________________
૫૧૬
અધ્યાત્મમત૫રીક્ષા
ગાથા - ૧૦૧
यथा ह्याम्रादि फलं वृक्षस्थं यावता कालेन पच्यते, तदर्वागेव गर्त्ताप्रक्षेपपलालस्थगनाद्युपायेन पाच्यते, तथा दीर्घस्थितिकतया बद्धं कर्माप्यध्यवसानादिभिरर्वागेव पाच्यते । अथवा यथा तुल्येऽपि पथि त्रयाणां पुरुषाणां प्रहरैकद्वित्र्यादिलक्षणो गतिविशेषाद्भिन्नः कालो दृश्यते, एवं तुल्यस्थितिकस्याप भवति । यथा
कर्मणस्तीव्रमन्दमध्यमाध्यवसायविशेषाज्जघन्यमध्यमोत्कृष्टलक्षणस्त्रिविधोऽनुभवकालो वातुल्येऽपि शास्त्रेऽध्येतॄणां गतिभेदात्कालभेदस्तथात्रापि । ' तह' त्ति योजनगाथा स्पष्टा, नवरं परिणामा अध्यवसानादयः, क्रिया च चारित्रादिलक्षणेति । यथा वा दीर्घा रज्जुश्चिरेण दह्यते पुञ्जीकृता तु क्षिप्रं तथा कर्मापि। यथा वा जलार्द्रा विततीकृतः पटः क्षिप्रं शुष्यति पिण्डीभूतस्तु चिरेण तथा कर्मापि । यथा वा लक्षप्रमाणस्य दशभिर्भागो हरणीयः स च यद्यपवर्त्तनां विनैव ह्रियेत तदा महान् भागहारकालः स्यादपवर्त्तनायां तु नैवं, लक्षस्य हि पञ्चभिर्भागहारे विंशतिसहस्त्राणि लभ्येरन् दशानां तु द्वौ, ताभ्यां च विंशतिसाहस्त्रिकस्य लघुराशेर्भागे हृते झटित्येव दशसहस्त्राण्यागच्छेयुरिति, एवमायुषोऽप्यनपवर्त्तितस्य दीर्घःकालोऽपवर्त्तितस्य लघुरिति । यथा वा समेऽपि कुष्ठादिके रोगे क्रियाविशेषाच्चिकित्सायाः कालभेदस्तथेति भाष्याम्भोधिसंप्लवपरिचितः पन्थाः ।
ટીકાર્ય :- ‘અત્રેવ’ આ વિષયમાં જ =કર્મ સોપક્રમ સાધ્ય છે એની સિદ્ધિના વિષયમાં જ, વિશદપણા માટે=સ્પષ્ટતા માટે, અન્ય ઉપપત્તિને=અન્ય યુક્તિને પ્રગટ કરે છે. તે આ પ્રમાણે (વિશેષાવશ્યક ભાષ્ય - ગાથા - ૨૦૫૮૬૨નો અર્થ છે.) -
‘વિન્નિત્’– કોઇક ફળ અકાળે પણ (પાકવાના કાળ પૂર્વે પણ) પાકે છે અને કોઇક ફળ કાળથી પાકે છે. તેમ કોઇક કર્મ અકાલે (ઉદયમાં આવવાના કાળ પૂર્વે પાકે છે) અને કોઇક કર્ય કાળથી પણ પાકે છે, અર્થાત્ ફળ આપે છે.
‘મળો’ ગતિવિશેષથી, તુલ્ય પણ પથમાં અર્થાત્ તુલ્ય પણ અંતર કાપતાં જેમ ભિન્ન ભિન્ન કાળ લાગે છે, અને મતિમેધાદિના ભેદથી શાસ્ત્રના ગ્રહણકાળમાં ભિન્ન ભિન્ન કાળ લાગે છે,
‘તત્ત્વ તેમ તુલ્યસ્થિતિક કર્મમાં પણ પરિણામાદિ અને ક્રિયાના વિશેષથી ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ભિન્ન અનુભવકાળ હોય છે.
‘નહ્ન વા’ અથવા જેમ દીર્ઘ રજ્જુ કાલથી બળે છે અને પુંજીકૃત=ગૂંચળું વાળેલી, ક્ષીપ્ર બળે છે અથવા પહોળું કરેલું કપડું જલદી સુકાય છે અને પિંડીભૂત=સંકેલેલું, હોય તો કાળથી સુકાય છે,
‘માળો વ’ જેમ નિરપવર્તન ભાગ (ભાગાકાર) ક્રમશઃ હરાય છે અને અન્યથા=અપવર્તન કરેલો ભાગ, ક્ષીપ્ર હરાય છે અથવા ક્રિયાવિશેષથી સમાન પણ રોગની ચિકિત્સામાં કાલભેદ છે.
ભાષ્યની ગાથાઓનું તાત્પર્ય ટીકામાં ખોલતાં કહે છે
‘યથા’ જેમ વૃક્ષ ઉપર રહેલું આમ્રાદિફળ જેટલા કાળે પાકે તેનાથી પૂર્વે જ ખાડામાં પ્રક્ષેપ કરાયેલ, ઘાસાદિથી ઢંકાયેલ, ઉપાય દ્વારા પાકે છે; તે પ્રમાણે દીર્ઘસ્થિતિપણાથી બંધાયેલું કર્મ પણ અધ્યવસાય આદિ દ્વારા કાળપૂર્વે જ પાકે છે. અથવા જેમ તુલ્ય પણ પથમાં ગતિવિશેષથી ત્રણ પુરુષોને એક પ્રહર, બે પ્રહર અને ત્રણ પ્રહરરૂપ કાળ દેખાય છે; એ પ્રમાણે તુલ્યસ્થિતિવાળા પણ કર્મનો, કર્મથી વિરુદ્ધ એવા તીવ્ર અધ્યવસાયથી જઘન્ય અનુભવકાળ,