________________
ગાથ ૧૦............ અધ્યાત્મપરીક્ષા
૫૦૯ ,
ભાવાર્થ - એ વખતે મનુષ્યભવમાં મનુષ્યભવોપભોગ્ય કર્મ લબ્ધવૃત્તિક હોય છે, પણ સ્વર્ગીય સંબંધી અષ્ટ લમ્બવૃત્તિક હોતું નથી. તેથી તે વખતે સ્વર્ગીય શરીરના ઉપગ્રહનો પ્રસંગ નહિ આવે.
તથિી ગ્રંથકાર કહે છે - ટીકાર્ય - “તહિં - તો પછી તત્ત્વજ્ઞાનીઓને વિવિધ અદષ્ટોનો કેવી રીતે એકી સાથે વૃત્તિલાભ સંભવે?
ભાવાર્થ - તત્ત્વજ્ઞાનીને પણ મનુષ્યસંબંધી કર્મો જ લબ્ધવૃત્તિક હોવાથી ઈતર કર્મોનો એક સાથે વૃત્તિલાભ કેવી રીતે સંભવે? અથતિ ન સંભવે, આ પ્રમાણે કહેવાનો ગ્રંથકારનો આશય છે.
ટીકાર્ય - “RT' અહીં પૂર્વપક્ષી કહે છે, કારણના સામ્રાજયથી એકીસાથે વૃત્તિલાભ પણ અનુપપન્ન નથી.
ભાવાર્થ - તત્ત્વજ્ઞાનીને એકી સાથે અનેક ભવોના વૃત્તિલાભની સામગ્રી છે, તેથી તત્ત્વજ્ઞાનીને કાયવૂહ દ્વારા ભિન્ન ભિન્ન શરીરવચ્છેદન ભોગવવા યોગ્ય કર્મોનો એક સાથે વૃત્તિલાભ સંભવે છે, જ્યારે યજ્ઞ કરનારને કારણ સામગ્રી નહિ હોવાને કારણે એકી સાથે મનુષ્યભવનું શરીર અને સ્વર્ગીય શરીર પ્રાપ્ત થઈ શકતું નથી.
ટીકાર્થ “નાથી ગ્રંથકાર કહે છે કે, તો પણ તત્ત્વજ્ઞાનથી જ તેટલા અદષ્ટોનો એકસાથે વૃત્તિલાભ છે એ પ્રમાણે દેવાનાંપ્રિય એવા તમને અભિમત છે, પરંતુ) તે જન્નતત્ત્વજ્ઞાન જ, ત—તિબંધક તત્ત્વજ્ઞાનના પ્રતિબંધક, અદષ્ટના ક્ષય વિના કેવી રીતે સંભવે? અને તેનો ક્ષય પણ=તત્ત્વજ્ઞાનના પ્રતિબંધક અદષ્ટનો ક્ષય પણ, ભોગથી જ છે, એવું કહી શકાતું નથી. કેમ કે તત્ત્વજ્ઞના ભોગનું તદર્જકપણું તત્ત્વજ્ઞાનના પ્રતિબંધક અદષ્ટના ક્ષયનું અર્જકપણું, છે.
ભાવાર્થ - પૂર્વપક્ષીએ કારણસામ્રાજયથી અનેક ભવોના અદષ્ટોનો એકી સાથે વૃત્તિલાભ થઈ શકે એમ કહ્યું; એનાથી એ અભિમત થયું કે, પૂર્વપક્ષીને તત્ત્વજ્ઞાનથી જ તેટલા ભવનાં જનક અદષ્ટોનો યુગપદ્ વૃત્તિલાભ થઈ શકે, અને તેને સ્વીકારે તો તેને દોષ પ્રાપ્ત થાય છે. તે બતાવતાં ગ્રંથકારે ‘વેવથી કહ્યું તેનો ભાવ એ છે કે, પૂર્વપક્ષીએ એક ભવની અંદર અનેક ભવોના કર્મનું વદન તત્ત્વજ્ઞાની વિવિધ શરીર દ્વારા કરી શકે છે તેમ સ્થાપન કર્યું. તેનાથી એ પ્રાપ્ત થયું કે, તત્ત્વજ્ઞાનથી અનેક ભવયોગ્ય એવા કર્મનો એકી સાથે વૃત્તિલાભ થઈ શકે છે; પરંતુ તત્વજ્ઞાનનું પ્રતિબંધક એવું અદષ્ટ પણ અનેક ભવમાં વેદના થાય તેવું જીવે પૂર્વમાં બાંધેલું છે, કેમ કે અનેકભવઅર્જિતકર્મ જેમ વિવિધ ગતિનું કારણ છે, તેમ વિવિધ ગતિમાં તત્ત્વજ્ઞાન થવાના પ્રતિબંધક એવા કર્મનું પણ અર્જન છે. તેથી અનેક ભવ સુધી વેદન થાય તેવા તત્ત્વજ્ઞાનના પ્રતિબંધક કર્મનો ક્ષય ભોગથી તમારા મત મુજબ થઈ શકશે નહિ, કેમ કે અનેકભવવેદનયોગ્ય કર્મનો ભોગથી નાશ કરવા તત્ત્વજ્ઞાનની આવશ્યકતા છે, અને તત્ત્વજ્ઞાનના પ્રતિબંધક કર્મના નાશ વગર તત્ત્વજ્ઞાનનો પ્રાદુર્ભાવ થઈ શકે નહિ, તત્ત્વજ્ઞાનના પ્રાદુર્ભાવ વગર અનેકવિવેદનયોગ્ય એવા તત્ત્વજ્ઞાનના પ્રતિબંધક કર્મનો નાશ સંભવે નહિ.