________________
..૫૦૮.
.. અધ્યાત્મમત પરીક્ષા.... ગાથા ૧૦૧, કરવાનો છે. (અહીં વેદનીયકર્મરૂપે સુખદુઃખને સજાતીય કહેલ છે, તેથી સજાતીય એવા સુખદુઃખરૂપ આત્મગુણનું એક સાથે વેદન કેવી રીતે થઈ શકે? અર્થાત્ ન થઈ શકે, કેમ કે પ્રત્યક્ષથી વિરોધ છે. તે આ રીતે જ્યારે મનુષ્યભવમાં સુખનું વેદન છે ત્યારે તેનાથી અતિશયિત સ્વર્ગના સુખનો કે નરકના દુઃખનો અનુભવ સંભવી શકે નહિ, તેથી બીજો હેતુ કહે છે- .
ટીકાર્ય - વિભિન્ન' વિભિન્નાવચ્છેદન=ભિન્ન ભિન્ન શરીરવચ્છેદન=ભિન્ન ભિન્ન શરીર દ્વારા, સજાતીય આત્મગુણોનો યુગપએકીસાથે, સ્વીકાર છે. વર્થ- અન્યથા સજાતીય આત્મગુણોનો યુગપ સ્વીકાર ન હોય તો, યુગપદ્ =એકી સાથે, વીશ આંગળી ચલાવવાને અનુકૂળ પ્રયત્નની ઉપપત્તિ કઈ રીતે થઈ શકે? અર્થાત્ ન થઈ શકે. ભાવાર્થ -પૂર્વમાં જે પ્રત્યક્ષથી વિરોધ કહ્યો તે એક શરીરમાં જ્યારે મનુષ્યભવના સુખનો અનુભવ થાય છે ત્યારે, તે શરીરથી તેનાથી અતિશયિત એવા સ્વર્ગના સુખનો અનુભવ ન થઈ શકે; પરંતુ યોગીને તત્ત્વજ્ઞાનના બળથી એકી સાથે અનેક શરીરોની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી જુદા જુદા શરીરો દ્વારા વેદનરૂપે સજાતીય એવા સર્વ પ્રકારના સુખ કે દુઃખનો અનુભવ એકી સાથે થઈ શકે છે. જેમ હાથ-પગની વીસે ય આંગળીઓમાં એકી સાથે ચાલનને અનુકૂળ પ્રયત્ન પ્રાપ્ત થઈ શકે છે, તેથી ભિન્ન ભિન્ન આંગળીઓમાં જેમ સજાતીય યત્ન દેખાય છે, તેમ ભિન્ન ભિન્ન શરીરોમાં એકી સાથે સજાતીય આત્મગુણોનો અનુભવ થઈ શકે છે.
ઉત્થાન - અહીં કોઈ પ્રશ્ન કરે કે આ રીતે તો યોગીને પરદારાગમન આદિ પાપ કરાવનાર કર્મોને ભોગવવા માટે પણ પ્રયત્ન કરવો પડશે, ને તેમ કરવાથી ફરી કર્મબંધ થશે ને તેથી સંસારનો ઉચ્છેદ થશે નહીં, તેથી કહે છે
ટીકાર્ય - “અને યોગીઓને મિથ્યાજ્ઞાનની વાસનાનો અભાવ હોવાથી પરદારાગમનાદિ દ્વારા અદષ્ટની ઉત્પત્તિ નથી. “ત્તિ' શબ્દ થત'ના કથનની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ - જે કર્મ પરદા રાગમનાદિ કરવા દ્વારા જ ભોગવાય એવું હોય, તેને તે રીતે જ ભોગવવા માટે કરવા પડતાં પરદારાગમનાદિ પણ, યોગીઓને મિથ્યાજ્ઞાનની વાસનાનો અભાવ હોવાને કારણે ફરીથી કર્મબંધ કરાવતાં નથી. આ રીતે બધાં કર્મો એકી સાથે ભોગવાઇ જતાં હોવાથી અને નવો કર્મબંધ થતો ન હોવાથી મોક્ષાભાવની આપત્તિ રહેતી નથી. તેથી ભોગવીને જ કર્મોનો ક્ષય થાય છે એવું માનવામાં કોઈ દોષ પ્રાપ્ત થતો નથી, આ પ્રમાણે પૂર્વપક્ષીને કહેવું છે.
જૈવંથી ગ્રંથકાર તેનો ઉત્તર આપતાં કહે છેટીકાર્ય ' એ પ્રમાણે ન કહેવું, કેમ કે મનુષ્યના શરીરનું મનુષ્યથી ઇતર શરીર સાથે વિરોધીપણું છે. અન્યથા મનુષ્ય શરીરની સાથે શૂકરાદિ ભિન્ન શરીરો પણ સંભવતાં હોય તો સ્વર્ગજનક અદષ્ટવાળા યજ્ઞ કરનારને ત્યારે જ=મનુષ્યભવમાં જ સ્વર્ગીય શરીરના ઉપગ્રહનો પ્રસંગ આવે. અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે ત્યારે=મનુષ્યભવમાં તદદષ્ટનું સ્વર્ગાદિસંબંધી અદષ્ટનું, અલબૂવૃત્તિકપણું હોવાથી, એ પ્રમાણે મનુષ્યભવમાં સ્વર્ગીય શરીરના ઉપગ્રહનો, પ્રસંગ આવતો નથી.