________________
ગાથા. ૧૦૧ . અધ્યાત્મમત પરીક્ષા.
૫૧૧ ભાવાર્થ - પૂર્વપક્ષીના કથનનું તાત્પર્ય એ છે કે, જે દીર્ઘસ્થિતિવાળું કર્મ બાંધ્યું હતું તે અપવર્તના દ્વારા અલ્પસ્થિતિવાળું થઈને ઉદયમાં આવે છે, તેથી દીર્ઘસ્થિતિવાળું કર્મ બાંધ્યું હતું તે ભોગવવું પડતું નથી અને નહિ બાંધેલું અલ્પસ્થિતિવાળું કર્મ ભોગવવું પડે છે, માટે અપવર્તનાદિ માનવામાં કૃતનાશ-અકૃતાગમ આદિ દોષો આવે છે.
ટીકાર્ય - “રા'- ઉપક્રાંતનો જ અનુભવ થતો હોવાથી કૃતનાશાદિ દોષ નથી એમ પણ તમે કહી શકશો નહિ, કેમ કે તો પણ ભોગનું બંધને અનનુરૂપપણું છે. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે.
ભાવાર્થ - પૂર્વપક્ષીનો કહેવાનો ભાવ એ છે કે ઉત્તરપક્ષ આ પ્રમાણે કહે કે, ઉપક્રાંત કર્મનો અનુભવ થતો હોવાથી કૃતનાશ દોષ નથી, અને જે કર્મને પોતે ભોગવે છે તે પોતાનું બાંધેલું હોવાથી અકૃતાગમ દોષ પણ નથી. એના નિરાકરણરૂપે પૂર્વપક્ષી કહે છે કે, તો પણ જેવાં બાંધ્યાં હોય તેવા જ સ્વભાવવાળાં કર્મદલિકોનો ભોગ ન હોવાથી કૃતનાશ-અકૃતાગમ આદિ દોષો આવશે જ.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે - ટીકાર્ય - “સાધ્ય- સાધ્ય રોગની જેમ ઉપક્રમણીય સ્વભાવવાળા જ તેનું કર્મનું, બદ્ધપણું છે.
ભાવાર્થ - જેમ સાધ્ય રોગ ઉત્પન્ન થાય ત્યારથી જ સાધ્ય હોય છે, પહેલાં અસાધ્ય હોય અને ઉત્પન્ન થયા પછી એ સાધ્ય બની જાય એવું હોતું નથી, તેમ ઉપક્રમણીય કર્મ પણ જયારે બંધાયું હોય ત્યારે જ ઉપક્રમણીય સ્વભાવવાળું બંધાયું હોય છે, અને એ રીતે ઉપક્રમ દ્વારા એ ભોગવાતું હોય તો કોઈ દોષ નથી.
‘તલુથી વિશેષાવશ્યકની સાક્ષી આપે છે. તેનો અર્થ આ પ્રમાણે છેટીકાર્ય -“ન' નથી પૂર્વપક્ષી કહે છે કે, જે પ્રકારે ઉપચિત છે તે પ્રકારે તે=આયુષ્ય કર્મ, નથી. અહીં શંકા થાય કે કર્મ જેવું બાંધ્યું છે તેવું ન અનુભવાય તો શું વાંધો છે? તેથી કહે છે. તેવા પ્રકારનો અનુભવ હોવાથી અર્થાતુ બંધાયા કરતાં વિલક્ષણ પ્રકારનો અનુભવ થતો હોવાથી, અકૃતાગમાદિ દોષો આવશે. પૂર્વપક્ષીના આ કથનના સમાધાનરૂપે સિદ્ધાંતકાર કહે છે- જીવ વડે તે જ=આયુષ્યકર્મ, સાધ્ય રોગની જેમ તત્વાયોગ્ય =ઉપક્રમને પ્રાયોગ્ય, અર્થાત્ ઉપક્રમ થવા યોગ્ય સ્વભાવવાળું જ વિત=બંધાયું હોય છે, માટે કૃતનાશાદિ દોષો આવતા નથી.)
'થી પૂર્વપક્ષી કહે કે, (આ) રોગ સાધ્ય છે કે અસાધ્ય છે એ પ્રમાણે વિભાગ કેવી રીતે કરવો? અહીંયાં=પૂર્વપક્ષીની શંકામાં, વિશેષાવશ્યકની સાક્ષી આપતાં ગ્રંથકાર કહે છે-વિશેષાવશ્યકની સાક્ષીનો અર્થ આ પ્રમાણે છેમyવદીપ’ (સાધ્ય રોગ) અનુપક્રમથી કાળે કરીને નાશ પામે છે અને ઉપક્રમ દ્વારા શીઘ નાશ પામે છે. અસાધ્ય રોગ કાળે કરીને જ નાશ પામે છે, તે પ્રકારે સાધ્ય-અસાધ્ય કર્મમાં સમજવું.
એ જ વાતનું સ્પષ્ટીકરણ ગ્રંથકાર સ્વયં ટીકામાં કરતાં કહે છે