્યાને દશથી ભાગવાની હોય અને તે જો અપવર્તના વગર જ ભાગ કરીએ તો ભાગાકારનો મોટો કાળ લાગે; પરંતુ અપવર્તના કરાય છતે એ પ્રમાણે=મોટો કાળ ન લાગે. જેમ લાખને પાંચથી ભાગવામાં વીશ હજાર પ્રાપ્ત થાય અને દશને પાંચથી ભાગવામાં બે પ્રાપ્ત થાય અને તે બે વડે વીશ હજાર લઘુરાશિનો ભાગાકાર કરાય છતે જલદી દસ હજાર પ્રાપ્ત થાય, એ પ્રમાણે અનાવર્તિત આયુષ્યનો દીર્ઘકાળ અને અપવર્તિત આયુષ્યનો અલ્પ કાળ જાણવો.
તે આ રીતે -
જેમ એક લાખ વગેરે મોટી સંખ્યાને બીજી દશ વગેરે રૂપ મોટી ભાજક સંખ્યાથી ભાગવાની હોય ત્યારે સીધે સીધો ભાગાકાર કરવો હોય તો અઘરો પડે છે, પણ ભાજય અને ભાજક બન્નેને સમાન નાની સંખ્યાથી (પાંચથી) અપવર્તિત કરીને ભાગીને) આવતાં જવાબો (વીસ હજાર અને બે)ને ફરી ભાજય-ભાજક બનાવી ભાગાકાર કરવામાં આવે તો સરળતા થવાથી અલ્પકાળ લાગે છે, તેમ અનાવર્તિત આયુષ્યનો પણ દીર્થ અનુભવકાળ હોય છે જ્યારે અપવર્તિત થયેલા તેનો અનુભવકાળ અલ્પ હોય છે.
વધારે સ્પષ્ટતા માટે બીજો દાખલો લઈએ - ૭૮૩ને ૨૭ વડે ભાગવા વગેરે રૂપ અત્યંત સરળ ન હોય એવા ભાજ્ય-ભાજક હોય ત્યારે પહેલાં બન્નેને ૯ વડે અપવર્તિત કરી (ભાંગીને) આવેલા જવાબો (૮૭ અને ૩) ને ભાજય-ભાજક બનાવવામાં આવે તો સરળતાનો સ્પષ્ટ ખ્યાલ આવે. કૃતિ' સમાપ્તિ સૂચક છે. અથવા જેમ સમાન પણ કુષ્ઠ કોઢ આદિ રોગમાં ક્રિયાવિશેષથી ચિકિત્સાનો કાલભેદ છે તે પ્રમાણે કર્મમાં પણ જાણવું. એ પ્રમાણે ભાષ્યરૂપી સમુદ્રમાં ડૂબકી મારવાથી પરિચિત થયેલો આ પંથ માર્ગ,
ઉત્થાન :- પૂર્વમાં સોપક્રમ કર્મની સિદ્ધિ કરી તેનાથી કર્મના સોપક્રમ અને નિરુપક્રમ એવા બે સ્વરૂપની પ્રાપ્તિ થઇ. તેની સામે શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે કે –
ટીકા :- થાંશતઃ પ્રતિક્ષvi વિનશ્વર સ્વભાવમાપુ: રાવતું સ્વમાવાવ #ાર્વેન ક્ષીણત કૃતિ જોવું सोपक्रमनिरूपक्रमविभाग इति चेत्? हन्त तर्हि कारणानपेक्षायामंशतः क्षयसमय एव कुतो न कार्येन क्षयः? तदपेक्षायां तु कथं न भोगतदितरकारणवैलक्षण्यादुक्तविभागव्यवस्था?! 'तावत्कालमंशतः क्षयमासाद्यैवायुषः कात्स्येन क्षयस्वाभाव्यमिति चेत्? नूनमेवं सौगतमतावलम्बिनो भवतस्तावत्कालं तत्तदवस्थितेरपि स्वभावादेवोपपत्तौ किमायुःकर्मचर्चया?! किञ्च स्वभाववैलक्षण्यमेवास्य कुतः? न चायं प्रयोजनप्रश्नो हेतुप्रश्नो वा? नाद्यः, प्रयोजनभेदव्यवस्थितेः प्रसिद्धत्वात्, न द्वितीयः, स्वभावस्या